Personalized
Horoscope
  • Talk To Astrologers
  • Atul
  • Rajesh
  • Sapana

Rashi Bhavishya 2012 - Gujarati Horoscope 2012 - Gujarati Astrology 2012


Select Your Zodiac Sign:
મેષ વૃષભ મિથુન કર્ક
સિંહ કન્યા તુલા વૃશ્ચિક
ધન મકર કુંભ મીન

મેષ મેષ (અ,લ,ઈ) 22 માર્ચ થી 20 એપ્રિલ સુધી

જાન્યુઆરી - નવા વર્ષમાં કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલા વિચારી લેવું. તબિયતની ખાસ કાળજી રાખવી. પોતાની ખાણી-પીણીની ટેવ ઉપર નિયંત્રણ રાખવું. યાદ રાખો કે મિત્રો વિના સફળતા મેળવવી સરળ નથી હોતી એટલે એમની સાથે સંબંધ જાળવી રાખો. પ્રભુ સ્મરણ કરવું જેથી મન પણ શાંત રહેશે અને આવનાર કષ્ટો પણ દુખ નહીં આપે.

ફેબ્રુઆરી -આ મહીને તમારે સંભાળીને રહેવાની જરૂર છે. શત્રુ તમારૂં અહિત કરવામાં સફળ થઈ શકે છે. પત્ની સાથે પણ ક્લેશ થઈ શકે છે. આર્થિક દ્રષ્ટિએ પણ આ મહીનો લાભદાયી નથી- ખાસ કરીને મહીનાના છેલ્લા 15 દિવસો. કોઈ વ્યક્તિ સાથેની મુલાકાત તમારા જીવનને નવી દિશા આપવામાં મદદરૂપ થશે. મિત્રો અને ભાઈઓનો સાથ મળશે.

માર્ચ -તમારૂં નવું મકાન બની શકે છે. ધંધાની દ્રષ્ટિએ સમય સામાન્ય રહેશે. રાજકારણમાં તમારૂં માન-સન્માન વધી શકે છે. વિરોધી તમારી સામે ઘુટણ ટેકશે. કોર્ટ-કચેરીની ઝંઝટોથી બચવું. વેપારી વર્ગને ખાસ લાભ થઈ શકે છે.

એપ્રિલ -નસીબ જોર કરશે. નવું વાહન ખરીદી શકો છો. પ્રેમની દ્રષ્ટથી મહીનો સારો નથી. કોઈ જુના મિત્ર સાથે અચનાક મુલાકાત થઈ શકે છે. આ મુલાકાતથી લાભ થશે. જુની માંદગીથી છુટકારો મળવાના પણ યોગ છે. કોઈને પણ ઉધાર આપ્યા પહેલા વિચારી લેવું નહિંતર પૈસા પાછા મેળવવા માટે બહુ મહેનત કરવી પડી શકે છે.

મે -આ મહીને પણ પરિસ્થિતિ બહુ સારી નહીં રહે. નક્કી કરેલ કાર્યક્રમ પ્રમાણે જ કામ કરવું. કૌટુંબિક કષ્ટ નડી શકે છે, ખાસ કરીને સ્ત્રીઓને. પોતાના ધાર્મિક સ્થળે જઈને પ્રાર્થના કરવી. મહીનાનો અંત આવતા સુધીમાં સ્થિતિ પણ સુધરવાની શરૂઆત થઈ જશે.

જૂન-તમારો ખરાબ સમય પસાર થઈ ગયો છે. જૂના કામોથી લાભ મળવાની શરૂઆત થઈ શકશે. તમે નવીન કામ પણ શરૂ કરી શકશો. મિત્રો તમને મદદ કરશે. તેમછતાં, કોઈની ઉપર પણ ભરોસો કરવાનું ટાળવું, નહિંતર પછીથી તમારે પસ્તાવો કરવાનો સમય આવી શકે છે. કૌટુંબિક નાની-મોટી મુશ્કેલિઓનો સામનો કરવો પડી શકે છે. આવકમાં વધારો થશે.

જુલાઈ -પાર્ટી આપવાની તૈયારી કરવા લાગો કારણ કે મહીનાઓથી રોકાયેલ નાણું પરત મળવાના પૂરેપૂરા યોગ છે. સાસરા પક્ષ સાથે મીઠો વ્યવહાર રાખવો. વેપારી વર્ગને ખાસ લાભ થશે. વિશ્વભરમાં તમારા કામની નોંધ લેવાશે. માન-સન્માનમાં વધારો થશે. કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે. વિદ્યાર્થી વર્ગને પણ મહેનત પ્રમાણે સારા પરિણામ મળશે.

ઑગસ્ટট -– ઘરમાં નવા મહેમાનના સ્વાગતની તૈયારી જોરશોરથી થશે. નવા લોકો ઉપર આંખ મીંચીને ભરોસો ન કરવો. જુની મુશ્કેલી પાછી આવીને પરેશાન કરી શકે છે. મિત્રો સાથે મળીને કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. નોકરીમાં પણ આપની પ્રગતિ થઈ શકે છે.

સપ્ટેમ્બર -યાદ રાખો કે વાણી જ મિત્ર અને શત્રુ હોય છે, એટલે એનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવો. સ્ત્રી વર્ગ માટે આ મહીનો ખૂબ જ શુભ છે. શત્રુઓના ગુપ્ત ષડયંત્રોથી સાવચેતી રાખવાની જરૂરત છે. મહેનત વધુ કરવી પડશે. તબિયતની કાળજી રાખવી. વિદ્યાર્થી વર્ગ માટે હરીફાઈનું પરિણામ ઉત્તમ આવશે.

ઑક્ટોબર -આ મહીને તમને થોડુંક ખાટું મળશે તો થોડું મીઠું પણ મળશે. મહીનાની શરૂઆત તો સારી થશે પણ મહીનાના અંત સમયમાં અમુક મુશ્કેલિઓ હેરાન કરી શકે છે. દૂરના પ્રવાસો લાભકારી સિદ્ધ થઈ શકે છે પણ તે માટે વધુ નાણાં પણ ખર્ચવા પડશે. શત્રુ તમને પરેશાન કરવાની કોશિશ કરશે પણ તેઓ સફળ નહીં થઈ શકે.

નવેમ્બર -નો પ્રોફિટ નો લૉસ. આ મહીનો મધ્યમ રહેશે. ભૌતિક જરૂરી સામાનની ખરીદી કરશો. હરવા-ફરવા અને મનોરંજન ઉપર વધુ ખર્ચ કરશો. શત્રુઓથી સંભાળીને રહેવું.

