શનિ ગોચર 2020 રાશિફળ અને ઉપાય
શનિ ગોચર 2020 ના પરિણામ સ્વરૂપે બધી 12 રાશિઓ ના જીવન પર કેવું હશે આનું પ્રભાવ આ વિશે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે. ધ્યાન આપવા જેવું છે કે 24મી જાન્યુઆરી 2020 ના દિવસે ન્યાયકારી શનિ નું ગોચર ધનુ રાશિ થી મકર રાશિ માં થઈ રહ્યો છે. ફરી થી 11મી મે થી 29 સપ્ટેમ્બર ની વચ્ચે શનિ નું મકર રાશિ માં વક્રી અવસ્થા માં ગોચર થશે. વર્ષ ના અંત માં ડિસેમ્બર મહિના માં શનિ અસ્ત થશે જેના લીધે આનું પ્રભાવ બધી રાશિઓ પર ઓછું રહેશે.
આ વર્ષે ધનુ અને મકર રાશિ ની સાથે જ કુંભ રાશિ ઉપર પણ શનિ ની સાઢેસાતી શરૂ થઈ જશે. શનિ મકર અને કુંભ રાશિ નો સ્વામી કહેવાય છે. શનિ ને સામાન્ય રીતે લોકો એક પાપ ગ્રહ ના રૂપે ગણે છે. પરંતુ સચ્ચાઈ આ છે કે શનિ હકીકત માં એક ન્યાયકારી ગ્રહ છે. જે સારા ની સાથે સારું અને ખોટા ની સાથે ખોટું કરે છે. કહેવા નો મતલબ એમ છે કે તમે જે કર્મ કરશો શનિ તેના પ્રમાણે તમને પરિણામ આપશે. શનિ ના સંક્રમણ દરમિયાન તમે પોતાના ભવિષ્ય માટે નવી યોજના બનાવી શકશો જેથી તમારો પાયો વધારે મજબૂત થશે. આવો જાણીએ છે કે શનિ ગોચર 2020 દરમિયાન બધી રાશિ ઉપર આનુ કેવો પ્રભાવ રહેશે કહેવા નો મતલબ છે કે નકારાત્મક રહેશે કે સકારાત્મક રહેશે.
મેષ
- શનિ તમારા દસમા અને અગિયારમાં ભાવ નાં સ્વામી છે.
- આ વર્ષે શનિ તમારા દસમા ભાવ માં રહેશે.
- દસમો ભાવ વિશેષ રૂપે કર્મ ભાવ હોય છે અને શનિ ને પણ કર્મ નો સ્વામી કહેવા માં આવે છે.
- આ દરમિયાન સફળતા પ્રાપ્ત કરવા માટે તમને સખત મહેનત કરવી પડશે.
- કોઈ નવા કામ ની શરૂઆત કરવા નું વિચારી રહ્યા હોવ તો 11મી મે થી પહેલાં કરી લો કેમ કે તેના પછી શનિ ના વક્રી હોવા ના લીધે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
- આરોગ્ય માટે આ વર્ષ તમારા માટે મધ્યમ પરિણામ વાળુ રહેશે. ત્વચા સંબંધી કોઈ પણ રોગ થી પરેશાની થઈ શકે છે.
- માતા-પિતા ની સાથે કોઈ તીર્થ યાત્રા પર જઇ શકો છો.
- શનિ ના ગોચર દરમિયાન પોતે નવું ઘર લેવા નું સ્વપ્ન પૂરું થઈ શકે છે.
ઉપાય: તમને મહારાજ દશરથ કૃત નીલ શનિ સ્ત્રોત્ર નું પાઠ કરવું જોઈએ અને શનિવાર ના દિવસે સાંજ ના સમય પીપલ ના વૃક્ષ ની નીચે સરસીયા ના તેલ નું દિપક પ્રગટાવું જોઈએ.
વૃષભ
- શનિ તમારા નવમા અને દસમા ભાવ નો સ્વામી છે.
- સંક્રમણ દરમિયાન શનિ તમારા નવમા ભાવ માં રહેશે.
- જોકે નવમા ભાવ ભાગ્ય માટે જવાબદાર હોય છે તેથી આ દરમિયાન પિતા ની સાથે વાદ વિવાદ ની સ્થિતિ ઉભી થઇ શકે છે.
- શનિ ના ગોચર ના સમયે પોતાની વાણી પર સંયમ રાખો અને કોઈ ની સાથે પણ ખોટો વ્યવહાર ના કરો.
- કોઈ ની જોડે પણ એવું વાયદો ના કરો કે જે તમે સમયસર પૂરું ન કરી શકો.
- આળસ નો ત્યાગ કરો નહીંતર બધા મહત્વપૂર્ણ કામ હાથ થી જતા રહેશે.
