ફેબ્રુઆરી 2025
ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ફેબ્રુઆરી વર્ષ નો બીજો મહિનો હોય છે અને આ મહિનાની ખાસ વાત એ છે કે એનો અનોખો સમયગાળો.ગ્રેગોરિયન કેલેન્ડર માં ફેબ્રુઆરી 2025સૌથી નાનો મહિનો છે અને આમાં ખાલી 28 દિવસ આવે છે કે લિપ વર્ષ આવવા ઉપર ફેબ્રુઆરી માં 29 દિવસ આવે છે વૈદિક જ્યોતિષ માં ફેબ્રુઆરી મહિના નો પ્રેમ,પરિવર્તન અને વસંત ઋતુ ના આગમન ના રૂપમાં જાણવામાં આવે છે.
ફેબ્રુઆરી મહિના થી વસંત ઋરતું નું આગમન ચાલુ થાય છે અને મોસમ ની અંદર બદલાવ દેખાય છે.આ મહિનામાં ઘણા પવિત્ર તૈહવાર-વ્રત પણ આવે છે જેમકે માધ પુર્ણિમા અને શિવરાત્રી વગેરે.આ મહિનો શરદી પુરી થવાની સાથેજ અને વસંત ની શુરુઆત નું પ્રતીક છે.આ મહિનામાં દિવસ જાન્યુઆરી ની તુલનામાં થોડા લાંબા હોય છે.
જ્યોતિષશાસ્ત્ર માં ફેબ્રુઆરી ના મહિના ને ઉર્જા અને સંતુલન લાવવાનો સમય ના રૂપમાં જોવામાં આવે છે.ફેબ્રુઆરી નો મહિનો બહુ સુહાનો લાગે છે કારણકે આ સમયે મીઠી મીઠી ઠંડી રહે છે અને ઘણા લોકો એ જાણવા માટે ઉત્સુક હોય છે કે એમના માટે પ્યાર નો મહિનો કેવો રહેશે.લોકોના મનમાં આ મહિના ને લઈને ઘણા સવાલ આવે છે જેમકે એમની કારકિર્દી કેવી રહેશે,આરોગ્ય સારું રહેશે કે નહિ,પરિવારમાં ખુશી રહેશે કે તણાવ વગેરે.
ફેબ્રુઆરી ના આ લેખ માં તમને પોતાના બધાજ સવાલ નો જવાબ મળી જશે.એની સાથે આ લેખ માં આ જાણકારી પણ આપવામાં આવી છે જે ફેબ્રુઆરી માં ક્યાં ગ્રહ કઈ તારીખે ગોચર કરવાના છે અને ફેબ્રુઆરી માં કઈ તારીખો ઉપર બેન્ક ની રજાઓ અને લગ્ન મુર્હત ક્યાં છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
ફેબ્રુઆરી ને કઈ વાતો બનાવે છે સૌથી ખાસ.
એસ્ટ્રોસેજ ના આ લેખ માં તમને ફેબ્રુઆરી 2025 વિશે વિસ્તારપુર્વક જાણકારી મળશે.અહીંયા અમે તમને એ વાતો વિશે જણાવી રહ્યા છીએ કે જે ફેબ્રુઆરી ના મહિનાને ખાસ બનાવે છે.:
- આ લેખ માં જણાવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી માં જન્મ લેવાવાળા લોકોનું વ્યક્તિત્વ કેવું હોય છે.
- આ મહિનામાં ક્યારે-ક્યારે છે બેંક ની રજાઓ?
- ફેબ્રુઆરી 2025 માં ગ્રહ ક્યારે અને કઈ તારીખે કે કઈ રાશિમાં ગોચર કરશે?શું આ મહિને કોઈ ગ્રહણ લાગશે કે નહિ?આની જાણકારી પણ તમને મળશે.
- એની સાથે જાણીશું કે ફેબ્રુઆરી માં બધીજ 12 રાશિઓ નો હાલ કેવો રહેશે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
ફેબ્રુઆરી માં જન્મેલા લોકોમાં જોવા મળે છે આ ગુણ
જે લોકોની જન્મ ફેબ્રુઆરી માં થયો છે એ લોકો કંઈક અલગ વિચારે છે અને એના મગજ માં હંમેશા નવા-નવા વિચાર આવે છે.આનો સ્વભાવ જિજ્ઞાસુ હોય છે અને આ નવી અવધારણાઓ ની શોધ કરવાનું પસંદ કરે છે.
આ લોકોને આઝાદી થી રહેવાનું વધારે સારું લાગે છે.આ લોકો પોતાનો રસ્તો પોતે બનાવે છે અને સમાજ માં બનાવેલા નિયમો કે માનદંડ ઉપર ચાલવાનું આ લોકોને સારું નથી લાગતું.આ પરંપરાઓ ને ચુનોતી આપે છે.આ લોકો બહુ સમજદાર હોય છે અને એની અંદર સહાનુભુતિ કે દયાળુતા નો ભાવ પણ હોય છે.આ બીજા ની વાત સાંભળવામાં નિપુર્ણ હોય છે અને બીજા ના ભાવનાત્મક રૂપથી મદદ કરે છે.