ડિસેમ્બર -આ મહીને આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે. જો તમારી માથે દેવું છે તો આ મહીને તમે એને ચુકવવામાં સફળ થશો. જે કામ અત્યાર સુધી મગજમાં જ હતા તે હવે હકીકતમાં ફેરવાશે અને તેનાથી તમને જબરજસ્ત સફળતા મળશે.

વૃષભ વૃષભ (બ,વ,ઉ) 21 એપ્રિલથી 21 મે

જાન્યુઆરી -આ મહીને કાંઈક ખાસ થવાનું છે. રાજકારણમાં રસ ધરાવનારને મોટી સફળતા મળશે. હરીફાઈમાં સફળતા મળશે, સાહિત્ય અને સંગીતમાં રસ હોય તો લાભ થશે. તબિયતની કાળજી રાખવી. મહીનાની શરૂઆતમાં વધુ ખર્ચા થશે એટલે બચત ઓછી થશે. ચાંદીના લોટામાં વહેતી નદીનું પાણી ભરીને રાખવાથી લાભ થશે.

ફેબ્રુઆરી -આ મહીનો ગોચર ગ્રહ પ્રમાણે મધ્યમ ફળ આપનારૂં છે. લલિત કળામાં રસ વધશે. મહેમાનના આગમનથી ખુશી મળશે. વિચારેલું કામ ખૂબ જ મહેનત કરવાથી પૂરૂં થશે, સરકારી અધિકારી સાથે ઘનિષ્ટતાનો ત્યાગ કરી દો. આજીવિકા માટે કામ કરનારા લોકોએ પોતાના સહયોગીઓ સાથે તાલમેળ વગેરે જાળવી રાખવાની જરૂરત છે, તમે પોતાના પરાક્રમથી સ્થિતિને સકારાત્મક બનાવવામાં સફળ થશો.

માર્ચ -કૌટુંબિક સહયોગથી જીવનમાં ખુશીઓ આવશે. ધનના અપવ્યયથી બચો. બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો. વિદ્યાર્થા વર્ગને વિદ્યાભાસમાં સફળતા મળશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. વેપારમાં લાભ અને પ્રગતિના અવસર મળશે.

એપ્રિલ -તૈયાર રહો નસીબ ખુલવાની તૈયારીમાં છે. નોકરીમાં પ્રગતિ અને વેપારમાં વધારો થવાના યોગ છે. હરવા-ફરવાની તક મળશે, પણ એનાથી થાક પણ લાગશે. સારા સમાચાર મળવાથી મન ખુશ થશે. વિદ્યાર્થી વર્ગે એકાગ્રચિત્ત થઈને કડી મહેનત કરવી પડશે.

મે -આ મહીનો તમારા માટે ઠીકઠાક રહેશે. વેપારમાં નવા આઈડિયાથી લાભ થશે. ભાવુક થવું સારૂં છે પણ વધુ ભાવુકતાથી બચો. સુખ અને ધન લાભના સંકેત. સાંધામાં દુઃખાવો કે ઑપરેશન થઈ શકે છે. નોકરી કે ધંધાના લીધે ઘરેથી દૂર જઈને રહેવું પડી શકે છે.

જૂન-નાજુક સમય હોવાથી તમારે સાવચેતી રાખવાની જરૂરત છે. પ્રવાસ શરૂ કર્યા પહેલા ભગવાનનું સ્મરણ જરૂર કરવું. વાહન ચલાવતી વખતે પણ સાવચેતી રાખવાની જરૂરત છે. ખાણી-પીણીની ખાસ કાળજી રાખવી, બહારનું ખાવું નહિં. કોઈ શુભ સમાચાર મળી શકે છે.

જુલાઈ -ઈચ્છિત લાભ મળવાથી ખુશ થશો. હરીફાઈના પણ સારા પરિણામો આવવાથી ખુશી મળશે. સ્ત્રી વર્ગે તબિયતની ખાસ કાળજી રાખવી. કામનો ભાર વધશે. નોકરીમાં પ્રગતિ થવાની શક્યતા છે. તબિયત થોડી નરમ ગરમ રહેશે. વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે.

ઑગસ્ટট -તમારા જીવનમાં નવીન ઉત્સાહ અને રંગ આવનાર છે. ભાઈ-બહેનોનો સાથ જીવનમાં નવી ખુશિઓ લઈને આવશે. વેપારમાં નવી પ્રગતિ અને સફળતા મળશે. રોકાયેલા કામ પૂર્ણ થશે. નોકરી કરનાર લોકોના જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે.

સપ્ટેમ્બર -વાતાવરણમાં ફેરફાર થવાથી તમારી તબિયત બગડી શકે છે. દૂરના સગા-સંબંધીઓનું આગમન તમારે ત્યાં થઈ શકે છે. તમારી જરાક અમથી બેદરકારીનું ખરાબ પરિણામ આવી શકે છે. લૉટરીથી લાભ મળી શકે છે.

অেক্টাবর -સાવચેત રહો કોઈ તમારી વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે. જરાક અમથી ચૂક તમને મોટું નુકસાન કરાવી શકે છે. કોઈ શુભ પ્રસંગનો યોગ થઈ રહ્યો છે. વાતાવરણ સકારાત્મક બનેલું રહેશે. કડી મહેનત કરવી પડી શકે છે, પણ પછીથી તેનું પરિણામ પણ સારૂં આવશે.

નવેમ્બર -કુલ મિલાવીને ગ્રહ તમારી અનુકૂળ છે. કામકાજી જીવનમાં ઉતર-ચઢ જોવા મળશે. કોઈપણ કામ ઉતાવળેથી ન કરવું, નહિંતર નુકસાન થઈ શકે છે. પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખવું. નકામા વાદ-વિવાદમાં વચમાં ન પડવું. તબિયત સારી રહેશે. ખર્ચ ઉપર કાબુ રાખવાની જરૂરત છે.

ડિસેમ્બર -આ મહીને પ્રગતિના યોગ છે. આર્થિક પક્ષ મજબૂત થશે. નવી ખરીદારી માટે પણ સમય અનુકૂળ છે. નવા લાભકારી સંબંધો બનશે. ધાર્મિક કામોમાં રસ વધશે. વિવાહિત જીવનમાં ખાટી-મીઠી ચાલતી રહેશે. વિદ્યાર્થી વર્ગને ખૂબ જ મહેનત કરવાની જરૂરત છે.

