અષાઢ મહિનો 2024
સનાતન ધર્મમાં અષાઢ મહિનો 2024 નું ખાસ મહત્વ છે.હિન્દુ કેલેન્ડર મુજબ,અષાઢ મહિનો વર્ષ નો ચોથો મહિનો છે,જે જુન મહિનામાં ચાલુ થાય છે અને ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ જુલાઈ ના મહિનામાં પુરો થાય છે.ચૈત્ર,વૈશાખ અને જેઠ મહિના પછી આગળ નો મહિનો અષાઢ નો મહિનો આવે છે.આ મહિનો મોનસુન ચાલુ થવાનો સંકેત આપે છે.મોસમ માં બદલાવ ના કારણે આ મહિને આરોગ્ય ઉપર ધ્યાન દેવાની જરૂરત પડશે.આ મહિનાને શુન્ય મહિનો કે ચતુર્થ મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે કારણકે આ મહિનામાંજ ચાતુર્માસ ચાલુ થાય છે.એટલે ભગવાન વિષ્ણુ નિંદ્રા અવસ્થા માં ચાલ્યા જાય છે અને મહિનાઓ સુધી કોઈ શુભ કામ નથી થતા.
ભલે આ મહિનામાં શુભ કામ નહિ થતા હોય પરંતુ અષાઢ મહિનો તીર્થ યાત્રા માટે સૌથી શાનદાર માનવામાં આવે છે.આ મહિનામાં પુજા પાઠ કરવાનું પણ ખાસ મહત્વ છે અને આમ લોકોની બધીજ મનોકામના પુરી થાય છે.ભગવાન જગન્નાથ ની બહુ મોટી યાત્રા કાઢવામાં આવે છે જેને જોવા માટે દુર દુર થી લોકો આવે છે.તમને જણાવી દઈએ કે આ મહિનામાં શુભ કામ કરવાની મનાઈ હોય છે એટલે આ મહિનામાં પુજા પાઠ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
અષાઢ નો મહિનો બહુ ખાસ મહિનો હોય છે કારણકે અષાઢ મહિનો 2024 માં ઘણા વ્રત,તૈહવારો પડે છે.આજે અમે અષાઢ મહિના સાથે જોડાયેલી ઘણી બધી રોમાંચક વસ્તુઓ વિશે જણાવીશું જેમકે આ મહિના દરમિયાન ક્યાં-ક્યાં વ્રત અને તૈહવાર આવશે?આ મહિનામાં ક્યાં ઉપાય કરવા જોઈએ?આ મહિનાનું ધાર્મિક મહત્વ શું છે?અને આ મહિનામાં લોકો એ શું કરવું જોઈએ અને શું નહિ કરવું જોઈએ?આવી ઘણી જાણકારીઓ ભરેલો છે એસ્ટ્રોસેજ નો આ લેખ એટલે આને છેલ્લે સુધી જરૂર વાંચો.
અષાઢ મહિનો 2024: તારીખ
અષાઢ મહિનાની શુરુઆત 23 જુન 2024 રવિવાર ના દિવસે થશે અને આ પુરો 21 જુલાઈ 2024 રવિવાર ના દિવસે થશે.શાસ્ત્રો માં બતાવામાં આવ્યું છે કે અષાઢ મહિનામાં વિષ્ણુ અને ભગવાન શિવ ની ઉપાસના કરવાનું ખાસ મહત્વ છે.આ મહિને આની પુજા કરવાથી પુર્ણયકાળ ની પ્રાપ્તિ થાય છે.આ મહિનામાં પુજા-પાઠ અને હવન નું ખાસ મહત્વ છે.શાસ્ત્રો મુજબ,અષાઢ મહિનામાં વ્યક્તિને દરરોજ સુર્યોદય કરતા પેહલા ઉઠીને સ્નાન કર્યા પછી સુર્ય દેવ ને પાણી ચડાવું જોઈએ.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
અષાઢ મહિનાનું મહત્વ
ભગવાન વિષ્ણુ કે ભગવાન શિવ સિવાય,અષાઢ મહિનામાં માતા લક્ષ્મી કે ભગવાન સુર્ય ની પુજા કરવી જોઈએ.અષાઢ મહિનો 2024 માં સુર્ય ને સવારે ઉઠીને પાણી ચડાવું જોઈએ.આવું કરવાથી પૈસા અને માન-સમ્માન મળે છે.જે લોકો આ મહિનામાં સૂર્ય દેવ ની પુજા અર્ચના કરે છે એમના બધાજ રોગ દોષ દુર થઇ જાય છે.અષાઢ મહિનામાં કનેર ના ફુલ,લાલ કલર ના ફુલ,કમળ ના ફુલ થી ભગવાન વિષ્ણુ કે માતા લક્ષ્મી ની પુજા કરવી જોઈએ.આ મહિનામાં ભલે શુભ કામો નહિ થતા હોય લેકિન પુજા-પાઠ માટે આ મહિનાને બહુ શુભ માનવામાં આવે છે.અષાઢ મહિનામાં યજ્ઞ-દાન નું પણ બહુ ખાસ મહત્વ છે.જો લોકો આ મહિનામાં યજ્ઞ-કે હવન કરે છે એની ઉપર માં લક્ષ્મી કે ભગવાન વિષ્ણુ ના ખાસ આર્શિવાદ મળે છે.