Read in English : Horoscope 2025
આ મહિનામાં જન્મ લેવાવાળા લોકો આકર્ષક હોય છે અને આ લોકોના ઘણા મિત્રો હોય છે.આ લોકો બુદ્ધિમાન હોય છે જેનાથી ઘણા લોકો એના પ્રત્ય આકર્ષિત રહે છે.આ હસમુખ સ્વભાવ ના હોય છે જેનાથી સમાજમાં આ લોકોની લોકપ્રિયતા બને છે.આને બદલાવ ની સાથે તાલમેલ બેસાડવામાં કોઈ દિક્કત નથી આવતી અને આ ચુનોતીઓ નો સામનો કરવામાં સક્ષમ હોય છે.આ મુશ્કિલ સમય માં શાંત અને સંયમિત રહે છે.
ભાગ્યશાળી નંબર : 4, 5, 16, 90, 29
ભાગ્યશાળી કલર : મરૂન,બેબી ગુલાબી
ભાગ્યશાળી દિવસ : ગુરુવાર,શનિવાર
ભાગ્યશાળી પથ્થર : એમેથિસ્ટ
ફેબ્રુઆરી ની જ્યોતિષય હકીકત અને હિન્દુ પંચાંગ ની ગણતરી
ફેબ્રુઆરી ની શુરુઆત શતભિષા નક્ષત્ર ની અંદર શુક્લ પક્ષ ની ત્રીજી તારીખે થશે.ફેબ્રુઆરી 2025 મહિનાનો અંત પુર્વભાદ્રપદ નક્ષત્ર માં શુક્લ પક્ષ ની પ્રતિપદા તારીખ ઉપર થશે.
મફત ઓનલાઇન જન્મ કુંડળી સોફ્ટવેર થી જાણો પોતાની કુંડળી નો પુરો હિસાબ-કિતાબ
ફેબ્રુઆરી ના વ્રત અને તૈહવારો ની તારીખો
તારીખ | દિવસ | તૈહવાર કે વ્રત |
02 ફેબ્રુઆરી | રવિવાર | બસંત પંચમી |
02 ફેબ્રુઆરી | રવિવાર | સરસ્વતી પૂજા |
08 ફેબ્રુઆરી | શનિવાર | જયા એકાદશી |
09 ફેબ્રુઆરી | રવિવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
12 ફેબ્રુઆરી | બુધવાર | કુંભ સંક્રાંતિ |
12 ફેબ્રુઆરી | બુધવાર | માઘ પૂર્ણિમા વ્રત |
16 ફેબ્રુઆરી | રવિવાર | સંકષ્ટી ચતુર્થી |
24 ફેબ્રુઆરી | સોમવાર | વિજયા એકાદશી |
25 ફેબ્રુઆરી | મંગળવાર | પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
26 ફેબ્રુઆરી | બુધવાર | મહાશિવરાત્રી |
26 ફેબ્રુઆરી | બુધવાર | માસિક શિવરાત્રી |
27 ફેબ્રુઆરી | ગુરુવાર | ફાલ્ગુન અમાવસ્યા |
ફેબ્રુઆરી 2025 માં પડવાવાળા મહત્વપુર્ણ વ્રત અને તૈહવારો
ફેબ્રુઆરી ના મહિનામાં ઘણા વ્રત અને તૈહવાર આવે છે પરંતુ આમાંથી ઘણા મુખ્ય તૈહવાર છે જેના વિશે આગળ વિસ્તાર થી બતાવામાં આવ્યું છે.:
બસંત પંચમી : 02 ફેબ્રુઆરી, 2025 ના રોજ બસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. અભ્યાસ શરૂ કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતી અને કામદેવની પૂજા કરવામાં આવે છે. લગ્ન, ગૃહ ઉષ્ણતા, અન્નપ્રાશન, મુંડન અને નામકરણ સંસ્કાર વગેરે જેવા શુભ કાર્યો માટે બસંત પંચમી એ શુભ દિવસ છે.
જયા એકાદશી : જયા એકાદશી 8 ફેબ્રુઆરીએ છે. આખા વર્ષ દરમિયાન દર મહિને એકાદશી આવે છે અને આમ કુલ 24 એકાદશીઓ આવે છે. પંચાંગ અનુસાર દર વર્ષે માઘ માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થઈ શકે છે.
કુંભ સંક્રાંતિ : કુંભ સંક્રાંતિ 12 ફેબ્રુઆરી 2025 ના રોજ છે. એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ આવે છે અને દરેક સંક્રાંતિનું પોતાનું આગવું મહત્વ છે અને સૂર્ય દરેક રાશિમાં એક પછી એક સંક્રમણ કરે છે. આમ, તે લગભગ એક વર્ષમાં તેનું પરિભ્રમણ પૂર્ણ કરે છે, પરંતુ જ્યારે સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને કુંભ સંક્રાંતિ કહેવામાં આવે છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
સંકષ્ટિ ચતુર્થી : સંકષ્ટી ચતુર્થી વ્રત 16 ફેબ્રુઆરી, 2025 ના રોજ મનાવવામાં આવશે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે સંકષ્ટી ચતુર્થી પર ઉપવાસ અને પૂજા કરવાની પરંપરા છે. સંકષ્ટી ચતુર્થી એટલે સંકટ દૂર કરનારી ચતુર્થી. ભક્તો આ તિથિએ ભગવાન ગણેશની પૂજા કરીને તેમની મનોકામના પૂર્ણ કરે છે અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવે છે.
