ગુરુ પુર્ણિમા 2024
દરેક મહિને શુક્લ પક્ષ ની ચતુર્દશી ના આગળ ના દિવસે ગુરુ પુર્ણિમા 2024 ની તારીખ પડે છે અને સનાતન ધર્મ માં બધીજ પુર્ણિમા નું ખાસ મહત્વ છે.આજ ક્રમ માં અષાઢ મહિનામાં પડવાવાળી પુર્ણિમા ને અષાઢ પુર્ણિમા કહેવામાં આવે છે.આને ગુરુ પુર્ણિમા પણ કહેવામાં આવે છે.આ દિવસે વેદો ના લેખક મહર્ષિ વેદવ્યાસ નો જન્મ થયો હતો એટલા માટે આને વ્યાસ પુર્ણિમા પણ કહેવામાં આવે છે.આ દિવસ અષાઢ મહિનો પુરો થાય છે અને સાવન મહિનો ચાલુ થાય છે.ગુરુ પુર્ણિમા હિન્દુ ધર્મ માં મનાવામાં આવતો એક મહત્વપુર્ણ તૈહવાર છે,જે ગુરુઓ ની પુજા અને એમની કૃપા મેળવા માટે સમર્પિત છે.આ દિવસે શિષ્ય એમના ગુરુ ને પગે લાગીને એમના આર્શિવાદ લ્યે છે અને એમનો આભાર વ્યક્ત કરે છે.એમતો બધીજ પુર્ણિમા નું ફળ સારું હોય છે,પરંતુ,ગુરુ ને સમર્પિત ગુરુ પુર્ણિમા નું બહુ વધારે મહત્વ છે કારણકે આ આખા ભારતમાં શ્રદ્ધા ભાવથી મનાવામાં આવે છે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
ગુરુ પુર્ણિમા ના અવસર પર લોકો પોતાના ગુરુઓ ની પુજા કરે છે અને એમના આર્શિવાદ લ્યે છે.ભગવાન વિષ્ણુ ના અંશ માનવામાં આવતા વેદવ્યાસ વગર ગુરુ પુર્ણિમા 2024 ની પુજા અધુરી માનવામાં આવે છે એટલે આ દિવસે પેહલા ગુરુ મહર્ષિ વેદવ્યાસ ની પુજા કરવામાં આવે છે.તો ચાલો રાહ જોયા વગર આગળ વધીએ અને આ દિવસે કરવામાં આવતા ઉપાય વિશે,જેને અપનાવીને જીવનમાં ક્યારેય ધન-ધાન્ય ની કમી નથી થતી.
તારીખ અને સમય
ગુરુ પુર્ણિમા તારીખ : રવિવાર, 21 જુલાઈ, 2024
પુર્ણિમા તારીખ ચાલુ થવાનો સમય : 20 જુલાઈ 2024 ની સાંજે 06 વાગીને 01 મિનિટ સુધી
પુર્ણિમા તારીખ પુરો થવાનો સમય : 21 જુલાઈ 2024 ની બપોરે 03 વાગીને 48 મિનિટ સુધી
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
ગુરુ પુર્ણિમા નું મહત્વ
સનાતન ધર્મ માં ગુરુ ને ઈશ્વર નો દરજ્જો આપવામાં આવ્યો છે કારણકે ગુરુજ શિષ્ય ને પરમાત્મા સુધી જવાનો રસ્તો બતાવે છે અને જીવન ને રોશની થી ભરે છે.હિન્દુ ધર્મ માં ગુરુ ની વાત સંસ્કૃત ના આ વાક્યમાં કરવામાં આવી છે- ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ, ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ આનો અર્થ થાય છે કે ગુરુ બ્રહ્મા છે,ગુરુ વિષ્ણુ છે,ગુરુ જ શંકર છે,ગુરુ જ સાક્ષાત પરમ બ્રહ્મા છે,એ સદગુરુ ને પ્રણામ.આ શ્લોક થી આ વાત સ્પષ્ટ થાય છે કે ગુરુ નું અમારા જીવનમાં કેટલું મહત્વ છે.