જેમકે ઉપર બતાવામાં આવ્યું છે કે અષાઢ મહિનામાં મોસમ માં બદલાવ જોવા મળે છે.આ મહિના ને વર્ષા ઋતુ નો મહિનો પણ કહેવામાં આવે છે.એવા માં,આ દરમિયાન સંક્રમણ નો ડર વધારે રહે છે એટલે આ સમયગાળા માં ખાવા-પીવા નું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આજ સલાહ આપવામાં આવે છે.આ મહિનામાં ભગવાન વિષ્ણુ,ભગવાન શિવ,માં દુર્ગા અને હનુમાનજી ની પુજા કરવાથી કુંડળી માં સુર્ય અને મંગળ ની સ્થિતિ મજબુત હોય છે.આનાથી આર્થિક સંકટો માંથી પણ છુટકારો મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
અષાઢ મહિનામાં થતા ચાતુર્માસ ની શુરુઆત
સનાતન ધર્મ માં અષાઢ મહિનો 2024 નું ખાસ મહત્વ છે.ચાતુર્માસ ની શુરુઆત અષાઢ મહિનાથીજ થાય છે અને આ આખા ચાર મહિના સુધી રહે છે.આ સમયગાળા દરમિયાન કોઈપણ રીતના શુભ અને માંગલિક કામ કરવાની મનાઈ હોય છે.સનાતન ધર્મ માં ચાતુર્માસ નું ખાસ મહત્વ છે.આમાં આવનારા ચાર મહિના સાવન,ભાદરવો,અશ્વિન અને કારતક મહિનો આવે છે.આ દરમિયાન તીર્થ યાત્રા કરવાનું પણ ખાસ મહત્વ છે.અષાઢ મહિનામ દેવશયની એકાદશી પડે છે.અને આ દિવસે માંગલિક કામ નથી કરવામાં આવતા.માંગલિક કામો ફરીથી કાર્તિક મહિનામાં ચાલુ થાય છે દેવઉત્થાન એકાદશી ના દિવસે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
અષાઢ મહિનામાં આવનારા મુખ્ય વ્રત-તૈહવારો
અષાઢ મહિનો એટલે કે 23 જુન 2024 થી 21 જુલાઇ 2024 દરમિયાન હિન્દુ ધર્મ માં ઘણા મુખ્ય વ્રત-તૈહવારો આવવાના છે,જે આ રીતે છે:
તારીખ |
વાર |
તૈહવાર |
---|---|---|
25 જુન 2024 |
મંગળવાર |
સંકષ્ટી ચતુર્થી |
02 જુલાઈ 2024 |
મંગળવાર |
યોગિની એકાદશી |
03 જુલાઈ 2024 |
બુધવાર |
પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
04 જુલાઈ 2024 |
ગુરુવાર |
માસિક શિવરાત્રી |
05 જુલાઈ 2024 |
શુક્રવાર |
અષાઢ અમાવસ્યા |
07 જુલાઈ 2024 |
રવિવાર |
જગન્નાથ રથયાત્રા |
16 જુલાઈ 2024 |
મંગળવાર |
કર્ક સંક્રાંતિ |
17 જુલાઈ 2024 |
બુધવાર |
દેવશયની એકાદશી, અષાઢી એકાદશી |
18 જુલાઈ 2024 |
ગુરુવાર |
પ્રદોષ વ્રત (શુક્લ) |
21 જુલાઈ 2024 |
રવિવાર |
ગુરુ પૂર્ણિમા, અષાઢ પૂર્ણિમા વ્રત |
અષાઢ મહિનામાં જન્મ લેવાવાળા લોકોના ગુણ
જ્યોતિષ શાસ્ત્રો માં દરેક મહિનાનું તમારું એક અલગ અને ખાસ મહત્વ હોય છે.જ્યોતિષ મુજબ જન્મ નો મહિનો,તારીખ અને રાશિઓ થી કોઈના સ્વભાવ વિશે બતાવામાં આવે છે.એવા માં,ચાલો જાણીએ કે અઅષાઢ મહિનો 2024 માં જન્મ લેવાવાળા લોકોનું વ્યક્તિત્વ કેવું હોય છે.