મહાશિવરાત્રી : 26 ફેબ્રુઆરી ના દિવસે મહાશિવરાત્રી ના તૈહવાર ઉજવામાં આવે છે.હિન્દુ ધર્મ માં આ તૈહવાર ને ધામધુમ થી ઉજવામાં આવે છે.માધ મહિનાની કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી તારીખ ના દિવસે મહાશિવરાત્રી મનાવામાં આવે છે.ત્યાં ઉત્તર ભારતીય પંચાંગ મુજબ ફાલ્ગુન મહિનો ની કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી ના દિવસે મહાશિવરાત્રી ઉજવામાં આવે છે.
ફાલ્ગુન અમાવસ્ય : 27 ફેબ્રુઆરી ના દિવાસી ફાલ્ગુન અમાવસ્ય આવે છે.હિન્દુ પંચાંગ મુજબ ફાલ્ગુન ના મહિનામાં આવનારી અમાવસ્ય ને ફાલ્ગુન અમાવસ્ય ના નામે ઓળખાવમાં આવે છે.આ દિવસે પિતૃ નું તર્પણ કરવા માટે બહુ શુભ માનવામાં આવે છે.દાન-પુર્ણ્ય કરવાની નજર થી આ દિવસ બહુ ખાસ હોય છે.
નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર થાય છે
ફેબ્રુઆરી 2025 માં આવનારી બેંક રજાઓ નું લિસ્ટ
તારીખ | રજા | રાજ્ય |
02 ફેબ્રુઆરી | બસંત પંચમી | હરિયાણા, ઓરિસ્સા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ |
12 ફેબ્રુઆરી | ગુરુ રવિદાશ જયંતી | હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ |
15 ફેબ્રુઆરી | લુઇ-નગાઈ ની | મણીપુર |
19 ફેબ્રુઆરી | છત્રપતિ શિવાજી મહારાજ જયંતી | મહારાષ્ટ્ર |
20 ફેબ્રુઆરી | રાજ્ય સ્થાપના દિવસ | અરુણાચલ પ્રદેશ, મિઝોરમ |
26 ફેબ્રુઆરી | મહાશિવરાત્રી | આ રાજ્યો સિવાય રાષ્ટ્રીય રજાઓ આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, ગોવા, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, પોંડિચેરી, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ |
28 ફેબ્રુઆરી | લોસાર | સિક્કિમ |
ફેબ્રુઆરી 2025 લગ્ન મુર્હત
તારીખ અને દિવસ | નક્ષત્ર | મુર્હત નો સમય |
02 ફેબ્રુઆરી, રવિવાર | ઉત્તરાભાદ્રપદ અને રેવતી | સવારે 09:13 થી બીજા દિવસે સવારે 07:09 સુધી |
03 ફેબ્રુઆરી, સોમવાર | રેવતી | સવારે 07:09 થી સાંજે 05:40 સુધી |
06ફેબ્રુઆરી, ગુરુવાર | રોહિણી | સવારે 07.29 થી બીજા દિવસે સવારે 07.08 સુધી |
07ફેબ્રુઆરી, શુક્રવાર | રોહિણી | સવારે 07:08 થી સાંજે 04:17 સુધી |
12 ફેબ્રુઆરી, બુધવાર | માધ | રાત્રે 01:58 થી સવારે 07:04 સુધી |
13ફેબ્રુઆરી, ગુરુવાર | માધ | 07:03 AM થી 07:31 મિનિટ સુધી |
14 ફેબ્રુઆરી, શુક્રવાર | ઉતરા ફાલ્ગુન | બપોરે 11:09 થી 07:03 સુધી |
15 ફેબ્રુઆરી, શનિવાર | ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત | બપોરે 11:51 થી 07:02 સુધી |
16ફેબ્રુઆરી, રવિવાર | હસ્ત | સવારે 07 થી 08.06 સુધી |
18 ફેબ્રુઆરી, મંગળવાર | સ્વાતિ | સવારે 09:52 થી બીજા દિવસે સવારે 07 વાગ્યા સુધી |
19ફેબ્રુઆરી, બુધવાર | સ્વાતિ | 06:58 AM થી 07:32 મિનિટ સુધી |
21ફેબ્રુઆરી, શુક્રવાર | અનુરાધા | સવારે 11:59 થી બપોરે 3:54 સુધી |
23 ફેબ્રુઆરી, રવિવાર | મૂળ | બપોરે 01:55 થી 06:42 સુધી |
25 ફેબ્રુઆરી, મંગળવાર | ઉત્તરાષધ | સવારે 08:15 થી સાંજે 06:30 સુધી |
ફેબ્રુઆરી માં પડવાવાળા ગ્રહણ અને ગોચર
ફેબ્રુઆરી 2025માં પડવાવાળા બેંક રજાઓ અને વ્રત-તૈહવાર ની સાચી તારીખો વિશે તમને વિસ્તારપુર્વક જાણકારી આપવા પછી અમે તમને આ મહિને થવાવાળા ગ્રહો નો ગોચર અને લાગવાવાળું ગ્રહણ વગેરે બતાવા જઈ રહ્યા છે.
ગુરુ માર્ગી : 04 ફેબ્રુઆરી, 2025 નાદિવસે ગુરુ મિથુન રાશિ માં માર્ગી થવા જઈ રહ્યો છે.વૈદિક જ્યોતિષ માં ગુરુ ગ્રહ ને ગુરુ નો કારક કહેવામાં આવે છે.આનો માર્ગી થવાનો પ્રભાવ બધીજ 12 રાશિઓ ઉપર જોવા મળે છે.