પરંતુ,જુની માન્યતાઓ મુજબ,અષાઢ પુર્ણિમા ના દિવસે જ મહાભારત ના લેખક વેદવ્યાસ નો જન્મ થયો હતો.વ્યાસ જી ને પેહલા ગુરુ માનવામાં આવે છે અને એમણેજ માનવ સંસાર ના ચાર વેદ નું જ્ઞાન આપ્યું હતું.મહર્ષિ વેદવ્યાસ નો જન્મોત્સવ ને જ ગુરુ પુર્ણિમા ના રૂપમાં દરેક વર્ષે અષાઢ મહિનામાં મનાવામાં આવે છે.શિષ્ય આ દિવસે પોતાના-પોતાના ગુરુઓ માટે આદર વ્યક્ત કરે છે અને પુરા સમ્માન ની સાથે એમને ધન્યવાદ કરે છે.જણાવી દઈએ કે પુર્ણિમા ના તારીખ ના દિવસે ભગવાન વિષ્ણુ ની પુજા કરવાનું ખાસ મહત્વ છે.આના સિવાય,વ્યાસ જી ને ભગવાન વિષ્ણુ નો અંશ પણ કહેવામાં આવે છે.
ગુરુ પુર્ણિમા ઉપર સ્નાન નું મહત્વ
સનાતન ધર્મ માં ગુરુ પુર્ણિમા 2024 ના દિવસે સ્નાન અને દાન કરવાનું ખાસ મહત્વ કહેવામાં આવ્યું છે.આ દિવસે ગંગા કે કોઈ પવિત્ર નદી માં સ્નાન અને દાન કરવાથી ભગવાન ની ખાસ કૃપા મળે છે.જો સંભવ નહિ હોય તો આ દિવસે તમે ઘર પરજ ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો.એની સાથે,દેવી-દેવતાઓ ના આર્શિવાદ થી ઘરમાં સુખ-સમૃદ્ધિ,સૌભાગ્ય આવે છે અને કોઈ દિવસ વ્યક્તિને પૈસા ની કમી નથી આવતી.આના સિવાય,આ દિવસે કોઈ જરૂરતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણ ને પીળા કલર ના કપડાં કે મીઠાઈ,ભાત,કે દાળ નું દાન કરવું શુભ માનવામાં આવે છે.આવું કરવાથી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ થી છુટકારો મેળવી શકો છો.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
ગુરુ પુર્ણિમા ના દિવસે આ મંત્ર નો કરો જાપ
- ગુરુદેવો ગુરુધર્મો, ગુરુ નિષ્ઠા પરા તપઃ, ગુરુ પાતરામ નાસ્તિ, ત્રિવારમ્ કથયામિ તે.
- ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ, ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ।
- ઓમ વેદ હિ ગુરુ દેવયા વિદ્મહે પરમ ગુરુવે ધીમહિ તન્નોહ ગુરુઃ પ્રચોદયાત્.
- ઓમ ગુરુભ્યો નમઃ
- ઓમ શિવરૂપાય મહત ગુરુદેવાય નમઃ
- ઓમ પરમ તત્વાય નારાયણાય ગુરુભ્યો નમઃ:
ગુરુ પુર્ણિમા ની પુજા વિધિ
પ્રાચીન કાળ થીજ ગુરુ પુર્ણિમા 2024 ના દિવસે શિષ્ય દ્વારા ગુરુ ની પુજા કરવાની પરંપરા છે.ગુરુ પુર્ણિમા જીવનમાં ગુરુ ના મહત્વ ને બતાવે છે.ગુરુ ના માધ્યમ થી વ્યક્તિ ની અંદર જ્ઞાન વધે છે અને એ સાચા રસ્તે આગળ વધે છે.ગુરુ ના આર્શિવાદ થી વ્યક્તિ પોતાના જીવનમાં બધુજ મેળવી લ્યે છે એટલે ગુરુ પુર્ણિમા પર ગુરુઓ નું પુજન બહુ વધારે ધ્યાન થી કરવું જોઈએ એટલે આવનારા સમય માં એમનો આર્શિવાદ બનેલો રહે.તો ચાલો જાણીએ ગુરુ પુર્ણિમા ની પુજન વિધિ વિશે.
- ગુરુ પુર્ણિમા ના દિવસે સુર્યોદય કરતા પેહલા ઉઠીને બધાજ કામમાંથી નિવૃત થઇ જાવ.પછી સ્નાન પછી સાફ કપડાં પહેરો.