જ્યોતિષ શાસ્ત્રો મુજબ,અષાઢ મહિનામાં જન્મ લેવાવાળા લોકો મનમોજી અને પોતાના માં મસ્ત રહેવાવાળા હોય છે.આ લોકો પોતાની મરજી વિરુદ્ધ કામ નથી કરતા.આ લોકો બીજાને પોતાની તરફ આસાનીથી પ્રભાવિત કરી લ્યે છે અને એમના વેવહાર થી બધાજ લોકો એમની તરફ આકર્ષિત થઇ જાય છે જલ્દી.આ લોકો બહુ વધારે જ્ઞાની અને મહેનતી હોય છે.આ લોકોને સારી રીતે ખબર છે કે બીજા પાસેથી પોતાનું કામ કેવી રીતે કાઢવામાં આવે છે.આ લોકો પ્રેમ સબંધ પ્રત્ય બહુ સંવેદનશીલ હોય છે.
અષાઢ મહિનામાં જન્મ લેવાવાળા લોકો એકલા નહિ પરંતુ પોતાના મિત્રો ની સાથે આગળ વધવાનું પસંદ કરે છે.આવા લોકોને હરવા-ફરવા નો બહુ શોખ હોય છે.આ લોકો વધારે પ્રાકૃતિક સ્થાનો માં ફરવાનું પસંદ કરે છે.એની સાથે આવા લોકો ધાર્મિક સ્થાળ પર યાત્રા કરવાનું અને એડવેન્ચર કરવાનું પસંદ કરે છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
અષાઢ મહિનાના નિયમો
અષાઢ ના મહિનાને વર્ષા ઋતુ નો મહિનો પણ કહેવામાં આવે છે કારણકે અષાઢ મહિનો 2024 માં મોનસુન ની શુરુઆત થાય છે.એવા માં,આ મહિનામાં રોગ કે સંક્રમણ નો ડર વધી જાય છે આજ કારણ છે કે આ મહિના થી ઘણા બધા નિયમો વિશે બતાવામાં આવે છે જેનું પાલન બધાએ કરવું જોઈએ એટલે સાવધાન રહી શકો.તો ચાલો જાણીએ કે આ નિયમો વિશે.
- આ મહિનામાં વધારે માં વધારે એવા ફળ ખાવો જેમાં પાણી ની માત્રા વધારે હોય.જેમકે ખરગુજા વગેરે.
- તેલ કે વધારે તળેલી વસ્તુઓ ખાવાથી બચો.
- સિવાય,અષાઢ ના મહિનામાં વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.આવું કરવું બહુ શુભ માનવામાં આવે છે.
- જો તમારી ઈચ્છા હોય તો આ મહિનામાં એકાદશી,અમાવસ્યા અને પુર્ણિમા તારીખ પર છત્રી,આમળા,કેરી,તરબુચ,ફળ,મીઠાઈ,વગેરે વસ્તુઓ જરૂરતમંદ અને ગરીબ ને દાન કરો.આવું કરવાથી પુર્ણ્ય ફળ મળે છે.
અષાઢ મહિનામાં શું કરવું શું નહિ કરવું
- આ મહિનામાં ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ નિદ્રા અવસ્થા માં ચાલ્યા જાય છે એટલે અષાઢ મહિનો 2024 માં લઈને પુરા ચાર મહિના સુધી શાદી-લગ્ન જેવા માંગલિક કામ કરવાથી બચવું જોઈએ નહીતો આનો અશુભ પ્રભાવ તમારા જીવન ઉપર પડી શકે છે.
- આ મહિનામાં જેટલું થઇ શકે ભગવાન વિષ્ણુ ની પુજા કરો અને એમના મંત્રો નો રોજ જાપ કરો.
- આ મહિનામાં વાસી ખાવાનું ખાવાથી બચો નહીતો બીમાર થવાનો ડર વધી જશે.