બુધ ગોચર : 11 ફેબ્રુઆરી, 2025 ના દિવસે બુધ ગ્રહ શનિ ની કુંભ રાશિમાં ગોચર કરશે.બુધ ને જ્યોતિષ માં બુદ્ધિ નો કારક કહેવામાં આવે છે.બુધ નો વેપાર ઉપર પણ ગહેરા પ્રભાવ પડે છે.
સુર્ય ગોચર : 12 ફેબ્રુઆરી, 2025 ના દિવસે સુર્ય દેવ કુંભ રાશિમાં ગોચર કરશે.સુર્ય દરેક મહિને રાશિ પરિવર્તન કરે છે.જ્યોતિષ માં સુર્ય ને સફળતા નો કારક માનવામાં આવે છે.
શનિ અસ્ત : 22 ફેબ્રુઆરી, 2025 ના દિવસે શનિ દેવ સ્વરાશિ કુંભ માં અસ્ત થવા જઈ રહ્યાં છે.શનિ નું અસ્ત થવા ઉપર બધીજ 12 રાશિઓ ના જીવન માં ઉતાર-ચડાવ જોવા મળશે.
મંગળ માર્ગી : 24 ફેબ્રુઆરી, 2025 ના દિવસે મંગળ ગ્રહ બુધ ની રાશિ મિથુન માં માર્ગી થવા જઈ રહ્યો છે.મંગળ ને આક્રમકતા અને સાહસ નો કારક કહેવામાં આવે છે.
બુધ ઉદય : 26 ફેબ્રુઆરી, 2025 ના દિવસે બુધ ગ્રહ કુંભ રાશિ માં ઉદય થશે.બુધ નો ઉદય થવા ઉપર 12 રાશિઓ માંથી કોઈના માટે આ બદલાવ સકારાત્મક સાબિત થશે,તો ઘણા લોકોને નકારાત્મક પરિણામ મળી શકે છે.
બુધ ગોચર : 27 ફેબ્રુઆરી, 2025 ના દિવસે બુધ ગ્રહ મીન રાશિમાં ગોચર કરશે.ફેબ્રુઆરી માં બુધ ગોચર ની દ્રષ્ટિ થી બહુ મહત્વપુર્ણ રહેવાનું છે.
નોંધ : ગોચર પછી ગ્રહણ ની વાત કરીએ તો વર્ષ 2025 માં ફેબ્રુઆરી મહિનામાં કોઈપણ ગ્રહણ નથી લાગવા જઈ રહ્યું છે.
બધીજ 12 રાશિઓ માટે ફેબ્રુઆરી 2025 નું રાશિફળ
મેષ રાશિ
તમારે આ મહિને મિશ્રણ પરિણામ મળવાની ઉમ્મીદ છે.તમારે કારકિર્દી માં સફળતા મળશે.તમને સરકારી જગ્યા એ લાભ નો યોગ છે અને તમારી આવક માં વધારો થશે.
કારકિર્દી : કાર્યક્ષેત્ર માં તમારી સમજદારી અને બુદ્ધિમાની પ્રશંશા થશે.આ મહિને બહુ વધારે કામ નું દબાવ તમારી ઉપર થઇ શકે છે.વેપારીઓ ને વિદેશી સંપર્ક નો લાભ મળશે.
શિક્ષણ : બહુ વધારે મેહનત કર્યા પછી વિદ્યાર્થી ને સારા પરિણામ મળશે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી ને કઠિન પ્રયાસ કરવાની જરૂરત છે.
પારિવારિક જીવન : આ મહિને પારિવારિક જીવન ખુશહાલ રહેશે.પરિવાર ના સદસ્ય ની વચ્ચે આપસી તાલમેલ સારો રહેવાનો છે.
પ્રેમ અને લગ્ન જીવન : મેષ રાશિના લોકોને આ મહિને પ્યાર ની પરીક્ષા દેવી પડશે.એકબીજા સાથે કહાસુની થઇ શકે છે.શાદીશુદા લોકોના જીવન ની વાત કરીએ તો તમને તમારા પાર્ટનર ની સાથે રોમેન્ટિક સમય પસાર કરવાનો મોકો મળશે.
આર્થિક જીવન : તમારા ખર્ચા માં વધારા થવાના સંકેત છે.પરંતુ,તમે પૈસા ની બચત કરવામાં સક્ષમ હસો.
આરોગ્ય : તમે સંક્રમણ ની ચપેટ માં આવી શકો છો.તમે તમારા આરોગ્યને લઈને પરેશાન થઇ શકો છો.
ઉપાય : તમારે બુધવાર ના દિવસે સાંજના સમયે કાળા તિલ નું દાન કરવું જોઈએ.
વૃષભ રાશિ
આ રાશિના લોકો માટે ફેબ્રુઆરી નો મહિનો અનુકુળ રહેવાનો છે.ફેબ્રુઆરી 2025 માં પરંતુ,તમને તમારા કાર્યક્ષેત્ર માં સંભાળીને ચાલવાની જરૂરત છે.ઓફિસમાં તમારી કોઈની સાથે બહેસ થઇ શકે છે.તમારી નિર્ણય લેવાની આવડત સારી થઇ જશે.તમારી નિર્ણય લેવાની આવડત સારી થઇ જશે.તમે સારું વિચારી શકશો અને લોકો માટે સારું કરી શકશે.