મિથુન મિથુન (ક, છ, ઘ) 22 મે થી 21 જૂન

જાન્યુઆરી- થોડોક આકરો સમય છે. તમે કાર્યક્રમો પ્રત્યે અરૂચિ અનુભવશો. મહેનત કરવા છતાં પણ ધાર્યુ પરિણામ ન મળવાથી તમે હતાશ થઈ શકો છો. અતિ વિશ્વાસના બદલામાં તમને દગો મળી શકે છે.

ફેબ્રુઆરી - કોઈ બીજાની મુશ્કેલિઓમાં નકામું વચમાં પડવાનું ટાળવું. વેપારમાં ધનનું રોકાણ લાભકારી સિદ્ધ થશે. કૌટુંબિક વાતાવરણ સુખદ રહેશે. જ્યારે તમારી પોતાની વિવેક બુદ્ધિ કામ ન કરતી હોય ત્યારે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ પ્રમાણે કામ કરવું ઉચિત રહેશે.

માર્ચ -સારા સમયની શરૂઆત થઈ રહી છે. શુભ સમાચાર જીવનમાં નવીન રસ ભરી દેશે. આ સારા સમયનો પૂરોપૂરો લાભ ઉઠાવો. કમાણીના નવા સાધન મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. મન ખુશ રહેશે. વેપારી વર્ગ માટે નવા અવસરો ખુલશે.

એપ્રિલ -જીવનમાં અમુક આશ્ચર્યચકિત કરી દેનાર બનાવો બનશે. આવા સમયે મિત્રો તમારી ખૂબ જ મદદ કરશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સારા નંબર મેળવવા માટે ખૂબ જ કડી મહેનત કરવી પડશે. કોર્ટ-કચેરીની કેસ પણ હેરાન કરી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ ન કરવું.

મે -જો તમે મહેનત કરશો તો પ્રગતિના નવા માર્ગો ખુલી શકે છે. વાતાવરણમાં ફેરફાર થવાથી તબિયતની ખાસ કાળજી રાખવી. માતા-પિતા સાથે મતભેદ થવાની શક્યતા છે. હરવા-ફરવા ગયા પહેલા ઘરની સુરક્ષાની પૂરેપૂરી તૈયારી કરી લેવી. મનોરંજન ઉપર વધુ પૈસા ખર્ચ કરવાથી મહિનાની અંતે નાણાંકીય ભીડનો સામનો કરવો પડી શકે છે.

જૂન-કુટુંબીજનો સાથે સમય વિતાવવાનો અવસર મળશે. ક્યાંક બહારગામ ફરવા પણ જઈ શકો છો. શત્રુ તમારૂં અહિત કરવાની તાકમાં છે, માટે સાવચેત રહેવું. કુટુંબમાં નવી ખુશી આવશે. કુલ મિલાવીને આ મહીનો સુખદ પસાર થશે.

જુલાઈ -જે સમયની તમે રાહ જોઈ રહ્યા હતા, તે સમય હવે આવી ગયો છે. જુના કોર્ટ-કચેરીના કેસથી છુટકારો મળશે. સમયનો સદુપયોગ કરો. મનવાંછિત ફળ મળશે. ધાર્મિક કાર્યો વધુ કરશો. વેપાર સારો ચાલશે.

ઑગસ્ટট -જીવનમાં કશુંક નવીન ઘટશે. સામાજિક સ્તરે તમારા માન-સન્માનમાં વધારો થશે. અધિકારી તમારા કામથી ખુશ થશે. સંતાન તમારૂં કહ્યું માનશે. વેપારમાં સફળતા મળશે.

સપ્ટેમ્બર -આ સમય આયોજન કરવાનો નહિં પણ એની ઉપર અમલ કરવાનો છે. અચાનક કોઈ લાંબા પ્રવાસે જઈ શકો છો. જીવનમાં નવીન ખુશીનું આગમન થશે. હાથ ફેલાવીને એનું સ્વાગત કરો. એકાગ્રચિત્ત થઈને કામ કરો, સફળતા જરૂર મળશે.

ઑક્ટોબર -જીવનમાં કશુંક નવીન થવાની તૈયારીમાં છે. કમાણીના નવા સાધનો ખુલશે. પ્રૉપર્ટીમાં રોકાણ તમને લાભ અપાવશે. બાળકો માટે પણ થોડો સમય ફાળવો, તેમનું પણ ધ્યાન રાખો.

નવેમ્બર - આ મહીને બધું જ મધ્યમ રહેશે. આર્થિક સ્તરે વાતાવરણ તમારી અનુકૂળ નથી. માનસિક રીતે તમે પરેશાન રહેશો. કુટુંબમાંથી ખરાબ સમાચાર મળી શકે છે.

ડિસેમ્બર - પ્રેમ કરવા માટે સારો સમય છે. મહીનાની અંતે આપને શુભ સમાચાર મળી શકે છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત પણ થઈ શકે છે. ખાલી ન બેસો. વિદેશ જવાના પણ યોગ છે.

કર્ક કર્ક (ડ, હ) ૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જાન્યુઆરી -રોકાયેલા કામો થઈ જશે. પોતાની ઉંમરના લોકો સાથે પ્રેમ ભાવ વધશે. નવી નોકરીના યોગ પણ બની રહ્યા છે. ઑફિસમાં કોઈ તમારી વિરૂદ્ધમાં કાવત્રુ રચી રહ્યું છે, સાવચેત રહો. દોસ્તી પરિણયમાં ફેરવાય તેવા સંકેત છે. વિશ્વાસ રાખો બધું સારૂં જ થશે.

ફેબ્રુઆરી -મહીનાની શરૂઆત તમારા માટે શુભ ફળદાયી રહેશે. તબિયત પણ સુધારો થશે. આવકમાં પણ વધારો થશે. પ્રેમિઓ માટે સમય ખૂબ જ સારો છે.

માર્ચ -સેવા કરવા માટે થોડો સમય ફાળવશો તો લાભ થશે. નાની-મોટી માંદગીને ધ્યાનમાં ન લેતા સામાન્ય રીતે તબિયત સારી રહેશે. નાણાંકીય રીતે પણ સમય સારો છે. પ્રેમ-પ્રસંગોમાં નકામા વાદ-વિવાદથી બચો.