- આ મહિનો વર્ષા ઋતુ ના આગમન નો હોય છે એટલે પાણી નું અપમાન ભુલ થી પણ નહિ કરો અને પાણી ને બરબાદ પણ નહિ કરો પરંતુ આ મહિનામાં ખાસ કરીને આવું કરવાથી બચો.
- આ મહિનામાં સ્નાન દાન નું ખાસ મહત્વ બતાવામાં આવે છે.આવામાં પવિત્ર નદી માં જઈને સ્નાન કરી શકો છો.
- આ મહિનામાં ભગવાન સુર્ય ની ઉપાસના કરો અને એમને પાણી ચડાવો.
- જો સંભવ હોય તો આ મહિને છત્રી,પાણી થી ભરેલો ઘડો,ખરબુજાં મીઠું,આમળા વગેરે નું દાન જરૂર કરો.આવું કરવું શુભ માનવામાં આવે છે.
- આ મહિનામાં લીલા પત્તાવાળી શાકભાજી નું સેવન કરો કારણકે એમાં કીડા લાગવાની સંભાવના વધારે હોય છે.
- આ મહિનામાં તમાસીક વસ્તુઓ જેમકે મસુર ની દાળ,રીંગણાં,દારૂ અને માંશ વગેરે થી દુરી કરી લ્યો.
- આના સિવાય,જો આ દરમિયાન ભગવાન વિષ્ણુ,ભગવાન શિવ,માં દુર્ગા,ભગવાન હનુમાનજી ની પુજા કરવામાં આવે તો આ ખરાબ દોષો થી છુટકારો મળી શકે છે.
અષાઢ મહિનામાં આ મંત્રો નો કરો જાપ
અષાઢ મહિનામાં રોજ સવારે પુજા કરતી વખતે નીચે દેવામાં આવેલા મંત્રો નો જાપ કરો અને ધ્યાન જરૂર કરવું જોઈએ.આવું કરવાથી ક્યારેય ધન-ધાન્ય ની અછત નથી થતી.
- ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય.
- ઓમ રામદૂતાય નમઃ ।
- ક્રિમ કૃષ્ણાય નમઃ ।
- ઓમ રા રામાય નમઃ.
આ મંત્રો નો જાપ કરવાથી નકારાત્મક વિચારો થી મુક્તિ મળે છે,વિચાર સકારાત્મક બને છે.ઘરના મંદિર માં કે બીજા કોઈ મંદિર માં ધ્યાન કરી શકાય છે.આના માટે કોઈ શાંત સ્થાન ની પસંદગી કરવામાં આવે છે.
અષાઢ મહિનામાં કરવામાં આવતા સેહલા ઉપાય
તરતજ ફળ ની પ્રાપ્તિ માટે
અષાઢ નો મહિનો યજ્ઞ અને ધાર્મિક અનુસ્થાન કરવા માટે શુભ હોય છે.હિન્દુ કેલેન્ડર મુજબ,વર્ષ ના 12 મહિનામાં ચોથો મહિનો અષાઢ મહિનો હોય છે અને આ મહિનામાં યજ્ઞ કરવાથી તરતજ ફળ મળે છે.
આર્થિક સમસ્યા થી નિપટવા માટે
જો તમને તમારી કુંડળી માં સુર્ય અને મંગળ ની સ્થિતિ બહુ કમજોર છે અને એની સાથેજ જીવનમાં આવી રહેલી સમસ્યા થી નિપટવા માંગો છો તો આ મહિનામાં શ્રી હરિ કૃષ્ણ,ભોલેનાથ,માં દુર્ગા,અને હનુમાનજી ની પુજા જરૂર કરો.અષાઢ મહિનામાં આની પુજા કરવી ખાસ ફળદાયી હોય છે.
શારીરિક કષ્ટ થી છુટકારો મેળવા માટે
અષાઢ મહિનામાં સુર્યોદય થી પેહલા ઉઠીને બધાજ કામો થી નિવૃત થઈને સ્નાન કરવું જોઈએ અને પછી સુર્યદેવ ને પાણી ચડાવું જોઈએ.આના પછીજ ભોજન કરવું જોઈએ.સુર્યદેવ ને આરોગ્યના દેવતા માનવામાં આવે છે અને અષાઢ મહિનામાં આની ઉપસના કરવાથી વ્યક્તિને બધાજ પ્રકારના રોગો થી મુક્તિ મળે છે.