- આના પછી,પુજા સ્થાન પર બધાજ દેવી દેવતાઓ ને ગંગાજળ થી સ્નાન કરાવો અને એમની મુર્તિ ને પ્રણામ કરો અને મંદિર માં ઘી ની દીવો સળગાવો.
- હવે પુજા સ્થળ પર કે ચોકી પર તમારા ગુરુ નો ફોટો સ્થાપિત કરો અને ફુલ છતાં માળા ચડાવી ને શ્રદ્ધાભાવ થી એમની પુજા કરો.
- પુર્ણિમા ના પાવન દિવસે ભગવાન વિષ્ણુ કે માતા લક્ષ્મી ની પુજા નું ખાસ મહત્વ છે.
- જો સંભવ હોય તો આ દિવસે તમારા ગુરુ માટે વ્રત પણ રાખી શકો છો.
- ગુરુ પુર્ણિમા ના દિવસે મહર્ષિ વેદવ્યાસ ની પુજા નું ખાસ મહત્વ છે.આ દિવસે આમની પુજા કરવાથી ખાસ ફળ ની પ્રાપ્તિ થાય છે.
- પુજા પછી તમારા ગુરુ ના ઘરે જઈને પગે લાગીને એમના આર્શિવાદ જરૂર લો.આવું કરવાથી તમારા કામમાં કોઈ દિવસ કોઈપણ રુકાવટ નહિ આવે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
ગુરુ પુર્ણિમા માં જરૂર વાંચો આ કથા
ગુરુ પુર્ણિમા નો તૈહવાર મનાવાનું સૌથી મોટું કારણ એ છે કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસ નો જન્મ થયો છે.ગુરુ પુર્ણિમા 2024 માં શાસ્ત્રો મુજબ,મહર્ષિ વેદવ્યાસ ભગવાન વીહનું ના અંશ રૂપે ધરતી ઉપર આવ્યા હતા.એમના પિતા નું નામ ઋષિ પરાશર અને માતા સત્યવતી હતું.એને નાનપણ થીજ અધીયાત્મ માં બહુ રુચિ હતી અને એના કારણે એમને જંગલ માં જઈને તપસ્યા ચાલુ કરવાની ઈચ્છા પોતાના માતા-પિતા ની સામે રાખી પરંતુ એમની માતા એ આના માટે ના પાડી દીધી.મહર્ષિ વેદવ્યાસ એ પોતાની માતા ને મનાવા માટે બહુ કોશિશ કરી અને પુરા પ્રયાસ કરીને પોતાની વાત મનાવી લીધી.એમની માતા એ એમને કીધું કે જયારે ઘર ની યાદ આવે ત્યારે પાછો આવતો રહેજે.
એના પછી વેદવ્યાસ તપસ્યા કરવા માટે જંગલ તરફ નીકળી ગયા અને કઠોર તપસ્યા માં મન લગાવા લાગ્યા.આ તપસ્યા દરમિયાન એમને સંસ્કૃત ભાષા નું જ્ઞાન લીધું અને આ જ્ઞાન પછી એમને ચાર વેદ મહાભારત,મહાપુરાણ અને બ્રહ્મસ્ત્ર ની રચના કરી.માનવામાં આવે છે કે આજ પણ આપણી વચ્ચે કોઈના કોઈ રૂપે મહર્ષિ વેદવ્યાસ હાજર છે.સનાતન ધર્મ માં એમને વેદવ્યાસ ભગવાન ના રૂપે પુજવામાં આવે છે.એમના નામ ના ઘણા મંદિર પણ બનાવામાં આવ્યા છે જ્યાં લોકો પુજા અર્ચના કરે છે અને આજ પણ વેદો માં સૌથી પેહલા એમનું નામ લેવામાં આવે છે.
ગુરુ પુર્ણિમા ના મોકે આ કામ જરૂર કરો
- ગુરુ પુર્ણિમા ના દિવસે ઘર ના મોટા વડીલ જેમકે દાદા,દાદી,માતા,પિતા ને પગે લાગીને એમના આર્શિવાદ લેવા જોઈએ.