એપ્રિલ -તમારા દંભી સ્વભાવના કારણે તમારે વિરોધનો સામનો કરવો પડી શકે છે. કોઈ પણ નવું કામ કરવાનું ટાળો. વરિષ્ઠ અધિકારી તમારાથી નારાજ થઈ શકે છે. નાણાંકીય રોકાણ કર્યા પહેલા કોઈ જાણકારની સલાહ લેવી હિતાર્થ રહેશે.

મે -મહેમાનોના સ્વાગત માટે તૈયાર રહો. વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે. નાણાંકીય રોકાણ કરી શકો છો. બૉસ સાથે નકામો વાદ-વિવાદ કરવાનું ટાળો. નવીન આયોજનો ઉપર પણ અમલ કરી શકો છો.

જૂન-ધાર્યા પ્રમાણે પરિણામ મળવાથી ખુશી થશે. આવકમાં વધારો થવાથી આર્થિક પક્ષ મજબૂત બનશે. તબિયતની ખાસ કાળજી રાખવાની જરૂરત છે. મિત્રોનુ વલણ મિત્રતાભર્યુ રહેશે. પત્નીની તબિયત ચિંતાજનક થઈ શકે છે. લાંબા પ્રવાસો કરવાથી થાકનો અનુભવ થઈ શકે છે. હવાઈ કિલ્લા બનાવવાની જરૂરત નથી.

જુલાઈ -બધું જ સામાન્ય રહેશે. ગમે ત્યાં નકામું ભટકવાનું ટાળો. વિદ્યાર્થી વર્ગે ભણવામાં ખાસ ધ્યાન દેવું. આ મહીને ૫રિસ્થિતિ ઉતર-ચઢ થતી રહેશે તેમ છતાં મહીનાના અંતે રોકાયેલા કામો પૂર્ણ થવાની શક્યતા છે.

ઑગસ્ટট -જુના મિત્રો સાથે મુલાકાત તમારા જીવનમાં નવા રંગ લઈને આવશે. બહારનું ખાવાનું ટાળવું, નહિંતર તબિયત ખરાબ થઈ શકે છે. કૌટુંબિક સાથ પૂરેપૂરો રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે.

સપ્ટેમ્બર -કુટુંબના લોકોને નારાજ ન કરવું નહિંતર બનતા કામો પણ બગડી શકે છે. કોઈ જરૂરતમંદની મદદ કરવાથી તમને આંતરિક આનંદનો અનુભવ થશે. કોઈ પ્રતિયોગી પરીક્ષામાં બેસવાની તૈયારી કરી રહ્યા હો તો તેમાં સફળતા જરૂરથી મળશે. તબિયતની ખાસ કાળજી રાખવી. સાંધામાં દુઃખાવો થઈ શકે છે. વેપારમાં નફો ઓછો થશે.

ઑક્ટોબર -તમે ચિંતામાં રહેશો. શત્રુ પક્ષ તમારી ઉપર હાવી થઈ શકે છે. ભૌતિક સાધનો ઉપર વધારાના નાણાંનો ખર્ચ થઈ શકે છે. યાદ રાખો ક્રોધ સૌથી પહેલા તમારૂં પોતાનું નુકસાન કરે છે એટલે ક્રોધ ઉપર કાબુ રાખવો જરૂરી છે. લગ્નજીવનમાં શંકા ઘાતક સાબિત થઈ શકે છે. સારૂં થશે કે તમે એ બાબતે જીવનસાથી સાથે ચોખવટ કરો.

નવેમ્બર -મહીનાની શરૂઆતમાં કષ્ટ રહેશે પણ ૧૫ તારીખ પછી આર્થિક પક્ષમાં સુધારો થવાના સંકેત છે. તબિયતની ખાસ કાળજી રાખવી કારણ કે પેટ અને ઘુટણની તકલીફ થઈ શકે છે. પોતાના લોકોનો સહયોગ તમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપતો રહેશે. સંતાન સુખ મળવાના પણ સંકેત છે. કોઈ જુના મિત્રથી તમને ખૂબ જ મદદ મળી શકે છે. શત્રુ શાંત રહેશે.

ડિસેમ્બર -વાહન અને જમીન-જાયદાદની ખરીદી તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. અધૂરા અને રોકાયેલા કામો આગળ વધશે. તબિયત પ્રત્યે બેદરકારી તમને ભારી પડી શકે છે. ધાર્મિક કાર્યો પ્રત્યે મન વળશે. મિત્રોનો સહયોગ મળશે.

સિંહ સિંહ (મ, ટ,) ૨૪ જુલાઈથી ૨૫ ઑગસ્ટ

જાન્યુઆરી – મહીનાની શરૂઆતમાં નવું કરવાનું ટાળવું. વેપારી વર્ગને ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. લાંબા પ્રવાસો તમારા માટે ખાસ લાભદાયી નહિં નીવડે. તબિયત પણ સારી નહિં રહે. નોકરી કરનાર લોકોએ ઑફિસમાં ખાસ કાળજી રાખીને કામ કરવાની જરૂરત છે.

ફેબ્રુઆરી – મહીનાની શરૂઆત સામાન્ય રહેશે. આર્થિક સ્થિતિને નજર અંદાજ ન કરવી. જમીન-જાયદાદમાં પૈસો રોકવાનું ટાળવું. પત્નીની તબિયત ચિંતાનું કારણ થઈ શકે છે. કામ કરવામાં મન નહીં લાગે. નકામી વાતોના લીધે માનસિક તાણ થઈ શકે છે. કારોબારમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે. નોકરી કરનારાઓની પોતાના અધિકારી સાથે ચળભળ થઈ શકે છે.

માર્ચ – મહેનત રંગ લાવવા મંડી છે, પણ અતિ મહત્વકાંક્ષી બનવાથી બચવું. રણનીતિ બનાવીને જ આગળ વધવું. તબિયત સારી રહેશે. વાહન સાચવીને ચલાવવું. યાદ રાખો કે પ્રેમ ત્યાગ માગે છે એટલે પ્રેમ સંબંધોમાં આપવાનું શીખો.

એપ્રિલ – દેવયોગ હોવાના લીધે કોઈ જુનો મિત્ર કે સંબંધી સાથે મુલાકાત થઈ શકે છે. આપના આરોગ્યની બેકાળજી રાખવી નહીં. સીઝનલ બીમારી, શરદી-કફ-ખાંસીની દવા લેવી પડે. જીવનસાથીનું વલણ તમારા પ્રત્યે સહયોગાત્મક રહેશે. હરીફાઈથી ડરવું નહીં, એનો આનંદ ઉઠાવો, પછી જુવો કે કામ કરવામાં કેટલી મજા આવે છે. ધાર્મિક કામો પ્રત્યે મન વળશે.