મનોકામના પુરી કરવા માટે
અષાઢ મહિનામાં ઘણા વ્રત અને તૈહવારો પડે છે એટલે આ મહિનો પુજા પાઠ કરવા માટે બહુ ખાસ માનવામાં આવે છે.આ મહિને દેવશયની એકાદશી,અષાઢી એકાદશી અને યોગીની એકાદશી જેવા ઘણા પૂર્ણંયદયી વ્રત પડે છે.સંભવ હોય તો આ ટાઇહવારો પર પુજા પાઠ કરો અને વ્રત લો.આવું કરવાથી તમારી બધીજ મનોકામના પુરી થશે.
ભગવાન વિષ્ણુ ની ખાસ કૃપા માટે
અષાઢ મહિનામાં સ્નાન અને દાન નું ખાસ મહત્વ છે.એવા માં પોતાના સામર્થ્ય મુજબ અષાઢ મહિનામાં જરૂરતમંદ લોકોને દાન-દક્ષિણા જરૂર આપવી જોઈએ.માન્યતા છે કે અષાઢ મહિનામાં છત્રી,આમળા,અને મીઠું,વગેરે નું દાન કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ની ખાસ કૃપા મળે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
નવવિવાહિત લોકો માટે કેમ અશુભ માનવામાં આવે છે અષાઢ નો મહિનો
માન્યતા છે કે અષાઢના મહિનામાં નવા-નવા લગ્ન થયેલા લોકોને પોતાના પાર્ટનર ની સાથે નહિ રેહવું જોઈએ એટલે કે લગ્ન ના શુરુઆત ના સમય માં કપલ એ અષાઢ મહિના દરમિયાન અલગ થઇ જવું જોઈએ.આની પાછળ ઘણી અલગ અલગ કારણ બતાવામાં આવે છે.પરંતુ સાચું એ છે કે પહેલાના જમાનામાં લોકો માને છે કે જો અષાઢ મહિનામાં નવવિવહિત લોકો એક સાથે રહે છે અને સ્ત્રી ગર્ભવતી થઇ જાય છે તો એ ચૈત્ર મહિનામાં બાળક ને જન્મ આપી શકે છે.સનાતન ધર્મ ચૈત્ર ગરમી નો મહિનો છે અને આ ગરમી ના મોસમ નું આગમન નું પ્રતીક છે.માનવામાં આવતું હતું કે ગરમી ના દિવસમાં નવજાત બાળક અને માં ને કંઈક દિક્કત નો સામનો કરવો પડી શકે છે.એટલે તમને સલાહ આપવામાં આવે છે કે નવવિવાહિત લોકોને આખા અષાઢ મહિનામાં અલગ રેહવું જોઈએ.
અષાઢ પછી આવનારા સાવન મહિનામાં નવવિવાહિત કપલ ને ફરીથી સાથે રહેવાની અનુમતિ મળી જાય છે.એ પણ માનવામાં આવે છે કે અષાઢ ના મહિનામાં નવવિવાહિત સ્ત્રી પોતાના સાસુ સાથે નહિ રેહવું જોઈએ એમને અષાઢ ના મહિના સુધી માયકા માં મોકલી દેવામાં આવે છે એટલે બંને ની વચ્ચે કોઈ મતભેદ નહિ થાય અને સબંધ પ્યાર થી ચાલે છે.
અષાઢ મહિના 2024 માં રાશિ પ્રમાણે કરો આ ઉપાય,થશે લાભ
અષાઢ ના મહિનામાં ભગવાન વિષ્ણુ ની કૃપા મેળવા માટે રાશિ પ્રમાણે ઉપાય બતાવામાં આવે છે,જેને અપનાવીને તમે જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવી શકો છો.
મેષ રાશિ
અષાઢ મહિનામાં મેષ રાશિના લોકોને ગાય ને લીલા કલર ના મુંગ ખવડાવા જોઈએ.આવું કરવાથી જો તમે આરોગ્ય સમસ્યા થી પરેશાન છો તો તમને રાહત મળશે અને તમારું આરોગ્ય પેહલા કરતા સારું રહેશે.આટલુંજ નહિ મોટામાં મોટી આરોગ્ય સમસ્યા થી તમને છુટકારો મળી જશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોને અષાઢ મહિનો 2024 માં નાની કન્યાઓ ને ભોજન કરાવું જોઈએ અને એમને મિસરી નું દાન કરવું જોઈએ.આવું કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવશે અને કુંડળી માં શુક્ર ની સ્થિતિ મજબુત થશે.