- જો તમે ગુરુમુખ નહિ હોવ તો એ દિવસે ભગવાન શિવ દત્તાત્રેય,વેદવ્યાસ,શુક્રાચાર્ય જી મહારાજ ના ફોટા આગળ ફુલ ચડાવા જોઈએ અને ઘી નો દીવો સળગાવો જોઈએ.
- આ દિવસે બધાજ લોકો એ ચંદન કે કેસર નો ચાંદલો કરવો જોઈએ આનાથી દેવગુરુ ગુરુ મજબુત થાય છે.
- ગુરુ પુર્ણિમા ના દિવસે ઘરમાં ચંદન વાળી અગરબત્તી કે ધુપ જરૂર કરવો જોઈએ.આની સાથેજ જો સંભવ હોય તો પીળા કલર કપડાં દાન કરવા જોઈએ.
- આ દિવસે શ્રીમદ ભાગવત ગીતા નો પાઠ પણ જરૂર કરવો જોઈએ.આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે.
- ગુરુ પુર્ણિમા ના દિવસે પીપળ ના ઝાડ ની નીચે પાણી ચડાવી ને ઘી નો દીવો જરૂર કરવો જોઈએ.આનાથી ભગવાન વિષ્ણુ ની ખાસ કૃપા મળે છે.
- આ દિવસે બુક,કોપી,કે પછી સ્ટેશનરી નો સામાન ખરીદો કારણકે આવું કરવાથી ગુરુ ગ્રહ મજબુત થાય છે અને આ દિવસે આ વસ્તુ નું દાન કરવું પણ શુભ હોય છે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
ગુરુ પુર્ણિમા માં રાશિ મુજબ કરો આ ઉપાય
મેષ રાશિ
મેષ રાશિના લોકોને આ દિવસે ભગવાન વિષ્ણુ ના મંદિર માં જઈને પ્રાર્થના કરવી જોઈએ.એના પછી કોઈ ગરીબ કે જરૂરતમંદ ને પીળા કપડાં કે મીઠાઈ દાન કરવી જોઈએ એ બહુ શુભ છે.ગુરુ પુર્ણિમા 2024 આના સિવાય,આ દિવસે તમારા ગુરુ પાસે જઈને એમના આર્શિવાદ લેવા જોઈએ.
વૃષભ રાશિ
આ દિવસે તમે ગુરુ ની સાથે ભગવાન વિષ્ણુ કે ભગવાન શિવ ની પુજા કરો અને એની સાથે,ભાગવત ગીતા કે બીજી અધિયાત્મિક ગ્રંથ નો પાઠ જરૂર કરો.એના પછી કોઈ જરૂરતમંદ ને ભોજન અને પૈસા નું દાન કરો.આવું કરવાથી તમારા બધાજ અટકેલા કામ થવા લાગશે.
મિથુન રાશિ
આ દિવસે તમારા ગુરુ દ્વારા દેવામાં આવેલા મંત્ર નું ધ્યાન કરો અને તમારા ગુરુ ને કંઈક સામાન ભેટ આપો.જો તમારા જોઈ ગુરુ નથી તો આ દિવસે તમે ભગવાન વિષ્ણુ ની પુજા કરો અને એને ખીર નો પ્રસાદ ચડાવો.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોને આ દિવસે કોઈ મંદિર કે પુજા સ્થળ જઈને એમના ગુરુ કે કોઈપણ ગુરુ ની સામે ઘી નો દીવો કરવો જોઈએ.એની સાથે,જો તમે ભગવાન વિષ્ણુ ની પુજા કરશો તો એનાથી પણ લાભ થશે.આની સાથે ગુરુ મંત્ર નો જાપ કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને આ દિવસે નાના બાળક અને વિદ્યાર્થી ને અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓ નું ડેન કરો અને બીજા ની મદદ કરવી જોઈએ.એની સાથે,કંઈક નવું શીખવા માટે શિક્ષણ સ્થાન માં જાવ.બાળક સાથે સમય પસાર કરો અને તમારું જ્ઞાન આપો.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો એ આ દિવસે પોતાના કામની જગ્યા ને સાફ રાખવી જોઈએ અને રાત ના સમયે ચંદ્રમા ને પાણી પીવડાવું જોઈએ.