કારકિર્દી : તમે કામમાં બહુ મેહનત કરશે પરંતુ તમને પોતાની મેહનત નું ફળ નહિ મળી શકે.વેપારીઓ માટે આ મહિનો સારો છે.તમને તમારા વેપાર થી સારો લાભ થશે.
શિક્ષણ : આ મહિને વિદ્યાર્થી કે અભ્યાસ માં બિલકુલ મન નહિ લાગે કે જરૂરત થી વધારે મન લગાડશે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી ને સફળતા મળવાનો યોગ છે.
પારિવારિક જીવન : પરિવારમાં મુશ્કેલી આવવાની આશંકા છે.તમે તમારા કામમાં આટલા વધારે વ્યસ્ત રેહશો કે પરિવારને બિલકુલ સમય નહિ આપી શકો.
પ્રેમ અને લગ્ન જીવન : તમારી સાથે પ્યારમાં ધોખો થવાની આશંકા છે.તમારા બનેં ની વચ્ચે ગલતફેમી અને શક પેદા થઇ શકે છે.
આર્થિક જીવન : તમારી આવકમાં જબરજસ્ત નફો જોવા મળશે.તમારી આર્થિક સ્થિતિ માં નિરંતર સુધારો આવશે.
આરોગ્ય : તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પ્રત્ય સાવધાની રાખવી જોઈએ.તમને પેટ નું સંક્રમણ અને પેટ નો દુખાવો,અપચ,એસીડીટી ની સમસ્યા થઇ શકે છે.
ઉપાય : તમારે શુક્રવાર ના દિવસે શ્રી લક્ષ્મી નારાયણ જી ની પુજા કરો.
મિથુન રાશિ
આ મહિનો મિથુન રાશિના લોકો માટે ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે.ગુસ્સા ના કારણે કાર્યક્ષેત્ર થી લઈને નિજી જીવનમાં સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
કારકિર્દી : કાર્યક્ષેત્ર માં સહકર્મીઓ ની સાથે તમારો વેવહાર સારો રહેવાનો છે.27 તારીખ પછી તમારી કાર્યસ્થળ ઉપર કોઈની કહાસુની થઇ શકે છે.
શિક્ષણ : વિદ્યાર્થીઓ ને શિક્ષણ માં ઉચ્ચ સફળતા મળવાના યોગ છે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી જરૂર સફળ થશે.
પારિવારિક જીવન : તમારા પારિવારિક સુખ માં કમી આવી શકે છે.પરિવારના વૃદ્ધ લોકોને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.
પ્રેમ અને લગ્ન જીવન : તમે પોતાના પાર્ટનર ની સાથે ખુશ રેહશો અને આનંદમય સમય પસાર કરશો.મહિનાની શુરુઆત માં થોડી સમસ્યાઓ આવી શકે છે.
આર્થિક જીવન : આ મહિને તમારા ખર્ચ માં વધારો જોવા મળી શકે છે.પરંતુ,તમે તમારી જરૂરતો ને આસાનીથી પુરી કરી શકશો.
આરોગ્ય : તમને આરોગ્ય સમસ્યા વારંવાર પરેશાન કરશે.તમને બીપી,ચામડીને લગતી સમસ્યા,કોઈ એલર્જી થવાની આશંકા છે.
ઉપાય : તમારે બુધ ગ્રહના બીજ મંત્ર નો દરરોજ જાપ કરવો જોઈએ.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોના ખર્ચ માં વધારો જોવા મળી શકે છે પરંતુ ફેબ્રુઆરી 2025 માં તમારી આવકમાં પણ વધારો થશે આ મહિનો મોજ મસ્તી માં પણ જઈ શકે છે.
કારકિર્દી : આ મહિને તમારે કામકાજ માટે ભાગદોડ પણ કરવી પડી શકે છે.તમારા પગાર માં વધારો થઇ શકે છે.
શિક્ષણ : વિદ્યાર્થીઓ ને વિદેશમાં જઈને અભ્યાસ કરવામાં સફળતા મળી શકે છે.મેહનત થી તમે અભ્યાસ માં પોતાના પ્રદશન ને સારું કરી શકશો.
પારિવારિક જીવન : પરિવારના લોકોની વચ્ચે સ્નેહ બનેલો રહેશે.પરિવારના લોકો એકબીજા ની સાથે સારો સમય પસાર કરશે.
પ્રેમ અને લગ્ન જીવન : તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે થોડી દુરી આવી શકે છે.તમે તમારા પ્રેમી સાથે લગ્ન વિશે વાત કરી શકો છો.
આર્થિક જીવન : તમારા માટે આ મહિનો ખર્ચા થી ભરેલો રહેશે.ખર્ચ ને સંભાળવો તમારા માટે મુશ્કિલ હોય શકે છે.તમારા માટે પૈસા ના નુકશાન નો યોગ પણ બની રહ્યો છે.
આરોગ્ય : તમે માનસિક તણાવ નો શિકાર થઇ શકો છો.કસરત કરો અને સવાર ની સવારી કરો.નવી દિનચર્યા અપનાવાથી પણ ફાયદો થશે.
ઉપાય : ગુરુવાર ના દિવસે બ્રાહ્મણો ને ભોજન દાન કરો.
