હોળી 2024 ના ઉપાય અને પૂજા વિધિ
હોળી સનાતન ધર્મ નો સાંસ્કૃતિક,ધાર્મિક અને પારંપરિક તૈહવાર છે.હિન્દુ ધર્મ માં દરેક મહિનાની પુર્ણિમા નું ખાસ મહત્વ છે અને આ કોઈના કોઈ તૈહવાર ના રૂપમાં મનવામાં આવે છે.તૈહવાર ના આ ક્રમ ને હોળી 2024 ,વસંતોસવ ના રૂપમાં દર મહિને ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા ના દિવસે ઉજવામાં આવે છે.એટલે આ તૈહવાર શરદી ના અંત અને વસંત ઋતુ ના આગમન નું પ્રતીક છે.આખા ભારત માં આ તૈહવાર ની એક અલગ જ જશ્ન અને ઉત્સાહ જોવા મળે છે.હોળી ભાઈચારો,અંદર નો પ્રેમ અને સદભાવના નો તૈહવાર છે.આ દિવસે લોકો એકબીજા ના રંગોમાં રંગાય જાય છે.ઘરમાં ઘણા પ્રકારના પકવાન બને છે આ દિવસે.લોકો એકબીજા ને ઘરે જઈને કલર અને ગુલાલ લગાડે છે અને હોળી ની શુભકામના આપે છે.આ વર્ષે હોળી ઉપર પહેલું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે એટલા માટે આ તૈહવાર ની રોનક ઉપર આની અસર પડી શકે છે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
તો ચાલો આગળ વધીએ અને એસ્ટ્રોસેજ ના આ લેખમાં જાણીએ વર્ષ 2024 માં હોળી 2024 નો તૈહવાર કયા દિવસે મનાવામાં આવે છે એના સિવાય,એ દિવસે કરવામાં આવતા ઉપાય અને રાશિ મુજબ કયા પ્રકારના કલરનો ઉપયોગ કરવો જોઈએ અને ઘણી બધી મહત્વપુર્ણ જાણકારી ની વિશે વાત કરીશું.
આ પણ વાંચો : રાશિફળ 2024
હોળી 2024: તારીખ અને મુર્હત
ફાલ્ગુન શુક્લ પક્ષ ની પુર્ણિમા તારીખ ચાલુ: 24 માર્ચ 2024 ની સવારે 09 વાગીને 57 મિનિટ થી
પુર્ણિમા તારીખ પુરી: 25 માર્ચ 2024 ની બપોરે 12 વાગીને 32 મિનિટ સુધી
અભિજીત મુર્હત : બપોરે 12 વાગીને 02 મિનિટ થી બપોરે 12 વાગીને 51 મિનિટ સુધી
હોળીને સળગાવાનું મુર્હત : 24 માર્ચ 2024 ની રાતે 11 વાગીને 15 મિનિટ થી 25 માર્ચ ની રાતે વચ્ચે 12 વાગીને 23 મિનિટ સુધી
સમય : 1 કલાક 7 મિનિટ
રંગ વાળી હોળી : 25 માર્ચ 2024, સોમવાર
ચંદ્ર ગ્રહણ નો સમય
આ વર્ષે 100 વર્ષ પછી હોળી 2024 ઉપર ચંદ્ર ગ્રહણ લાગી રહ્યો છે.આ ચંદ્ર ગ્રહણ ની શુરુઆત 25 માર્ચ ની સવારે 10 વાગીને 23 મિનિટ સુધી થશે.ત્યાં એનો અંત બપોરે 03 વાગીને 02 મિનિટ પર થશે.આ ચંદ્ર ગ્રહણ ભારત માં નહિ દેખાય,જેના કારણે આનો સુતક કાળ પણ માન્ય નહિ રહે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
હોળી માટે પુજા ની વસ્તુઓ અને પુજા વિધિ
- હોળીના દહન પછી રંગો નો તૈહવાર હોળી ને ઉજવામાં આવે છે. હોળી ના દિવસે ભગવાન વિષ્ણુ ની પુજા કરવી બહુ શુભ માનવામાં આવે છે.
- આના માટે સવારે ઉઠીને નાહવા વગેરે કામો માંથી નવરા થઇ જાવ.
- એના પછી તમારા આરાધ્ય દેવ અને ભગવાન વિષ્ણુ ની વિધિ વિધાન થી પુજા કરો.
- એમને અબીર,ગુલાલ અને કેળા ના ફળ ચડાવો.
- એના પછી આરતી કરો અને હોળી 2024 ના દહન ની વાર્તા વાંચો.
- પછી સૌથી પેહલા ઘરના લોકોને રંગ લગાવો અને વડીલો નો આર્શિવાદ લો.
