ગોવર્ધન પુજા 2024
હિન્દુ ધર્મ માં ભગવાન શ્રી કૃષ્ણ ની પુજા નું ખાસ મહત્વ છે.ભગવાન કૃષ્ણ નેજ સમર્પિત છે ગોવર્ધન પુજા.આજના અમારા આ લેખ માં અમે આ વિષય ઉપર વાત કરીશું અને જાણીશુંગોવર્ધન પુજા 2024ક્યાં દિવસે ઉજવામાં આવે છે,એનું મહત્વ શું છે અને એની સાથે જાણીશું ઘણા એવા ઉપાય ની જાણકારી જેનેકરીને તમે ગોવર્ધન પુજા ના દિવસે અને પોતાના જીવન ને સુખમય અને શુભ બનાવી શકો છો.
વાત કરીએ ગોવર્ધન પુજા ની તો ગોવર્ધન પુજા નો આ તૈહવાર દિવાળી ના પાંચ દિવસ ના તૈહવાર માંથી એક છે.ગોવર્ધન પુજા દિવાળી ના બીજા દિવસે મનાવામાં આવે છે.આ તૈહવાર ભગવાન શ્રી કૃષ્ણ નો તૈહવાર છે.એની સાથેજ આ દિવસે ગાય માતા,ગોવર્ધન પર્વત અને શ્રી કૃષ્ણ નું બાળ સ્વરૂપ ની પુજા કરવાનો વિધાન છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત औઅને જાણો પોતાના બાળક ના ભવિષ્ય માટે બધીજ જાણકારી
પોતાના આ લેખ ના માધ્યમ થી અમે જાણીશું કે ગોવર્ધન પુજા એટલી મહત્વપુર્ણ કેમ હોય છે,આની વિધિ શું હોય છે,અને આ દિવસે પુજા કરવાથી શું લાભ મળે છે પરંતુ,આગળ વધતા પેહલા સૌથી પેહલા જાણી લઈએ કે વર્ષ 2024 માં ગોવર્ધન પુજા ક્યાં દિવસે ઉજવામાં આવશે.
2024 માં ગોવર્ધન પુજા ક્યારે છે?
જેમકે અમે પેહલા પણ જણાવ્યુ કે ગોવર્ધન પુજા નો આ શુભ દિવસ દિવાળી ના આગળ ના દિવસે પડે છે.એવા માં વર્ષ 2024 માં 2 નવેમ્બર 2024 શનિવાર ના દિવસે ગોવર્ધન પુજા કરવામાં આવશે.એના સિવાય વાત કરીએ એ દિવસ ના શુભ મુર્હત ની તો,
ગોવર્ધન પુજા વહેલી સવાર નું મુર્હત 0 :06:34:09 થી 08:46:17 સુધી
સમય :2 કલાક 12 મિનિટ
ગોવર્ધન પુજા સાંજ નું મુર્હત :15:22:44 થી 17:34:52 સુધી
સમય :2 કલાક 12 મિનિટ
વધારે જાણકારી : ઉપર દેવામાં આવેલા મુર્હત નવી દિલ્લી માટે માન્ય નથી.જો તમે તમારા શહેર મુજબ એ દિવસ નું શુભ મુર્હત જાણવા માંગો છો તો અહીંયા ક્લિક કરો
આ વર્ષેગોવર્ધન પુજા 2024 ના આ તૈહવાર ને સીધો સબંધ પ્રકૃતિ અને વ્યક્તિ સાથે જોડીને જોવામાં આવે છે.ગોવર્ધન પુજા ને અનાજ કુટ નો તૈહવાર પણ કહે છે અને આ દરેક વર્ષે કાર્તિક મહિના ના શુક્લ પક્ષ ની પ્રતિપદા તારીખે ઉજવામાં આવે છે.એમ તો આ તૈહવાર આખા ભારત માં ઉજવામાં આવે છે પરંતુ ખાસ રીતે ઉત્તર ભારત માં મથુરા,વૃંદાવન,નંદગામ,ગોકુળ,બરસાના માં આની ભવ્યતા જોવા જેવી હોય છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે,તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ કિતાબ
ગોવર્ધન પુજા ના નિયમ અને વિધિ
આ વર્ષેગોવર્ધન પુજા 2024 ના દિવસે ભગવાન કૃષ્ણ ની સાથે સાથે વરુણ દેવ,ઇન્દ્ર દેવ અને અગ્નિ દેવ ની પુજા કરવાનું વિધાન જણાવામાં આવ્યું છે.આ દિવસે ગોવર્ધન પર્વત એટલે ગોવર્ધન કે ગાય અને ભગવાન કૃષ્ણ ની પુજા કરવામાં આવે છે.આ તૈહવાર માનવ જાતિ ને એ વાત નો સંદેશો આપે છે કે અમારા જીવનમાં પ્રકૃતિ કેટલી વધારે મહત્વપુર્ણ છે.વાત કરીએ આ દિવસ ના નિયમ અને વિધિ ની તો,
- સૌથી પેહલા ગોવર્ધન પુજા ના દિવસે ગોબર થી ગોવર્ધન પર ધુપ,દીપ,નૌવેધ,પાણી,ફળ,ફુલ બધુજ ચડાવા માં આવે છે.