સિંહ રાશિ
આ મહિને આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે.શાદીશુદા સબંધ માટે આ સમય ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે.
કારકિર્દી : કાર્યક્ષેત્ર માં ઉતાર ચડાવ ની સ્થિતિ બની રહી શકે છે.તમારું ધ્યાન કામમાંથી હટી શકે છે.વેપારીઓ ને લાંબાગાળા ની યોજનાથી લાભ થઇ શકે છે.
શિક્ષણ : તમે જે સીખેલું અને વાંચેલું છે એજ તમને કામ આવશે.તમે તમારા ગુસ્સા ને નિયંત્રણ માં રાખો.
પારિવારિક જીવન : પરિવારના લોકોની વચ્ચે સંપત્તિ અને કોઈ બીજા મુદ્દા ને લઈને કહાસુની થઇ શકે છે.
પ્રેમ અને લગ્ન જીવન : તમારા પ્રેમ સબંધો માં ઉતાર-ચડાવ આવવાની આશંકા છે.તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે વારંવાર ઝગડા થઇ શકે છે.
આર્થિક જીવન : તમને પૈસા ભેગા કરવામાં સમસ્યા થઇ શકે છે.તમારે આ દરમિયાન કોઈપણ પ્રકારના રોકાણ કરવાથી બચવું જોઈએ.
આરોગ્ય : તમારી આરોગ્ય સમસ્યા માં વધારો થઇ શકે છે.ખોટું ખાવાપીવા અને દિનચર્યા ના કારણે આરોગ્ય સમસ્યા થવાની આશંકા છે.
ઉપાય : શુક્રવાર ના દિવસે નાની છોકરીઓ ને કંઈક સફેદ ખાવાની વસ્તુ ભેટ આપો.
કન્યા રાશિ
તમારા લગ્ન જીવનમાં ઉતાર ચડાવ આવવાની આશંકા છે.ફેબ્રુઆરી 2025 માંતમારું આરોગ્ય શિથિલ થઇ શકે છે.તમારી અને તમારા બાળક ના બુદ્ધિમાં વધારો થશે અને તમારી નિર્ણય લેવાની આવડત માં વધારો થશે.
કારકિર્દી : તમને ઉન્નતિ મળી શકે છે.તમારા સબંધ કંઈક એવા લોકો સાથે બનશે જે આગળ જઈને તમારા વેપારને વધારવામાં મદદ કરી શકે છે.
શિક્ષણ : તમને શિક્ષણમાં બહુ સારા પરિણામ મળવાની સંભાવના છે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી ને જબરજસ્ત સફળતા મળી શકે છે.
પારિવારિક જીવન : પરિવારની ચલ અચલ સંપત્તિમાં વધારો થશે.આ સમયે બાળક ની પ્રગતિ થશે અને તમારા ભાઈ-બહેન ની સમસ્યા પણ પુરી થશે.
પ્રેમ અને લગ્ન જીવન : તમે પોતાના પાર્ટનર ની સાથે કોઈ જગ્યા એ ફરવા જઈ શકો છો.શાદીશુદા લોકો માટે આ મહિનો ઉતાર ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.
આર્થિક જીવન : તમારી આવકમાં હંમેશા વધારો જોવા મળી શકે છે.કાર્યક્ષેત્ર માં વધારો હોવાના કારણે તમારા માટે પૈસા ના પ્રાપ્તિ નો યોગ બનશે.
આરોગ્ય : તમારે આરોગ્ય સમસ્યા ને નજરઅંદાજ કરવાથી બચવું જોઈએ કારણકે થોડી પણ લાપરવાહી તમને પરેશાની માં નાખી શકે છે.
ઉપાય : તમારે બુધ ગ્રહના બીજ મંત્ર નો જાપ કરવો જોઈએ.
તુલા રાશિ
તુલા રાશિના લોકોને પોતાના આરોગ્ય ઉપર મહિનાની શુરુઆત થી લઈને છેલ્લે સુધી ધ્યાન દેવાની જરૂરત છે.તમારા ખર્ચ પણ વધવાની સંભાવના છે.
કારકિર્દી : તમને કાર્યક્ષેત્ર માં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.તમારે બહુ મેહનત કરવી પડશે.તમારી નોકરીમાં બદલાવ નો યોગ બની રહ્યો છે.
શિક્ષણ : તમારે અનુશાશન માં રહીને ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસ કરવાની સલાહ દેવામાં આવે છે.તમને તમારી ભુલો નો અહેસાસ થશે અને તમે આ ભુલો ને દુર કરીને આગળ વધવાનો પ્રયાસ કરશો.
પારિવારિક જીવન : પારિવારિક જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દુર થશે.તમને વડીલો ના આર્શિવાદ ની સાથે સાથે એમનું માર્ગદર્શન પણ મળશે.
પ્રેમ અને લગ્ન જીવન : તમે એકબીજા ને સમજશો અને એકબીજા ના જીવનમાં યોગદાન દેવાનો પ્રયાસ કરશો.તમારા પ્રેમ સબંધ ને મજબુત થવાનો મોકો મળશે.
આર્થિક જીવન : તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે અને તમને પૈસા મળતા રહેશે.તમારી આવકમાં વધારો થશે.