અષાઢ મહિનામાં કેવો રહેશે શેર બાઝાર નો હાલ? શેર માર્કેટ ભવિષ્યવાણી વાંચવા માટે અહીંયા ક્લિક કરો
મિથુન રાશિ
આ રાશિના લોકોને અષાઢ મહિનામાં માં દુર્ગા ની સામે ઘી ની દીવો સળગાવો જોઈએ.આવું કરવાથી લોકો ભગવાન વિષ્ણુ નો આર્શિવાદ મેળવે છે.
કર્ક રાશિ
પોતાના જીવનમાં શુભ ફળ મેળવા માટે કે સકારાત્મક ઉર્જા માટે અષાઢ મહિનામાં બેલ ના ફળ ને લાલ કપડાં માં બાંધીને રાખો અને જેમ અષાઢ મહિનો પુરો થઇ જાય તો એને કોઈ વહેતી નદી માં પ્રવાહિત કરી દો.આવું કરવાથી તમને બધાજ કામમાં સફળતા મળશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને અષાઢ ના મહિનામાં માં ભગવતી ને લાલ ચંદન કે ચુનરી ચડાવો.આવું કરવાથી તમારા અટકેલા કામ બનવા લાગશે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોને સુખ-સમૃદ્ધિ ની પ્રાપ્તિ માટે અને પિતૃ ની આત્મા ની શાંતિ માટે અષાઢ મહિનામાં પક્ષીઓ ને ઘઉં અને ભાત ના દાણા ખવડાવા જોઈએ.આવું કરવું તમારા માટે શુભ રહેશે.
તુલા રાશિ
તમારા જીવન થી કષ્ટ અને તમામ પરેશાનીઓ દુર કરવા માટે હસદ્ધ મહિના માં દેવી ભગવતી ને મસુર ની દાળ ચડાવો અને આને પછી સુહાગિન મહિલા ને દાન કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોને આ દિવસે તુલસી ની છોડ લગાવો જોઈએ અને દરરોજ છોડ આગળ દીવો કરવો જોઈએ.આવું કરવાથી તમારું સુતેલું નસીન જાગી જશે.
ધનુ રાશિ
ધનુ રાશિના લોકોને માં દુર્ગા ના મંદિર માં જઈને સુહાગ નો સામાન ચડાવો જોઈએ.આવું કરવાથી લગ્ન જીવનમાં ખુશીઓ આવશે અને તમારું પ્રેમ જીવન ખુશાલ બનેલું રહેશે.
મકર રાશિ
તમારા જીવનમાં સુખ-સૌભાગ્ય માટે અષાઢ ના મહિનામાં વિષ્ણુ મંદિર માં જઈને ભગવાન વિષ્ણુ ને અશોક ના પાંદળા ની માળા ચડાવી જોઈએ.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકોને અષાઢ ના મહિનામાં નાના બાળક ને નોટબુક કે મીઠાઈ નું દાન કરવું જોઈએ.આવું કરવાથી તમને ક્યારેય આર્થિક સમસ્યા નો સામનો નહિ કરવો પડે અને ક્યારેય ધન-ધાન્ય ની કમી નહિ થાય.
મીન રાશિ
મીન રાશિના લોકોને અષાઢ મહિનો 2024 માં એક લાલ કપડાં માં ઘઉં ભરીને એને કોઈ ગરીબ કે જરૂરતમંદ ને દાન કરવું જોઈએ.આવું કરવાથી તમારા બાળક ની લાંબી ઉંમર મળશે અને એ હંમેશા સ્વસ્થ રહેશે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
પ્રશ્ન 1. અષાઢ ક્યાં મહિનાને કહે છે?
જવાબ 1. હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનો વર્ષ નો ચોથો મહિનો છે.
પ્રશ્ન 2. અષાઢ મહિનો ક્યારથી ચાલે છે?
જવાબ 2. અષાઢ મહિનો 23 જુન 2024 રવિવાર ના દિવસે ચાલુ થશે.અને 21 જુલાઈ 2024 રવિવાર ના દિવસે પુરો થશે.
પ્રશ્ન 3. અષાઢ મહિના નું મહત્વ?
જવાબ 3. માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુ ની પુજા -અર્ચના કરવાથી શુભ ફળો મળે છે.
પ્રશ્ન 4. અષાઢ ને અશુભ કેમ માનવામાં આવે છે?
જવાબ 4. ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે નિદ્રા અવસ્થા માં ચાલ્યા જાય છે.આ રીતે ચતુરમહિનો ચાલુ થાય છે એટલે આ મહિના ને અશુભ માનવામાં આવે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025