મે – આ મહીનો સામાન્ય રહેશે. કામ કરવામાં મન નહીં લાગે અને શરીરમાં કળતર થતી રહેશે. કોર્ટ-કચેરીના નિર્ણયો તમારી વિરૂદ્ધમાં આવી શકે છે. ક્યાંકથી શુભ સમાચાર આવી શકે છે. કામ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવી રાખવું. માનસિક સ્થિતિ સામાન્ય રાખો.

જૂન – કોઈ પણ કાગળ ઉપર સહી કરતાં પહેલા બરાબર ચકાસી લેવું. તમારી વર્તણૂંકથી આજુબાજુના લોકોને તકલીફ થઈ શકે છે. પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખો. કોઈની પણ બાબતમાં વચમાં ન પડવું. આ મહીનો તમારા માટે સામાન્ય રહેશે. ડૉક્ટર પાસે પણ જવું પડી શકે એમ છે.

ઑગસ્ટ – તમારી રચનાત્મકતાના વખાણ થશે. ઘરમાં ભૌતિક સાધનો ઉપર ખર્ચ થશે. મિત્રોનો સહયોગ તમારા જીવનની ગાડીને ગતિ આપશે. શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થી વર્ગને લાભ થશે. નોકરીમાં આગળ વધવાની આશા છે. તબિયતની ખાસ કાળજી રાખવી.

સપ્ટેમ્બર – શત્રુઓની નજર તમારી સફળતા ઉપર છે અને તમારો ક્રોધ એમના કામને વધુ સરળ બનાવી શકે છે. ગોપનીય વાતો કોઈને પણ કરતી વખતે સાવચેતી રાખવી. સંતાનની ચિંતા સતાવશે. કૌટુંબિક જીવનમાં ઉથલપાથલ મચેલી રહી શકે છે. સજાગ રહેવું.

ઑક્ટોબર – આ મહીને તમારા માટે બધું જ સામાન્ય રહેશે. નવા લોકોથી પરિચય થશે, જે લાભકારી સાબિત થશે. નોકરી કરવા માટે કોઈ નવા શહેર ભણી જઈ શકો છો. રોકાયેલું નાણું પરત આવશે. જીવનસાથીનો સાથ તમને હંમેશા મળતો રહેશે.

નવેમ્બર – માનસિક શાંતિ મળશે. મોટાભાગે તાણ ઓછી થઈ શકે તેમ છે. ચિત્ત શાંત રહેશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. કોઈ જરૂરતમંદની મદદ કરો, એનાથી તમને રાહતનો અનુભવ થશે. પરિવારમાં તમારૂં માન-સન્માન વધશે, તમારી વાતને બધા માન્ય રાખશે.

ડિસેમ્બર – જીવનમાં નવા રંગ ભરવાનો સમય છે. જૂની વાતોને ભૂલીને આગળ વધો. વાતાવરણનો આનંદ ઉઠાવો. ભણતર પાછળ પૈસા ખર્ચ થશે. જીવનસાથીનું વલણ તમારા પ્રત્યે સહયોગાત્મક રહેશે.

કન્યા કન્યા (પ,ઠ,ણ) ૨૬ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

જાન્યુઆરી – તમારા જીવનમાં ઘણીબધી ઉથલપાથલ રહેવાની છે. નસીબનું જોર ધીરે-ધીરે ધક્કો મારશે. ક્યાંક કશુંક અટકાયેલું છે જે તમને આગળ વધારનાર છે. મિત્રોનો સાથ હંમેશા મળતો રહેશે. જીવનસાથીનો અતડો વ્યવહાર માનસિક તાણ વધારશે. નોકરી કરનાર લોકોનો બૉસ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. તંદુરસ્તી પણ નાજુક રહેશે. ટૂંકમાં આ મહીનો આપને શુભ ફળ આપનાર નથી.

ફેબ્રુઆરી – મહીનાની શરૂઆત સારી નહીં રહે. સંતાનો તરફથી પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. નાણાંકીય ભીડ પણ થઈ શકે છે. માસાંતમાં જરૂર પરિસ્થિતિમાં સુધારો થશે. દૂરથી આવેલ કોઈ શુભ સમાચાર જીવનમાં ઉત્સાહ ભરી દેશે. વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે.

માર્ચ – નસીબ જોર કરશે, પણ દ્રઢ ઈચ્છાશક્તિ વિના તમે સફળતા નહીં મેળવી શકો. તમારી મહેનતના વખાણ તો થશે પણ સાથોસાથ શત્રુઓનો તમારા પ્રત્યે વેરભાવ પણ વધશે. સમયનું આયોજન કરીને તમે ઘણા રોકાયેલા કામો કરી શકો છો, એટલે તે તરફ ધ્યાન આપવાની જરૂરત છે.

એપ્રિલ – વિદેશ પ્રવાસનો યોગ છે. આવકના નવા સ્રોતો ખુલશે. તમારૂં શાંત ચિત્ત તમને ઘણી મુશ્કેલિઓથી બચાવશે. જીવનસાથીનો સાથ મળશે. સંતાન તરફથી પણ શુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે.

મે – પ્રૉપર્ટીમાં રોકાણ કરવાનો આ ઉચિત સમય છે. સફળતાના દ્વાર ખુલી રહ્યા છે. નવા સંબંધોથી લાભ થશે. ઑફિસમાં સાથીઓનું વલણ પણ મિત્રતાભર્યુ રહેશે. ક્યાંક ફરવા જવાનો પ્રોગ્રામ બની શકે છે. જીવનસાથી સાથે એકાંતમાં સમય પસાર કરશો.

જૂન – ધાર્મિક કામોમાં મન પરોવાયેલું રહેશે. કોઈ ધાર્મિક સ્થળનો પ્રવાસ પણ કરી શકો છો. કોઈ નવો સોદો કરતી વખતે કાગળો સરખી રીતે તપાસી લેવા. નવી જવાબદારિઓ તમારી ઉપર માનસિક દબાણ નાંખી શકે છે. મહીનાના છેલ્લા દિવસોમાં ઘરમાં અમુક મહેમાનોનું આગમન થઈ શકે છે.