આરોગ્ય : તમારી શારીરિક સમસ્યાઓ માં વધારો થવાના સંકેત છે.આ મહિને તમને પેટ સાથે જોડાયેલા રોગો,અપચ,એસીડીટી,પાચન તંત્ર ને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.
ઉપાય : તમારે દરરોજ માં દુર્ગા ની ઉપાસના કરવી જોઈએ.
વૃશ્ચિક રાશિ
આ મહિને તમને શારિરીક સમસ્યાઓ પ્રત્ય સતર્ક રેહવું જોઈએ.ફેબ્રુઆરી 2025 માંવાહન સાવધાની થી ચલાવો.પારિવારિક અને લગ્ન સબંધ સુધરશે.
કારકિર્દી : કાર્યક્ષેત્ર માં તમારી બુદ્ધિમાની ના વખાણ થશે.તમને તમારા સહકર્મીઓ નો સહયોગ મળશે.
શિક્ષણ : અભ્યાસમાં તમારું ધ્યાન ઓછું લાગશે.એનાથી તમને નુકશાન થઇ શકે છે.મિત્રો ની સાથે હરવું-ફરવું,મનોરંજન અને સોસીયલ મીડિયા ઉપર સમય પસાર કરવો,તમને વધારે પસંદ આવશે.
પારિવારિક જીવન : તમારી માં ના આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે અને એમને થોડી પરેશાની થઇ શકે છે.એનાથી તમારી માનસિક ચિંતાઓ વધશે.
પ્રેમ અને લગ્ન જીવન : તમારો પ્યાર પરવાના ચડશે.તમે એકબીજા સાથે બહુ વધારે સમય પસાર કરશો.તમારો પ્રેમ લગ્ન નો યોગ પણ બની શકે છે.
આર્થિક જીવન : તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે અને તમારી આવકમાં વધારો જોવા મળી શકે છે.તમને શેર માર્કેટ માં રોકાણ કરવાથી સારો નફો મળી શકે છે.
આરોગ્ય : તમને છાતીમાં સંક્રમણ કે પેટ સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે.તમારી સાથે કંઈક દુર્ઘટના કે લાગવાની આશંકા છે.
ઉપાય : શનિવાર ના દિવસે અપંગ લોકોને ભોજન કરાવો.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
ધનુ રાશિ
તમારે આ મહિને પોતાના કાર્યક્ષેત્ર માં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે.પારિવારિક સ્તર ઉપર ઘણી બધી ચુનોતીઓ તમારું મનોબળ પાડવાની કોશિશ કરશે.
કારકિર્દી : તમને વચ્ચે વચ્ચે સારા સમાચાર મળશે પરંતુ તમારા વિરોધી તમને પરેશાન કરી શકે છે.વેપારી લોકો સાથે ગુસ્સાવાળો વેવહાર કરી શકો છો,જે એમના વેપાર માટે અનુકુળ નથી.
શિક્ષણ : તમે હિમ્મત અને મેહનત થી શિક્ષણ માં મનપસંદ પરિણામ મેળવી શકશો.ઉચ્ચ શિક્ષણ લઇ રહેલા વિદ્યાર્થી માટે સફળતા મળવાના યોગ છે.
પારિવારિક જીવન : તમારા માટે નવી ગાડી,નવી મિલકત ખરીદવાના યોગ બનશે.પરિવારના લોકોની વચ્ચે આપસી તાલમેલ માં કમી જોવા મળી શકે છે.
પ્રેમ અને લગ્ન જીવન : તમારા માટે પ્રેમ લગ્ન નો યોગ બની રહ્યો છે.તમારા જીવનસાથી પરિવારમાં પોતાનું યોગદાન આપશે.તમારા જીવનસાથી ને આરોગ્ય સમસ્યા પરેશાન પણ કરી શકે છે.
આર્થિક જીવન : તમારી આર્થિક સ્થિતિ માં ઉતાર-ચડાવ બની રહેવાનો છે.તમને પૈસા ભેગા કરવામાં સફળતા મળી શકે છે.
આરોગ્ય : તમારી આરોગ્ય સમસ્યા માં વધારો થઇ શકે છે.તમને પેટ સાથે જોડાયેલી સમસ્યા,અપચ,એસીડીટી,આમાશય જનિત સમસ્યા,પાચન તંત્ર સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે.
ઉપાય : તમને ભગવાન વિષ્ણુ ની ઉપાસના કરવી જોઈએ.
મકર રાશિ
તમારે નાની નાની યાત્રાઓ કરવી પડી શકે છે.ફેબ્રુઆરી 2025 માંતમારા મિત્રો થી તમારી ધનિષ્ટ વધશે.આર્થિક રૂપથી આ મહિનો તમારા માટે ઠીક-થાક રહેવાનો છે.
કારકિર્દી : તમે તમારા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે પ્રોપર્ટી વગેરે ખરીદશો.એની સાથે તમારા સબંધ મધુર થશે.એનાથી તમારા પ્રદશન માં સુધારો આવવાની સંભાવના છે.
શિક્ષણ : તમે શિક્ષણ માં પોતાના પ્રયાસો ને વધારશો અને એનાથી તમને પરીક્ષા માં અનુકુળ પરિણામ મળશે.તમને શિક્ષણ માં સારું પ્રદશન કરવાનો મોકો મળશે.
પારિવારિક જીવન : પરિવારમાં ઝગડા અને કલેસ ની સ્થિતિ ઉભી થઇ શકે છે.તમારી માં ને આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.