- આના સિવાય આ દિવસે ગાય,બેલ અને કૃષિ ના કામમાં આવનારા પશુઓ ની પુજા કરવાનું વિધાન છે.
- ગોવર્ધન જી ગોબર થી સુતેલા પુરુષ ના રૂપમાં બનાવામાં આવે છે.
- ડુંટી ની જગ્યા એ એક માટી નો દીવો રાખવામાં આવે છે.
- આ દિવા માં દુધ,દહીં,ગંગાજળ,મધ,બતાશા વગેરે વેંચવામાં આવે છે.
- પુજા પછી ગોવર્ધન જી ની સાત પરિક્રમા કરવામાં આવે છે.પરિક્રમા ના દિવસે હાથ માં લોટા માં પાણી ભરેલું હોય છે અને નાખીને પરિક્રમા કરવામાં આવે છે.
- ગોવર્ધન ગિરી ભગવાન ના રૂપમાં મનાવામાં આવે છે એ દિવસે એની પુજા કરવાથી ઘર માં પૈસા,બાળક અને ગૌ રસ માં વધારો થાય છે.
- ગોવર્ધન પુજા ના દિવસે ભગવાન વિશ્વકર્મા ની પુજા નું પણ વિધાન છે.
ગોવર્ધનધરધર ગોકુલત્રાણકારક. વિષ્ણુ બહુકૃતોચ્છ્રાયા ગવાન્ કોટિપ્રદો ભવઃ । અથ લક્ષ્મી લોકપાલનં ધેનુરૂપેન સંસ્થિતઃ । ધુતામ વહેતી યજ્ઞાર્થં મમ પાપં વીપોહત // અગરતઃ સંતુ મે ગાઓ ગાઓ ગાઓ મે સંતુ પૃષ્ઠઃ ગામડાઓમાં હૃદયે સન્તુ ગાવાં માં વસમ્યહમ.
બીજી રીતે કહીએ તો - પૃથ્વી ને ધારણ કરવાવાળા ગોવર્ધન તમે ગોકુલ ની રક્ષા કરવાવાળા છે.ભગવાન વિષ્ણુ એ પોતાના હાથ થી તમને ઉપર ઉઠાવ્યા છે.તમે મને કોટી ગોદાન દેવાવાળા છો લોકપાલ ની જે લક્ષ્મી અહીંયા ધેનુરૂપ માંથી આવી રહી છે અને યજ્ઞ માટે ધુત નો ભાર વહન કરે છે,એ મારા પાપો ને દુર કરે,ગાય મારા હૃદય માં છે અને હું હંમેશા ગાય ની વચ્ચે રહું.
પોતાની પુજા સિદ્ધ કરવા માટે ગોવર્ધન મુર્તિ ની સામે નીચે દેવામાં આવેલી ગોવર્ધન મંત્ર નો જાપ કરો.:
“શ્રીગિરિરાજધરનપ્રભુતેરીશરણ ||”
ભગવાન કૃષ્ણ તમારા માટે નસીબ લઈને આવશે અને તમારા જીવનની બધીજ ખરાબીઓ અને કષ્ટ ને દુર કરો.