જુલાઈ – વિદ્યાર્થીઓને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. લોખંડનું કામ કરનાર વેપારી વર્ગને વધુ લાભ થઈ શકે તેમ છે. નોકરી કરનારના પગારમાં પણ વધારો થશે, પણ વધતી જતી મોંઘવારીથી હિસાબ બરાબર થઈ જશે. બાળકો સાથે અમુક સમય ફાળવવાનો અવસર મળશે. ભાઈ કે બહેનની તરફથી કોઈ શુભ સમાચાર તમારી રાહ જોઈ રહ્યું છે.

ઑગસ્ટ – રોકાયેલું નાણું પાછુ મળશે. કોર્ટ-કચેરીથી છુટકારો મળશે. ખુશીઓમાં વધારો થશે. જો કે બાળકો તરફથી અમુક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીની તબિયત પણ નાજુક રહેશે.

સપ્ટેમ્બર – રાજનૈતિક સંબંધોનો લાભ થશે. વેપારની નવી યોજનાઓ તમને લાભ પહોંચાડશે. શત્રુ તમને નુકસાન પહોંચાડવાની તાકમાં છે, માટે સાવચેત રહો. માતા-પિતા તરફથી મદદ મળશે. બાળકની તબિયતની ખાસ કાળજી રાખવી. વિદ્યાર્થીઓનું મન ભણવામાં નહીં લાગે.

ઑક્ટોબર – તમારા જીવનમાં કશુંક નવીન બનવાનું છે. તમારા માર્ગમાં અમુક અડચણો આવશે પણ તમે એનાથી પાર થઈ જશો. કુટુંબમાં વાતાવરણ શાંત રહેશે. પ્રવાસનો લાભ થશે.

નવેમ્બર – કોઈ નજીકનો વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે તેમ છે. નોકરીમાં પણ બદલી થવાના યોગ છે. લગ્નજીવનમાં કટુતા આવી શકે તેમ છે. જીવનસાથી પ્રત્યે ઉદાર વલણ અપનાવવાની જરૂરત છે. તમારો ગુસ્સો બનતી વાત બગાડી પણ શકે છે. મદિરાપાનથી દૂર રહેવું જ તમારા માટે યોગ્ય છે.

ડિસેમ્બર – દામ્પત્ય જીવન તમારો સાથ અને સહકાર માંગે છે. મિત્ર સાથે નવો ધંધો શરૂ કરવાથી ભવિષ્યમાં તેનો લાભ મળી શકે તેમ છે. સમયનો સદુપયોગ કરો.તમારે જરાક વ્યાવહારિક થવાની જરૂરત છે, અતિ ભાવુકતા તમને નુકસાન પહોંચાડી શકે છે. પિતાની તબિયત તમને ચિંતામાં નાંખી શકે તેમ છે.

તુલા તુલા (ર, ત) ૨૪ સપ્ટેમ્બરથી ૨૩ ઑક્ટોબર

જાન્યુઆરી – જીવનમાં આગળ વધવા માટે તમારે સાથ-સહકારની જરૂરત છે. ઉચ્ચ પર બેઠેલા કોઈ વ્યક્તિ સાથે આપના નિકટના સંબંધોથી લાભ થશે. ધંધામાં નવા દ્વાર તો ખુલશે, પણ એના માટે તમારે સજગ રહેવું પડશે. વાહન વગેરે ચલાવતી વખતે જરા સાવચેતી રાખવી.

ફેબ્રુઆરી – નવું મકાન ખરીદી શકો છો. માનસિક તાણનું નિવારણ થશે. આર્થિક દ્રષ્ટિએ સ્થિતિમાં લાભ થશે. દુશ્મનોને નજરઅંદાજ ન કરો. માતૃ પક્ષ તરફથી કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે.

માર્ચ – ધંધાની દ્રષ્ટિએ સમય અનુકૂળ છે. નવા સોદા લાભકારી નીવડશે. ટ્રાંસપોર્ટ સાથે જોડાયેલા ધંધાદારિયો માટે ખાસ કરીને સારો સમય છે. આવક થશે પણ ખર્ચાઈ જશે. કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવું.

એપ્રિલ – અમુક લોકો તમારી છબિ ખરાબ કરી શકે છે. પાડોશી તમારી મદદ કરશે. આવક સામાન્ય રહેશે. ધર્મ-કર્મમાં સમય પસાર કરવાથી લાભ થશે. લગ્ન યોગ્ય છોકરા-છોકરીઓ માટે માગા આવી શકે તેમ છે. દાન કરવાથી લાભ થશે.

મે – મિલ અને ફેક્ટરીના માલિકોને હડતાલ અથવા બીજા કોઈ કારણોના લીધે મુશ્કેલિઓનો સામનો કરવો પડી શકે તેમ છે. નોકરી કરનાર લોકો માટે આ મહીનો સામાન્ય છે. આવક કરતાં જાવક વધુ થશે. જીવનમાં કશુંક નવું કરવાની પ્રેરણા મળશે.

જૂન – જરાક સમજી વિચારીને જ કોઈ કામમાં હાથ નાંખવો. નવા કામની શરૂઆત કર્યા પહેલા તેને દરેક રીતે ચકાસી લેવાની જરૂરત છે. કોર્ટ-કચેરીથી દૂર રહેવું લાભદાયી નીવડશે. કોઈને ઉધાર આપવાનું ટાળો, કારણ કે એમાં પૈસા ડુબી પણ શકે છે.

જુલાઈ – આ મહીને તમારે તબિયતની ખાસ કાળજી રાખવાની જરૂરત છે. પેટ સંબંધી બીમારીથી બચવા માટે બહારનું ખાવાનું ખાસ ટાળો. પાડોશી સાથે મતભેદ પણ થઈ શકે છે. પોતાનું કામ ઈમાનદારી સાથે કરવું. મહેનતનું પરિણામ તમને જરૂર મળશે.

ઑગસ્ટ – યાદ રાખો ક્રોધ કરવાથી તમારૂં પોતાનું જ નુકસાન થાય છે. તમારે વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરત છે. તમારી કોઈ વાતથી તમારો જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે. કદાચ કોઈ અકસ્માત પણ નડે માટે વાહન સાવચેતીથી ચલાવવું.