પ્રેમ ને લગ્ન જીવન : તમે તમારા જીવનસાથી ના પ્યારમાં રંગાયેલા જોવા મળશો.પોતાના પ્રેમીના જ્ઞાન થી તમને ઘણી બધું શીખવા અને સમજવા મળશે.
આર્થિક જીવન : તમારા ખર્ચ કાબુમાં રહેશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ ને મજબુતી મળશે.તમે વધારે પૈસા ની બચત કરી શકશો.
આરોગ્ય : તમારી અંદર બીમારીઓ સાથે લડવાની શક્તિ અનેઆવડત આવશે.તમને જુની બીમારીઓ થી પણ છુટકારો મળશે.
ઉપાય : શુક્રવાર ના દિવસે માતા મહાલક્ષ્મી જી ની પુજા અર્ચના કરો.
કુંભ રાશિ
તમને આરોગ્ય સમસ્યા અને કામો માં મોડું થઇ શકે છે. આ દરમિયાન પૈસા નો લાભ પણ થશે અને તમારા પૈસા ખર્ચ પણ થશે.
કારકિર્દી : તમારી નોકરી જઈ શકે છે કે પછી તમને નવી નોકરી મળી શકે છે.તમે તમારી નોકરીમાં બહુ મેહનત કરશો.તમારા સહકર્મી પણ તમને મદદ કરશે.
શિક્ષણ : આ મહિને વિદ્યાર્થી માનસિક રૂપથી અવસાદ થી દુર રહેશે અને કોઈપણ પ્રકારનો ગુસ્સો કરવાથી બચો નહીતો શિક્ષણ માં ઉતાર-ચડાવ ની સ્થિતિ બની શકે છે.
પારિવારિક જીવન : પરિવારના લોકો અંદર અંદર હળીમળીને રહેશે.તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે.
પ્રેમ અને લગ્ન જીવન : તમારા પ્રેમ સબંધો માં તણાવ અને ટકરાવ ની સ્થિતિ બની શકે છે.તમે તમારા પાર્ટનર પાસેથી દુરીઓ ઓછી કરવાની કોશિશ કરશો.
આર્થિક જીવન : તમારા ખર્ચ માં વધારો થશે.તમે તમારા બાળક ઉપર કે એમના શિક્ષણ ઉપર પૈસા ખર્ચ કરી શકો છો.શાદીશુદા લોકોનાંપાન ખર્ચ વધશે.
આરોગ્ય : તમને આંખ સાથે સબંધિત સમસ્યાઓ,ચામડીને લગતી સમસ્યાઓ,અને કોઈપણ પ્રકારના સંક્રમણપરેશાન કરી શકે છે.
ઉપાય : રાહુના ખરાબ પ્રભાવ ને ઓછો કરવા માટે માં દુર્ગા જી ની પુજા કરવી જોઈએ.
મીન રાશિ
મીન રાશિ વાળા માટેફેબ્રુઆરી 2025ચુનોતીઓ નો સામનો કરવા માટે તત્પર રહેશે.તમારે અને તમારા પાર્ટનર ની વચ્ચે દુરીઓ ઓછી થશે.પરંતુ,લગ્ન જીવન ઉતાર-ચડાવ થી ભરેલું રહેશે.
કારકિર્દી : તમને તમારા વરિષ્ઠ અધિકારીઓ ની મદદ મળશે અને તમારા કામના વખાણ પણ થશે.કાર્યક્ષેત્ર માં તમારી સ્થિતિ સારી રહેશે.
શિક્ષણ : વિદ્યાર્થીઓ આ સમયે આળસી થવાથી બચવું જોઈએ અને બહુ મેહનત કરવી જોઈએ.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી માટે આ મહિનો બહુ કામનો છે.
પારિવારિક જીવન : તમારી માતા ને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે અને પરિવાર નો માહોલ પણ ખરાબ થઇ શકે છે.
પ્રેમ અને લગ્ન જીવન : તમારું પ્રેમ સબંધ મજબુત થશે.શાદીશુદા લોકો માટે આ મહિનો કમજોર રહેવાનો છે.અંદર-અંદર લડાઈ-ઝગડા ની સ્થિતિ બની શકે છે.
આર્થિક જીવન : તમારા માટે વિદેશી માધ્યમ થી પૈસા ની પ્રાપ્તિ ના યોગ છે.વેપાર થી પૈસા નો લાભ થઇ શકે છે.
આરોગ્ય : તમારે આખો મહિનો આળસ થી દુર રહેવાનું છે.આ મહિને તમને કોઈ વિષ્ણુ જનિત સમસ્યા પરેશાન કરી શકે છે.
ઉપાય : તમારે કોઈ મંદિર માં મંગળવાર ના દિવસે ધજા ચડાવી જોઈએ.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. ફેબ્રુઆરી માં આવનારી સંક્રાંતિ ને શું કહે છે?
આને કુંભ સંક્રાંતિ કહે છે.
2. ફેબ્રુઆરી માં કયો તૈહવાર પડે છે?
આ મહિને મહાશિવરાત્રી નો તૈહવાર પડશે.
3. શું ફેબ્રુઆરી મહિનામાં લગ્ન માટે મુર્હત છે?
હા,ફેબ્રુઆરી માં લગ્ન માટે મુર્હત છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025