ગોવર્ધન પુજા ઉપર અનાજ કુટ તૈહવાર
આ વર્ષેગોવર્ધન પુજા 2024 ના મોકે જ મંદિર માં અનાજ કુટ ને આયોજન કરવામાં આવે છે.અનાજ કુટ નો મતલબ થાય છે ઘણા પ્રકારના અનાજ ના મિશ્રણ જેવા પ્રસાદ ના રૂપમાં ભગવાન કૃષ્ણ ને ચડાવા માં આવે છે અને એમના ભક્તો ને પ્રસાદ ના રૂપમાં દેવામાં આવે છે.ઘણી જગ્યા એ આ દિવસે બાજરા ની ખીચડી બનાવામાં આવે છે અને તેલ ની પુરી બનાવામાં આવે છે.અનાજ કુટ ની સાથે દુધ માંથી બનેલી મીઠાઈ અને સ્વાદિષ્ટ પકવાન પ્રસાદ માં ચડાવો.પુજા પછી આ પ્રસાદ ના રૂપમાં શ્રદ્ધાળુ ને પણ વેંચવામાં આવે છે.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
ગોવર્ધન પુજા ના લાભ
આ વર્ષેગોવર્ધન પુજા 2024 ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ને ઇન્દ્રદેવ ને હરાવીને એમનો ઘમંડ તોડ્યો છે.ગોવર્ધન પુજા કરવાથી ઘરમાં સુખ સંપદા બની રહે છે.એના સિવાય આ દિવસે અનાજ કુટ તૈયાર કરવાથી ઘરમાં કોઈપણ દિવસ અનાજ ની કમી નથી આવતી,ઘરમાં ખુશાલી અને સમૃદ્ધિ બની રહે છે.એના સિવાય ધાર્મિક માન્યતાઓ મુજબ ગાય ની નિયમિત સેવા કરીને અને એમને અડવાથી શરીર માં ચાર્મ રોગ જેવી બીમારી નથી થતી.
ગોવર્ધન પુજા માં ખાસ કરીને ગોવર્ધન પર્વત અને ગાય ની પુજા કરવાનું વિધાન બતાવામાં આવ્યું છે.સ્કંદ પુરાણ મુજબ ગાય ની પુજા કરવાથી મૃત્યુ નો ડર અને ઘણા પ્રકારના દોષ જીવન માંથી દુર થાય છે.એના સિવાય કહે છે કે ગોવર્ધન પુજા કરવાથી વ્યક્તિને લાંબી ઉંમર અને સારા આરોગ્ય ની પ્રાપ્તિ થાય છે.જીવનમાં સફળતા મળે છે અને દરેક કામ આસાનીથી પુરા થાય છે.જીવનમાં દરિંદરતા આવે છે.આ દિવસે પુજા કરવાથી ઘર પરિવારમાં પૈસા,બાળક અને ગાય રસ માં વધારો થાય છે.
ગોવર્ધન પુજા ના દિવસે શું કરવું જોઈએ
- આ વર્ષેગોવર્ધન પુજા 2024 ના દિવસે શરીર ને તેલ થી માલીસ કરો.આને બહુ શુભ માનવામાં આવે છે.
- એના પછી ભગવાન શ્રી કૃષ્ણ ની પુજા કરો.
- ગોવર્ધન પુજા ના દિવસે ભગવાન કૃષ્ણ ને 56 ભોગ લગાવાની પરંપરા છે.
- 56 ભોગ પુજા નો એક અલગ ભાગ માનવામાં આવે છે.
- ગોવર્ધન પુજા ના દિવસે કૃષ્ણ ની પુજા કરવાથી પેહલા,પોતાના ઘર ની બહાર કે ઘર ના આંગણ માં ગોવર્ધન પર્વત નું ચિત્ર બનાવો.
- ગોવર્ધન પુજા ના દિવસે ઉત્તર પૂર્વ ની દિશા માં દીવો સળગાવો.આવું કરવાથી સુખ,સમૃદ્ધિ અને શાંતિ હંમેશા બની રહે છે.
કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મેળવો જવાબ
ગોવર્ધન પુજા માં શું નહિ કરવું જોઈએ
- આ વર્ષે ગોવર્ધન પુજા 2024 ના દિવસે બધાજ લોકો અલગ અલગ પુજા નહિ કરો પરંતુ એક સાથે સામુહિક રૂપથી ભગવાન શ્રી કૃષ્ણ ની પુજા કરો.