- નવી નોકરી ની તલાશ માં હોવ તો આ કામ વર્ષ ની શરૂઆત માં પૂર્ણ કરી લો.
ઉપાય: તમને વિશેષરૂપ થી ઉત્તમ ગુણવત્તા વાળું નીલમ રત્ન શનિવારે વચલી આંગળી માં પંચધાતુ અથવા અષ્ટધાતુ ની વીંટી માં ધારણ કરવું જોઈએ અને શનિ મંત્ર નું જાપ કરવું જોઈએ.
મિથુન
- શનિ તમારા આઠમા અને નવમા ભાવ નો સ્વામી છે.
- ગોચર ના સમયે શનિ તમારા આઠમાં ભાવ માં પ્રવેશ કરશે.
- આઠમો ભાવ વિશેષરૂપે અકસ્માત થનારા કર્મ માટે જવાબદાર હોય છે તેથી આનો પ્રભાવ તમારા જીવન ના વિવિધ ભાગો પર પડી શકે છે.
- પરિણામે અકસ્માત કોઈ કામ માં અવરોધો અને મુસીબત આવી શકે છે.
- શનિ ના પ્રભાવ થી આર્થિક સ્થિતિ ઉદાસીન રહેશે નાણાકીય લેણદેણ ની બાબતો માં સાવચેતી રાખો.
- વિદેશ યાત્રા પર જવું હોઈ શકે છે.
- લાંબા સમય થી ચાલી રહેલા જમીન-મિલકત ની બાબતો નું હલ નીકળશે.
- જીવન માં લેનારા મહત્વપૂર્ણ નિર્ણય વડીલો ના સલાહ પછી જ લો.
ઉપાય: તમને શનિવાર નું વ્રત રાખવું જોઈએ કે પછી તમે શનિ પ્રદોષ નું વ્રત પણ રાખી શકો છો. આના સિવાય શનિવાર ના દિવસે કાળા વસ્ત્રો પહેરવા થી બચો.
કર્ક
- શનિ તમારા સાતમાં અને આઠમા ભાવ નો સ્વામી છે.
- આ વર્ષે શનિ તમારા સાતમા ભાવ માં રહેશે.
- શનિ ના ગોચર ના સમયે આળસ ને પોતાના થી દુર રાખો કેમકે આ તમારા હિત માં નહીં હોય.
- વેપાર સાથે સંકળાયેલા લોકો વર્ષ ની શરૂઆત માં અમુક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.
- કામ ના સંબંધ માં કોઈ વિદેશી સ્ત્રોત્ર થી જોડાઈ શકો છો.
- શનિ ના ગોચર ના સમયે સંતાન ના આરોગ્ય નું ધ્યાન રાખવું.
- ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેતી રાખો.
- શણગાર ની વસ્તુઓ પર પૈસા ખર્ચવા થી બચો.
- પોતાના સ્વાસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખો કોઈપણ જૂની માંદગી થી હેરાન થઈ શકો છો.
- નકામા વિવાદ માં ના ગૂંચવાઓ ધનહાનિ ની શક્યતા હોઇ શકે છે.
ઉપાય: તમને દરેક શનિવારે સરસીયા નું તેલ કોઈ લોખંડ અથવા માટી ના વાસણ માં ભરી તેમાં પોતાનું મોઢું જોઈ તેને દાન કરવું જોઈએ અને ગરીબો ની યથાસંભવ સહાયતા કરવી જોઈએ.
સિંહ
- શનિ તમારા છઠ્ઠા અને સાતમા ભાવ નો સ્વામી છે.
- આ વર્ષે શનિ તમારા છઠ્ઠા ભાવ માં રહેશે.
- શનિ નું ગોચર આ વર્ષે તમારા માટે લાભદાયક હશે.
- આ વર્ષે તમને પોતાની મહેનત નું પૂરું લાભ મળશે એટલે કે સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત ની આવશ્યકતા હશે.
- જમીન-મિલકત ના ક્ષેત્ર માં નિવેશ કરતાં પહેલાં સારી રીતે વિચાર કરી લો.
- આરોગ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ સામે આવી શકે છે કોઈ જૂની માંદગી ના લીધે માનસિક તાણ થી ઘેરાઈ શકો છો.
- વર્ષ ની વચ્ચે પોતાની નોકરી માં પરિવર્તન માટે ના વિચારો.
- કોઈ વર્ષો જૂના મિત્ર થી આ દરમિયાન મુલાકાત થઇ શકે છે.
ઉપાય: તમને શનિવાર ના દિવસે આખી કાળી ઉડદ નું દાન કરવું જોઈએ અને શક્ય હોય તો પીપલ વૃક્ષ ની નીચે તલ ના તેલ નું દીવો સાંજે પ્રગટાવી પીપલ વૃક્ષ ની સાત પરિક્રમા કરવી જોઈએ.