- આ રીતે પુજા પુરી કરો અને પછી બધા સાથે હોળી રમો.
આ દેશો માં પણહોળી 2024ને ધુમધામ થી મનાવામાં આવે છે
આ તો આપણે બધાજ જાણીએ છીએ કે હોળી 2024 નો તૈહવાર ભારત માં ધુમધામ થી ઉજવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ભારત સિવાય પણ ઘણા દેશ છે જ્યાં,હોળીના તૈહવાર ને બહુ ધામધુમ થી ઉજવામાં આવે છે.તો ચાલો જાણીએ કે આ રંગો ના તૈહવાર હોળીને ભારત સિવાય બીજા કયાં કયાં દેશોમાં ઉજવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે જ્યાં ભારતની જેમ હોળી નો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ રંગોનો આ તહેવાર દર વર્ષે નહીં પરંતુ દર બે વર્ષમાં એકવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર તરબૂચ ઉત્સવ તરીકે ઓળખાય છે. નામ સૂચવે છે તેમ, અહીંના લોકો હોળી રમવા અને એકબીજા પર તરબૂચ ફેંકવા રંગોને બદલે તરબૂચનો ઉપયોગ કરે છે.
મળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકામાં પણ હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં પણ ભારતની જેમ હોલિકા દહનની ઉજવણી કરવામાં આવે છે, રંગો વગાડવામાં આવે છે અને હોળીના ગીતો ગાવામાં આવે છે. હકીકતમાં, આફ્રિકામાં રહેતા ભારતીય સમુદાયના ઘણા લોકો આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.
અમેરિકા
અમેરિકામાં હોળીને 'રંગોના તહેવાર' તરીકે ઓળખવામાં આવે છે અને અહીં પણ ભારતની જેમ હોળી ખૂબ જ ધામધૂમથી રમવામાં આવે છે. આ તહેવાર દરમિયાન લોકો એકબીજા પર રંગબેરંગી રંગો ફેંકે છે અને ડાન્સ કરે છે.
થાઈલેન્ડ
થાઈલેન્ડમાં હોળીના તહેવારને સોંગક્રાન તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા પર રંગ તેમજ ઠંડુ પાણી રેડે છે.
ન્યૂઝીલેન્ડ
ન્યુઝીલેન્ડમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ તહેવારને વનાકા તરીકે ઓળખવામાં આવે છે. ન્યુઝીલેન્ડના જુદા જુદા શહેરોમાં આ તહેવાર ઉજવવાનો રિવાજ છે. આ તહેવારની ઉજવણી કરવા માટે લોકો પાર્કમાં ભેગા થાય છે અને એકબીજાના શરીર પર રંગો લગાવે છે. ઉપરાંત, તેઓ એકબીજા સાથે ગાય છે અને નૃત્ય કરે છે.
જાપાન
જાપાનમાં તે માર્ચ અને એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે. વાસ્તવમાં, આ મહિનામાં, ચેરીના ઝાડ ખીલવા લાગે છે અને લોકો તેમના પરિવારના સભ્યો સાથે ચેરીના બગીચામાં બેસીને ચેરી ખાય છે અને એકબીજાને અભિનંદન આપે છે. આ તહેવાર ચેરી બ્લોસમ તરીકે ઓળખાય છે.
ઇટલી
ભારતની જેમઇટલી માંપણ હોળી નો તહેવાર ઉજવવામાં આવે છે. ફરક માત્ર એટલો જ છે કે લોકો એકબીજા પર રંગો લગાવવાને બદલે એક બીજા પર નારંગી ફેંકે છે અને એકબીજા પર નારંગીનો રસ રેડે છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
મોરેશિયસ
મોરેશિયસમાં, હોળીની ઉજવણી બસંત પંચમીના દિવસથી શરૂ થાય છે અને લગભગ 40 દિવસ સુધી ચાલુ રહે છે. લોકો એકબીજા પર રંગો ફેંકે છે. ભારતની જેમ, અહીં હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન થાય છે.