- ગોવર્ધન પુજા અને અનાજ કુટ ક્યારેય બંધ ઘર માં નહિ કરો.આવું કરવાથી પુજા નું ફળ નથી મળતું.
- ગોવર્ધન પુજા ના દિવસે ચંદ્રમા ના દર્શન નહિ કરો.આવું કરવાથી વ્રત પુરુ નથી થતું.
- એના સિવાય આ દિવસે ખાસ રૂપથી અનાજ ની બરબાદી નહિ કરો.
ગોવર્ધન પુજા સાથે જોડાયેલી જુની કથાઓ.
જુની કથાઓ ની વાત કરીએ તો કહેવામાં આવે છે કે એકવાર દેવરાજ ઇન્દ્ર ને પોતાની શક્તિઓ ઉપર અભિમાન આવી ગયું હતું અને એમના આ અભિમાન ને તોડવા માટે શ્રી કૃષ્ણ એ એક લીલા રચી.એકવાર બધાજ ગોકુળ ના લોકો અલગ અલગ વાનગીઓ બનાવી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ માતા યશોદા ને પૂછ્યું કે તમે બધા ક્યાં ઉત્સવ ની તૈયારી કરી રહ્યા છો?જેની ઉપર માતા યશોદા એ કીધું કે અમે દેવરાજ ઇન્દ્ર ની પુજા ની તૈયારી કરી રહ્યા છીએ.આની ઉપર શ્રી કૃષ્ણ એ પૂછ્યું કે આપણે દેવરાજ ઇન્દ્ર ની પુજા કેમ કરીએ છીએ?ત્યારે માતા યશોદા એ જવાબ આપ્યો કે ઇન્દ્રદેવ ની કૃપા થીજ સારો વરસાદ થાય છે જેનાથી અનાજ સારું થાય છે અને અમારી ગાયો ને ચારો મળે છે.
માં યશોદા ની વાત સાંભળી ને ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું કે જો એવું છે તો આપણે ગોવર્ધન પર્વત ની પુજા કરવી જોઈએ કારણકે અમારી ગાય ટી ત્યાં ચરે છે.ત્યાં જે ઝાડ છે એનાથી વરસાદ આવે છે.શ્રી કૃષ્ણ ની વાત સાંભળીને અને એની વાત થી સહેમત થઈને ગોકુળ ના લોકોએ ગોવર્ધન ની પુજા કરવાનું ચાલુ કરી દીધું.આ જોઈને દેવરાજ ઇન્દ્ર ને બહુ ગુસ્સો આવ્યો અને એમને પોતાના અપમાન નો બદલો લેવા માટે બહુ વરસાદ ચાલુ કરી દીધો.વરસાદ એટલો જોરે હતો કે બધાજ ગોકુળના લોકો ડરી ગયા.
સાત દિવસ સુધી લગાતાર વરસાદ થતો રહ્યો અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાની લીલા દેખાડી અને ગોવર્ધન પર્વત ને એની સૌથી નાની આંગળીમાં ઉપાડી લીધો અને આ પર્વત ની નીચે બધાજ ગોકુળના લોકોએ શરણ લીધી.એના પછી દેવરાજ ઇન્દ્ર ને પોતાની ભુલ સાંજ માં આવી અને એમને ત્યારે એ વાત નો પણ અહેસાસ થયો કે એની સાથે મુકાબલો કરવાવાળો વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી.ત્યારે ઇન્દ્ર દેવે ભગવાન શ્રી કૃષ્ણ પ[પાસે માફી માંગી અને પોતે શ્રી કૃષ્ણ ની પુજા કરવા માટે એમને પ્રસાદ ચડાવ્યો.કહેવામાં આવે છે કે ડ્રોપર માં થયેલી આ ઘટના પછીજ ગોવર્ધન પુજા કરવામાં આવે છે.