સપ્ટેમ્બર – કોઈ કૌટુંબિક આયોજનમાં જઈ શકો છો. કોઈએ તમારાથી ઘણી જ આશાઓ રાખેલી છે એટલે તેને નિરાશ ન કરશો. સંતાનનો વ્યવહાર તમને ખુશ કરશે. જીવનમાં ઉમંગ અને ઉત્સાહ કાયમ રહેશે. ૨૦ તારીખ પછી આર્થિક મુશ્કેલિઓ નડી શકે તેમ છે. શત્રુ તમારૂં અહિત કરવાની તાકમાં છે.

ઑક્ટોબર – જુના રોકાયેલા કામો આગળ વધશે. કોઈને ખોટું વચન ન આપો. તમને ઈચ્છા અનુસાર ફળ મળશે. વરસાદ સારો પડવાથી ખેડૂતોને લાભ થશે. વિરોધી શાંત રહેશે. જીવનસાથી ખુશ અને સંતાન સંતુષ્ટ રહેશે. એકંદરે આ મહીનો સારો પસાર થશે.

નવેમ્બર – વેપારી વર્ગ માટે આ મહીનો ખૂબ જ લાભકારી છે. સૌભાગ્ય તમારી સાથે છે, પણ બેદરકારી કરશો તો તમારે મોટું નુકસાન પણ ભોગવવું પડી શકે તેમ છે. નજીકના સંબંધોની મદદથી તમારી આવકના નવા માર્ગ ખુલશે. સ્ત્રીઓ અને વડિલોને સાંધામાં દુઃખાવો થઈ શકે તેમ છે.

ડિસેમ્બર – સંઘર્ષથી જ સફળતા મળશે. અચાનક કોઈ પણ નિર્ણય ઉપર ન પહોંચો. તમારી આ ઉતાવળનો લાભ વિરોધી ઉઠાવી શકે છે. શાંત રહીને સારા કર્મ કરતા રહો. મદિરાપાનથી દૂર રહેવું જ હિતમાં રહેશે. મહીનાના અંત સમયમાં પરિસ્થિતિ સુધરશે. વર્ષનો અંત સમય સારો પસાર થશે.

વૃશ્ચિક વૃશ્ચિક (ન, ય) ૨૪ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

જાન્યુઆરી – નવા વર્ષની શરૂઆત ખૂબ જ સારી થવાની છે. મહીનાના છેલ્લા ૧૫ દિવસ ખૂબ જ સુખદ પસાર થશે. પોતાની અંતરાત્માનો અવાજ સાંભળો અને દિલથી કામ કરશો તો સફળતા જરૂર મળશે. જીવનસાથી પણ તમને નવું કામ કરવા માટે પ્રેરણા આપશે. કોઈ મંદિરમાં દાન કરવાથી લાભ થશે.

ફેબ્રુઆરી – દિલમાં પ્રેમ ઉમંગો વધશે. કોઈ વાદ-વિવાદમાં પડવાથી બનતા કામ પણ બગડી શકે છે. કોઈનું પણ દિલ ન દુભાવો. કોઈ નવા કામની શરૂઆત કર્યા પહેલા બધી બાબતો પર ચર્ચા-વિચારણા કરી લેવી. ઘરમાં મહેમાનોના આગમનના પણ સંકેત છે. માતા-પિતાના આશીર્વાદથી જીવનમાં સુખ-શાંતિ રહેશે.

માર્ચ – તમારા કામની નોંધ તો લેવાશે પણ તે માટે તમારે ધીરજ રાખવી પડશે. તબિયત સામાન્ય રહેશે. બૉસ સાથે સંબંધો સુધરશે. શત્રુ શાંત રહેશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે.

એપ્રિલ – સફળતા મેળવવા માટે આળસનો ત્યાગ કરવો જરૂરી છે. લગ્નજીવનમાં નીરસતા ઘર કરે તે પહેલા જીવનસાથીની ફરિયાદો સાંભળો અને તેને દૂર કરવાનો પ્રયાસ કરો. શત્રુ તમારી બેદરકારીનો લાભ ઉઠાવી શકે છે. આવક પણ આ મહીને સામાન્ય રહેશે.

મે – જીવનમાં સંઘર્ષના સમયની શરૂઆત થઈ રહી છે. તમારો આત્મવિશ્વાસ જ તમને આ કઠિન સમયમાંથી બહાર કાઢશે. પ્રૉપર્ટી વગેરેમાં રોકાણ કરવા માટે આ સમય યોગ્ય નથી. તબિયતની ખાસ કાળજી રાખવી, બહારનું ખાવાનું ટાળવું. કૌટુંબિક મુશ્કેલિઓનો સામનો કરવો પડી શકે છે.

જૂન – ઘણી કોશિશ કરવા છતાં પણ કામ પાર નહીં પડે. મહેનતના બદલે ધાર્યુ પરિણામ ન મળે. જીવનસાથી પ્રત્યે પણ તમારૂં વલણ સારૂં નહીં રહે. માતા-પિતાની ખુશીનું પૂરેપુરૂં ધ્યાન રાખવું. બાળકો તરફથી પણ સારા સમાચાર નહીં મળે. શત્રુ હાવી રહેશે.

જુલાઈ – મન અશાંત રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ નથી. ધાર્યા મુજબ પરીણામ ન મળવાથી હતાશા થશે. પિતા અને ભાઈ સાથે વિવાદ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે વધુ પડતી તકેદારી રાખવાની જરૂરત છે.

ઑગસ્ટ – સમય બદલાઈ રહ્યો છે. ૧૫ તારીખ પછી પરિસ્થિતિ સારી થશે. તંદુરસ્તી સારી રહેશે. બૉસ તમારા કામથી ખુશ થશે. સહયોગિઓનો પણ સાથ મળશે. કળા સાથે જોડાયેલા લોકો માટે સારો સમય છે. તંદુરસ્તી સારી રહેશે. નવું ઘર કે વાહન ખરીદી શકો છો. ઉધાર કે કોર્ટ-કચેરીના ધક્કાથી છુટકારો મળશે. ધંધાદારીઓ માટે સમય સારો છે.

સપ્ટેમ્બર – આ મહીનો આપને લાભ આપનારો છે. નવા આયોજનો કરી શકશો. તમારા મિત્રો તમને દરેક પરિસ્થિતિમાં સાથ આપશે. સાસરા પક્ષ તરફથી મદદ મળશે. આવકમાં વધારો થશે. કોમ્પ્યુર વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે સમય ખૂબ જ સારો છે. શત્રુઓની દરેક ચાલ નિષ્ફળ થશે.