કન્યા
- શનિ તમારા પાંચમા અને છઠ્ઠા ભાવ નો સ્વામી છે.
- આ વર્ષે શનિ તમારા પાંચમા ભાવ માં સ્થાપિત થશે.
- શનિ ગોચર ના દરમિયાન આ વર્ષ તમે તમારી કોઈ અટકેલી શિક્ષણ પૂરું કરી શકો છો.
- આ વર્ષે ગોચર દરમિયાન તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો.
- કોઈ નવા બિઝનેસ ની શરૂઆત કરવા જઈ રહ્યા હો તો સારી રીતે વિચાર કરી લો.
- કાર્યક્ષેત્ર માં કોઈ નજીકી સહયોગી થી મતભેદ ની સ્થિતિ ઉભી થઇ શકે છે.
- માતા-પિતા નો સહયોગ મળશે.
- ઘરેણાં અથવા કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો.
- વર્ષ ની વચ્ચે ઘર અથવા ગાડી ખરીદી શકો છો.
ઉપાય: તમને શનિ પ્રદોષ નું વ્રત રાખવું જોઈએ અને શનિવારે સરસીયા તેલ નું દીવો પ્રગટાવી તેમાં પાંચ દાણા આખી ઉડદ ના નાખવા જોઈએ.
તુલા
- શનિ તમારા ચોથા અને પાંચમા ભાવ નો સ્વામી છે.
- આ વર્ષે શનિ તમારા ચોથા ભાવ માં રહેશે.
- તેવા લોકો જે કોઈ પ્રકારના વેપાર થી સંકળાયેલા છે તેમને આ વર્ષે સારા અવસર મળી શકે છે.
- કોઈપણ પ્રકાર ના અહંકાર થી પોતાને બચાવો.
- ધન ની બાબતો માં વિશેષ રૂપ થી સોચી લો, કોઈ ના કહેવા માં ના આવો.
- વર્ષ ની વચ્ચે શનિ ના વક્રી હોવા થી માતા ની સાથે મતભેદ થઈ શકે છે.
- માનસિક તાણ ની સ્થિતિ થી જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી બચો.
- સપ્ટેમ્બર મહિના પછી વિદેશ યાત્રા ના યોગ બની રહ્યા છે
- વાદ વિવાદ ની સ્થિતિ ઊભી થવા પર દૂર રહો.
ઉપાય: તમને વિશેષરૂપ થી ઉત્તમ ગુણવત્તા વાળું નીલમ રત્ન શનિવારે વચલી આંગળી માં પંચધાતુ અથવા અષ્ટધાતુ ની વીંટી માં ધારણ કરવું જોઈએ. આના સિવાય તમે જામુનીયા રત્ન પણ ધારણ કરી શકો છો.
વૃશ્ચિક
- શનિ તમારા ત્રીજા અને ચોથા ભાવ નો સ્વામી છે.
- આ વર્ષે શનિ તમારા ત્રીજા ભાવ માં રહેશે.
- શનિ ગોચર ના પછી લાંબા સમય સુધી તમારા ઉપર ચાલી રહી શનિ ની સાઢેસાતી પણ ખતમ થઇ જશે.
- કોઈપણ કામ ને પરિપૂર્ણ કરવા માટે આળસ નો ત્યાગ ઘણો જરૂરી છે આ વાત નો ખાસ ખ્યાલ રાખવો.
- આ સમય તમારા માટે કોઈ નવું કાર્ય અથવા વેપાર શરૂ કરવા માટે સૌથી સારું રહેશે.
- શનિ ના ગોચર દરમિયાન આર્થિક સ્થિતિ સારી રહેશે અને વધશે.
- કોઈ અટકેલી ભણતર ને આ વર્ષે પૂરું કરી શકો છો.
ઉપાય: તમને શનિવાર ના દિવસે કીડીઓ ને લોટ નાખવું જોઈએ અને કોઈ ધાર્મિક સ્થળ ની સાફ સફાઈ નું કામ નિયમિત રૂપે કરવું જોઈએ.
ધનુ
- શનિ તમારા બીજા અને ત્રીજા ભાવ નો સ્વામી છે.
- આ વર્ષે શનિ તમારા બીજા ભાવ માં રહેશે.
- શનિ ની સાઢેસાતી નું આ આખરી ચરણ હશે જે તમારી મહેનત નું ફળ તમને જરૂર આપશે.
- શનિ ગોચર ની દરમિયાન તમને નાણાકીય બાબતો થી સંકળાયેલી અમુક પરેશાનીઓ આવી શકે છે પરંતુ આ દરમિયાન તમારો કોઈ કાર્ય અટકશે નહીં.
- જમીન મિલકત સાથે સંકળાયેલી બાબતો માં લાભ મળશે.