જોવા મળી રહ્યા છે મંગળ દોષ ના લક્ષણ? માંગલિક દોષ કેલ્ક્યુલેટર सेથી જાણો કે તમે માંગલિક તો નથી
ગોવર્ધન પુજા જ્યોતિષય ઉપાય - પુરી કરીશું અમે દરેક મનોકામના
આ વર્ષે ગોવર્ધન પુજા 2024 ના દિવસે ખાસ રૂપથી થોડા ઉપાય કરી લઈએ તો આનાથી આર્થિક સંપન્નતા આવે છે અને એની સાથે જીવનમાં થી દુઃખ પરેશાનીઓ પણ દુર થાય છે:
- ગોવર્ધન પુજા ના દિવસે દુધ,દહીં,મધ,ખાંડ,અને ઘી થી પંચામૃત તૈયાર કરો.આમાં ગંગાજળ અને તુલસી જરૂર નાખો.એના પછી ભગવાન કૃષ્ણ ને શંખ માં ભરીને પંચામૃત જરૂર ચડાવો.આવું કરવાથી બાળક પ્રાપ્તિ ની મનોકમાના પુરી થાય છે.
- આ દિવસે ગાય ને સ્નાન કરાવીને એમને ચાંદલો કરો,એને ફળ અને ચારો ખવડાવો.અને ગાય ની સાત વાર પરિક્રમા કરો.આવું કરવાથી તમારી બધીજ પરેશાની દુર થશે.
- ગોવર્ધન પુજા ના દિવસે પીપળ ના ઝાડ ની નીચે દીવો કરો.આનાથી પણ પૈસા ને લગતી સમસ્યાઓ દુર થશે.
- કહેવામાં આવે છે કે પીપળ ના ઝાડ માં માં લક્ષ્મી ની વાસ હોય છે.એવા માં જો આ દિવસે આ ઝાડ માં પાણી ચડાવા માં આવે તો આર્થિક મનોકામના પણ દુર થાય છે.
- જો જીવનમાં આર્થિક સમસ્યા વધારે વધી ગઈ છે તો ગોવર્ધન પુજા ના દિવસે લાલ કપડાં માં પાંચ ગોમતી ચક્ર અને પાંચ કોળી રાખો અને રોલી ભાત ની પુજા કરો.પુજા પછી આને લાલ કપડાં માં બાંધીને પોતાની તિજોરીમાં રાખો.આનાથી આર્થિક સમસ્યાઓ દુર થશે અને જીવનમાં આવક નો નવો સ્ત્રોત બનશે.
- ગોવર્ધન પુજા ના દિવસે ભગવાન કૃષ્ણ ના મંત્ર નો જાપ કરો.આવું કરવાથી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે અને જન્મ અને મૃત્ય ના ચક્કર થી સાધક મુક્ત થઇ જાય છે.એની સાથે,જીવનમાંથી તણાવ અને ચિંતા ઓછી થાય છે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પુછવામા આવતા પ્રશ્નો
1. ગોવર્ધન પુજા કેમ કરવામાં આવે છે?
ગોવર્ધન પુજા ના માધ્યમ થી પ્રાકૃતિક સંસાધનો પ્રત્ય સમ્માન પ્રગટ કરવામાં આવે છે.
2. ગોવર્ધન પુજા કઈ રીતે મનાવામાં આવે છે?
ગોવર્ધન પુજા ના દિવસે ગોબર થી ગોવર્ધન બનાવામાં આવે છે એને ફળો થી સજાવામાં આવે છે સવારે અને સાંજ ના સમયે એની પુજા કરવામાં આવે છે એની સાત વાર પરિક્રમા કરવામાં આવે છે.
3. દિવાળી ના બીજા દિવસે કોની પુજા થાય છે?
દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પુજા થાય છે.આ દિવસે ગોવર્ધન,પર્વત,ગાય,અને ભગવાન શ્રી કૃષ્ણ ની પુજા થાય છે.એના સિવાય આ દિવસે ભગવાન વિશ્વકર્મા ની પુજા નું પણ વિધાન છે.
4. વર્ષ 2024 માં ગોવર્ધન પુજા ક્યાં દિવસે મનાવામાં આવશે?
વર્ષ 2024 માં ગોવર્ધન પુજા 2 નવેમ્બર 2024 ના શનિવાર ના દિવસે મનાવામાં આવશે.
5. ગોવર્ધન પુજા થી શું લાભ થાય છે?
ગોવર્ધન પુજા કરવાથી વ્યક્તિના જીવનમાં ધર્મ,બાળક અને ગાય રસ માં વધારો થાય છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025