હોળી સાથે જોડાયેલી પ્રચલિત વાર્તાઓ
હોળી સાથે જોડાયેલી ઘણી પ્રચલિત વાર્તાઓ છે,જે આ પ્રકારે છે:
ભક્ત પ્રહલાદ ની વાર્તા
હિન્દુ ધર્મ મુજબ, હોળી 2024 નું દહન મુખ્ય રૂપથી ભક્ત પ્રહલાદ ની યાદમાં કરવામાં આવે છે.ભક્ત પ્રહલાદ રાક્ષશ કુળ માં જન્મેલો હતો પરંતુ એ ભગવાન વિષ્ણુ નો બહુ મોટો ભક્ત હતો.તેમના પિતા હિરણ્યકશિપુ, જે રાક્ષસ કુળના રાજા હતા અને ખૂબ શક્તિશાળી હતા. પોતાના પુત્રની ભગવાન પ્રત્યેની ભક્તિ જોઈને હિરણ્યકશ્યપ ખૂબ જ ગુસ્સે થઈ ગયો, તેને પોતાના પુત્રની આ ભક્તિ પસંદ ન આવી અને તેના કારણે હિરણ્યકશ્યપે પ્રહલાદને અનેક પ્રકારની ભયંકર તકલીફો આપી.એમની ફય હોલિકા જેને એવા કપડાં વરદાન માં મળેલા હતા જેને પહેરીને આગમાં બેસવાથી એને આગ નહિ સળગાવી શકે.હોલિકા ભક્ત પ્રહલાદ ને મારવા માટે એને પોતાના ખોળામાં લઈને આગમાં બેસી ગયી તેથી એને મારી શકે.પરંતુ ભગવાન વિષ્ણુ ની કૃપાથી હોલિકા એ આગમાં ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ બચી ગયો.એટલા માટે આ તૈહવાર ને બુરાઈ ઉપર સારા ની જીત ના કારણે બહુ ધુમધામ થી મનવામાં આવે છે.
રાધા-કૃષ્ણ ની હોળી
હોળીનો તૈહવાર શ્રી કૃષ્ણ અને રાધા રાણી ના પ્રેમ નો અતુટ પ્રતીક છે.જુની વાર્તા મુજબ,પહેલાના સમયમાં ભગવાન કૃષ્ણ અને રાધા ની બારસાવા થી હોળીની સાથે આ તૈહવાર ની શુરુઆત થઇ હતી.આજ પણ બરસાને અને નંદગામ ની હોળી આખી દુનિયામાં ફેમસ છે અને ધામધુમ થી આ તૈહવાર ને ઉજવામાં આવે છે.
શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ
શિવ-પાર્વતી નું મિલન
શિવપુરાણ મુજબ,હિમાલય ની દીકરી પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન માટે કઠોર તપસ્યા કરી રહી હતી અને ભગવાન શિવ પણ તપસ્યા માં લિન હતા.ઇન્દ્રદેવ ની ઈચ્છા હતી કે શિવ-પાર્વતી ના લગ્ન થઇ જાય કેમકે તાડકાસુર નું મરણ શિવ-પાર્વતી ના છોકરા દ્વારા થવાનું હતું અને એના કારણે ઈન્દ્રદેવે બીજા દેવતાઓ ને ભગવાન શિવ ની તપસ્યા ભંગ કરવા માટે મોકલ્યા હતા.ભગવાન શિવ ની તપસ્યા ભંગ કરવા માટે કામદેવે ભગવાન શિવ ઉપર પોતાના ફુલો વાળા બાણ થી પ્રહાર કર્યો હતો અને એના કારણે એમની સમાધિ ભંગ થઇ ગઈ.એના કારણે ભગવાન શિવ ને ગુસ્સો આવી ગયો અને પોતાની ત્રીજી આંખ ખોલીને કામદેવ ને ભસ્મ કરી નાખ્યો.શિવજી ની તપસ્યા ભંગ થયા પછી બધા દેવતાઓ એ મળીને ભગવાન શિવને પાર્વતી માતા સાથે લગ્ન કરવા માટે તૈયાર કરી લીધા.કામદેવ ની પત્ની ને પોતાના પતિને ફરીથી જીવિત કરવા માટેનું વરદાન અને ભગવાન શિવ નો માતા પાર્વતી સાથે લગ્ન નો પ્રસ્તાવ સ્વીકાર કરવાની ખુશીમાં દેવતાઓ એ એ દિવસ ને ઉત્સવ ના રૂપમાં ઉજવા લાગ્યા.
હોળીના દિવસે કરો રાશિ પ્રમાણે કલર ની પસંદગી
આ વખતે હોળી 2024 માં જો તમે તમારી રાશિ મુજબ કલર ની પસંદગી કરશો તો તમારી કુંડળી માંથી અશુભ ગ્રહો નો પ્રભાવ દૂર થશે.એની સાથે,તમારું નસીબ પણ ફરી શકે છે.તો ચાલો જાણીએ કે આ વર્ષે કઈ રાશિના લોકો એ કયાં કલર નો ઉપયોગ કરવો જોઈએ.
મેષ રાશિ
મેષ રાશિ ચક્ર ની પેહલી રાશિ છે.આ રાશિનો સ્વામી મંગળ છે.મેષ રાશિના લોકોનો શુભ રંગ લાલ છે.લાલ રંગ પ્રેમ અને ઉર્જા નું પ્રતીક હોય છે.આ રંગ મેષ રાશિના લોકો માટે શુભ સાબિત થશે.એવા માં,આ રંગ થી હોળી રમવી તમારા માટે શુભ રહેશે.