- નાણાકીય ક્ષેત્ર માં પિતા નો સહયોગ મળશે.
- વિદેશ જવા નું વિચારી રહ્યા હો તો આ વર્ષે તમને અવરોધો નો સામનો કરવો પડી શકે છે.
ઉપાય: તમને શનિવાર ના દિવસે કોઈ કાળા વસ્ત્ર અથવા કાળી દોરી માં ધતુરા નું મૂળ ધારણ કરવું જોઈએ. આ મૂળ ને તમે પોતાના ગળા અથવા બાજુ ઉપર પહેરી શકો છો. સાથેજ હનુમાન જી ની ઉપાસના કરવું પરમ લાભકારી રહેશે.
મકર
- શનિ તમારા પહેલા અને બીજા ભાવ નો સ્વામી છે.
- આ વર્ષ શનિ તમારા બીજા ભાવ માં રહેશે.
- શનિ ગોચર ના પછી શનિ ની સાઢેસાતી નું બીજું ચરણ શરૂ થશે જેના લીધે માનસિક તણાવ નો સામનો કરવો પડી શકે છે.
- આ દરમિયાન આત્મવિશ્વાસ વધારો થશે અને પોતાની મંઝિલ તરફ વધવા માં મદદ મળશે.
- વેપાર ની દિશા માં આવક ના નવા માર્ગ બનશે અને આર્થિક સ્થિતિ સુધરશે.
- વિદેશ યાત્રા નો પણ લાભ ઉઠાવી શકો છો.
- નવો ઘર લેવા નું સપનું પણ પૂરું થઇ શકે છે.
- જીવનસાથી ની સાથે મતભેદ ની સ્થિતિ ઉભી થઇ શકે છે સમજદારી ની સાથે કામ લો.
- પોતાના આરોગ્ય નો ખ્યાલ રાખો અને ચાલતા સમયે સાવચેતી રાખો.
ઉપાય: તમને શનિવાર ના દિવસે વીંછી નું મૂળ ધારણ કરવું સૌથી સારું રહેશે અને આ જડી તમે કોઈ કાળા વસ્ત્ર માં લપેટી અથવા સીવી ને બાજુ અથવા ગળા માં પહેરી શકો છો અને આના સિવાય શનિદેવ ની આરાધના પણ કરવું સારું રહેશે.
કુંભ
- શનિ તમારા બારમાં અને પહેલા ભાવ નો સ્વામી છે.
- આ વર્ષે શનિ તમારા બારમા ભાવ માં રહેશે.
- આ દરમિયાન આ રાશિ ના જાતકો માટે શનિ ની સાઢેસાતી નું પહેલું ચરણ શરૂ થશે.
- તેથી આ દરમિયાન તમને જીવન ના દરેક ક્ષેત્ર માં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે.
- કોઈ પણ નવા કાર્ય ની શરૂઆત કરતા પહેલા એક વાર બીજા લોકો થી સલાહ જરૂર કરો.
- જીવનસાથી ની સાથે મતભેદ ની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે આ દરમિયાન શાંતિ થી કામ લો.
- ઘર ના શણગાર ની વસ્તુઓ અને નવી વાહન ખરીદવા માં ખર્ચ થઈ શકે છે.
ઉપાય: તમને શનિવાર થી શરુ કરી નિયમિત રૂપ થી શનિદેવ ના બીજ મંત્રૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ નું જાપ કરવું જોઈએ અને શનિવાર ના દિવસે અપંગો ને ભોજન કરાવવું જોઈએ.
મીન
- શનિ તમારા અગિયારમા અને બારમા ભાવ નો સ્વામી છે.
- આ વર્ષ તમારા અગિયારમાં ભાવ માં વિરાજમાન રહે છે.
- આ દરમિયાન આળસ ને પોતાના પર ભારે ન થવા દો.
- આ વર્ષ સમાજ માં નવી ઓળખ મળશે અને કાર્યક્ષેત્ર માં નવી તકો મળશે.
- પરિણીત જીવન સુખમય પસાર થશે, જીવનસાથી ની સાથે સારું સમય પસાર કરવા ની તક મળશે.
- આરોગ્ય માટે શનિ નું ગોચર તમારા માટે ઘણું ફાયદાકારક છે.
- દરેક કાર્ય માં માતાપિતા નું ભરપૂર સાથ મળશે.
ઉપાય: તમને શનિવાર ના દિવસે શુભ શનિ યંત્ર ની પૂજા કરવી જોઈએ અને શનિવાર ના દિવસે ગરીબો ને મફત દવા વિતરણ કરવી જોઈએ.
અમે અપેક્ષા રાખીએ છે કે શનિ ગ્રહ ગોચર તમારા જીવન માં ખુશાલી અને તરક્કી લઈને આવશે. અમારી તરફ થી તમને હાર્દિક શુભકામનાઓ.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025