તુલા રાશિ
તુલા રાશિના લોકોને આ દિવસે પરિવાર અને પ્રિયજનો ની સાથે સમય પસાર કરવો જોઈએ અને ધર્મ વિશે વાતો કરવી જોઈએ.આના સિવાય,કોઈ ધાર્મિક સ્થાન પર જઈને ગુરુના આર્શિવાદ લેવા જોઈએ.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોને આ દિવસે ગુરુ મંત્ર નો જાપ કરવો જોઈએ.એની સાથેજ,જરૂરતમંદ અને ગરીબો ને ભોજન કરાવું જોઈએ.ગુરુ પુર્ણિમા 2024 દિવસે પોતાના ગુરુ ના આર્શિવાદ જરૂર લો.અને એમની સેવા કરો.ગુરુ ને કોઈ એવી વસ્તુ ભેટ આપો જે એમને સૌથી વધારે પ્રિય હોય.
ધનુ રાશિ
ધનુ રાશિના લોકોને આ દિવસે કોઈ ધાર્મિક જગ્યા ની યાત્રા કરવી જોઈએ.એની સાથે,નવા લોકો સાથે મળીને અલગ-અલગ સંસ્કૃતિઓ વિશે જ્ઞાન લેવું જોઈએ.આ દિવસે ઘરમાં સત્યનારાયણ ની કથા જરૂર સાંભળો અને ભગવાન વિષ્ણુ ને ખીર નો પ્રસાદ જરૂર ચડાવો જોઈએ.આવું કરવાથી તમને પૈસા ની કમી કોઈ દિવસ નહિ આવે.
મકર રાશિ
મકર રાશિના લોકો ને આ દિવસે ચંદ્રમા ની પુજા કરવી જોઈએ અને ગુરુ મંત્ર નો જાપ કરવો જોઈએ.એની સાથે,કોઈ મંદિર માં જઈને હવન કરાવો જોઈએ અને ભગવાન વિષ્ણુ ના ચરણામૃત નો પ્રસાદ ચડાવો.પછી એને પ્રસાદ તરીકે બધા ને વેંચો.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકોને આ દિવસે સત્ય નું પાલન કરવાનું વચન લેવું જોઈએ અને ગુરુ ની સેવામાં થોડો સમય પસાર કરવો જોઈએ.આ દિવસે ભાગવત ગીતા નું જ્ઞાન બધાને આપો.
મીન રાશિ
મીન રાશિના લોકોને આ દિવસે અધિયાત્મિક ગતિવિધિઓ તરફ ઝુકાવ વધવો જોઈએ.ગુરુ પુર્ણિમા 2024 એની સાથેજ,પ્રકૃતિ ની સાથે સમય પસાર કરો અને બીજા માટે દયાળુ બનો.ગુરુને પગે લાગીને એમના આર્શિવાદ લો.આવું કરવાથી તમને સારું આરોગ્ય મળશે અને મોટી સમસ્યા તમને પરેશાન નહિ કરે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
પ્રશ્ન 1. ગુરુ પુર્ણિમા કેમ મનાવામાં આવે છે?
જવાબ 1.મહાભારત ના રચેતા મહર્ષિ વેદવ્યાસ ના જન્મ દિવસ ના રૂપે ગુરુ પુર્ણિમા ઉજવામાં આવે છે.
પ્રશ્ન 2. ગુરુ પુર્ણિમા ના દિવસે કોની પુજા થાય છે?
જવાબ 2. આ દિવસે મહર્ષિ વેદવ્યાસ અને ભગવાન વિષ્ણુ ની પુજા કરવાનું વિધાન છે.
પ્રશ્ન 3. ગુરુ પુર્ણિમા વર્ષ માં કેટલીવાર આવે છે?
જવાબ 3. ગુરુ પુર્ણિમા વર્ષ માં એકવાર આવે છે.
પ્રશ્ન 4. વર્ષ 2024 માં ક્યારે છે ગુરુ પુર્ણિમા ના તૈહવાર?
જવાબ 4. વર્ષ 2024 માં 21 જુલાઈ 2024 રવિવાર ના દિવસે ગુરુ પુર્ણિમા ઉજવામાં આવે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025