વૃષભ રાશિ
આ રાશિનો સ્વામી શુક્ર છે એટલા માટે આ રાશિ માટે શુભ કલર સફેદ છે.એના સિવાય હલકો લીલો કલર પણ તમારા માટે શુભ સાબિત થશે.સફેદ કલર આ રાશિના લોકોને સુખ અને શાંતિ આપશે.
મિથુન રાશિ
આ રાશિનો સ્વામી બુધ છે એટલા માટે આ રાશિના લોકો માટે લીલો કલર બહુ ભાગ્યશાળી સાબિત થશે.આ કલર તમારી ઉપર સકારાત્મક પ્રભાવ નાખશે.મિથુન રાશિ વાળા માટે આ કલર શુભ અને ફળદાયક છે.
વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ
કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે.ચંદ્રમા મન અને મન ની ભાવનાઓ ને નિયંત્રણ કરવાનું કામ કરે છે એટલા માટે આ રાશિનો શુભ કલર સફેદ છે.હોળીમાં આ કલર થી હોળી રમવી તમારા માટે બહુ લાભદાયક રહેશે.
સિંહ રાશિ
આ રાશિ નો સ્વામી સુર્ય છે.આ ગ્રહ ને સફળતા નું પ્રતીક માનવામાં આવે છે.આ રાશિના લોકો માટે શુભ કલર ઘાટો લાલ,પીળો અને સુનહરા છે.એવા માં, હોળી 2024 ના દિવસે આ કલર નો ઉપયોગ કરો આ તમને માનસિક સુખ આપશે.
કન્યા રાશિ
કન્યા રાશિનો શુભ કલર ઘાટો લીલો છે.લીલો કલર સુખ અને સમૃદ્ધિ નું પ્રતીક માનવામાં આવ્યો છે.એના સિવાય,નીલો કલર પણ આ લોકો માટે સારો છે.એવા માં,તમે નીલો કે લીલો કોઈપણ કલર ટી હોળી રમી શકો છો.
તુલા રાશિ
આ રાશિ નો સ્વામી શુક્ર છે એટલા માટે આ રાશિના લોકો માટે શુભ કલર સફેદ અને હલકો પીળો છે.એવા માં,તુલા રાશિના લોકો એ પીળા કલર થી હોળી રમવી જોઈએ.
વૃશ્ચિક રાશિ
આ રાશિનો સ્વામી મંગળ છે એટલા માટે આ રાશિના લોકો માટે લાલ અને મરૂન કલર ને શુભ માનવામાં આવ્યો છે.વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ કલર નો ઉપયોગ બહુ ફાયદામંદ સાબિત થઇ શકે છે.આ કલર ના ઉપયોગ થી બધીજ અઘરી પરિસ્થિતિ માં થી બહાર નીકળવામાં મદદ મળે છે.
ધનુ રાશિ
આ રાશિનો સ્વામી ગુરુ છે.ગુરુ નો શુભ કલર પીળો હોય છે.જો સંભવ હોય તો આ રાશિના લોકો એ હોળી 2024 રમતી વખતે પીળા કલર નો ઉપયોગ કરવો જોઈએ.આનાથી ધનુ રાશિના લોકો ને લાભ થશે ને એમના મનમાં સુખ અને શાંતિ નો એહસાસ થશે.
મકર રાશિ
આ રાશિ નો સ્વામી શનિ છે.શનિ ના સ્વામી હોવાના કારણે આ રાશિનો શુભ કલર ઘાટો નીલો હોય છે.મરૂન કલર ને પણ મકર રાશિના લોકો માટે ઉત્તમ માનવામાં આવે છે.એવા માં,આના ઉપયોગ થી તમે બધીજ નકારાત્મક વસ્તુઓ થી દુર રહી શકો છો.
કુંભ રાશિ
આ રાશિનો સ્વામી શનિ છે એટલા માટે આ રાશિનો શુભ કલર પણ નીલો અને કાળો માનવામાં આવે છે.આ કલર નો ઉપયોગ કરવો કુંભ રાશિના લોકો માટે લાભદાયક રહેશે.
મીન રાશિ
આ રાશિનો સ્વામી ગુરુ છે.ગુરુ નો શુભ કલર પીળો છે એટલા માટે મીન રાશિના લોકો માટે પીળો કલર બહુ લાભકારી હોય છે.આ કલર તમારા જીવનમાં શુભતા લઈને આવશે અને તમને બધીજ સમસ્યા થી દુર રાખશે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025