ઑક્ટોબર – આ મહીનો સામાન્ય રહેશે. તંદુરસ્તી પણ સામાન્ય રહેશે. જીવનસાથીનો સાથ મળશે. તમારી વાતનું માન રાખવામાં આવશે. ધાર્મિક કામોમાં વધુ મન લાગશે. તંદુરસ્તી જાળવી રાખવા માટે રોજ સવારે ચાલવા માટે જવું.

નવેમ્બર – રોકાયેલા કામ બનશે. પાછલા ઘણા વખતથી તમે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો તો તે હવે પૂર્ણ થશે. કોઈ તમારી ઉપર ખોટા આરોપો લગાડવાની તૈયારી કરી રહ્યું છે, એટલે સાવચેત રહેજો. અધિકારીઓ સાથે સંબંધ સુધરશે, જેનો લાભ તમને લાંબેગાળે થશે.

ડિસેમ્બર – કામ સમયસર પૂર્ણ થઈ જશે. યોજનાઓ પણ પૂરી થશે. આ મહીનાની ૧૫ તારીખ પછી જ કોઈ નવા કામની શરૂઆત કરવી.

ધન ધન (ધ, ભ, ફ, ટ) ૨૩ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર

જાન્યુઆરી – નવા વર્ષનો પહેલો મહીનો ઘણીબધી ખુશીઓ લઈને આવનાર છે, એટલે એનું હાથ ફેલાવીને સ્વાગત કરો. નોકરી કરનારા લોકોને શુભ સમાચાર મળશે. વેપારી વર્ગને લાભ થશે. જીવનમાં નવી ઉમંગ આવશે. શત્રુઓ ઉપર વિજય મળશે. લગ્નજીવન સુખદ પસાર થશે, તમારે પોતાના ચંચળ મન ઉપર કાબુ રાખવાની ખૂબ જ જરૂરત છે નહીંતર અમુક મુશ્કેલિઓનો સામનો કરવો પડી શકે છે.

ફેબ્રુઆરી – કામ કરવામાં મન નહીં લાગે. ચિત્ત અશાંત રહેશે. માનસિક ઉથલ-પાથલ થશે. વિદ્યાર્થી વર્ગે પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. માતા-પિતા સાથે વિવાદ થઈ શકે છે. શત્રુ વરિષ્ઠ અધિકારીને તમારી વિરૂદ્ધ ભડકાવી શકે છે. ઑફિસ પોલિટિક્સથી દૂર રહેવામાં જ ભલાઈ છે. જીવનસાથીની તંદુરસ્તી પણ ચિંતિત કરી શકે છે.

માર્ચ – મહીનાના પહેલાના ૧૫ દિવસ થોડી નિરાશા આપનારા રહેશે. ખૂબ જ મહેનત કર્યા પછી પણ સફળતા નહીં મળે. કોર્ટ-કચેરીના કેસમાં ફસાઈ શકો છો૪ એટલે પોતાના ક્રોધ ઉપર નિયંત્રણ રાખવો. કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવામાં જ ભલાઈ છે. ૧૫ તારીખ પછી પરિસ્થિતિમાં સુધારો થશે. આવકના નવા સ્રોત ખુલશે.

એપ્રિલ – વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. ધાર્યુ પરિણામ મળશે. શત્રુ પ્રયત્ન કરશે પણ તમારૂં અહિત નહીં કરી શકે. નોકરીમાં પણ પરિસ્થિતિ સામાન્ય રહેશે. જો તમે ધારશો તો તમને પોતાની પ્રતિભા દેખાડવાનો અવસર મળશે. મિત્રો મદદ માટે આગળ આવશે.

મે – આ મહીનો સામાન્ય ફળ આપનાર છે. બધું જ સામાન્ય રહેશે. પત્ની સાથે ક્યાંક ફરવા પણ જઈ શકો છો. આવક પણ સારી થશે. બાળકો તરફથી જરાક ચિંતા થઈ શકે છે. નકામા વિવાદોથી દૂર રહેવું.

જૂન – તમારા માટે કશુંક રચનાત્મક કરવાનો સમય છે. કળા અને સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી છે. તંદુરસ્તી પણ ખૂબ જ સારી રહેશે. પત્ની અને મિત્રોનો સાથ મળશે. કુટુંબમાં સુખ-શાંતિ રહેશે.

જુલાઈ – આર્થિક પક્ષ મજબૂત થશે. રોકાણ કરવા માટે સારો સમય છે. વેપારી વર્ગ માટે પણ સમય સારો છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. રોકાયેલું ધન પરત મળશે.

ઑગસ્ટ – એ યાદ રાખો કે આળસ ગરીબીનું બીજું નામ છે. કામ કરશો તો જ સારૂં પરિણામ મેળવી શકશો. કામ કરવાની તમારી આળસના લીધે ઉપરી અધિકારી પણ તમારાથી નારાજ થઈ શકે એમ છે. વાહન વગેરે ચલાવતી વખતે સાવચેતી રાખવી. કોઈ પણ વડિલનું અપમાન ન કરવું.

સપ્ટેમ્બર – તમે પોતાના સંતાનના લીધે ઘણા સમયથી મુશ્કેલી અનુભવી રહ્યા છો પણ આ મહીને એ સમસ્યાનું નિવારણ થઈ જશે. ભવિષ્યમાં ઘરમાં શુભ પ્રસંગ થવાના પણ યોગ બની રહ્યા છે. કોર્ટ-કચેરીની બાબતમાં પણ નિર્ણય તમારી તરફેણમાં આવશે. રાજનૈતિક સંબંધોથી લાભ થઈ શકે છે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ તમને મળશે.

ઑક્ટોબર – નાની-મોટી તકલીફોને નજર અંદાજ કરો તો આ મહીનો તમને ઉત્તમ ફળ આપશે. તમે કરેલી મહેનતનું સારૂં પરિણામ તમને જરૂર મળશે. નવું વાહન કે જમીન-જાયદાદ ખરીદી શકશો.

નવેમ્બર – શત્રુ તમારૂં અહિત કરવાની તાકમાં છે, માટે સાવચેત રહેવું. તમે ભૂતકાળમાં કરેલી ભૂલોને સુધારીને જીવનમાં આગળ વધશો. સ્વયં ઉપર ભરોસો રાખવાથી સફળતા મળે છે. ઘરમાં શુભ પ્રસંગ થઈ શકે છે. માતા-પિતા અથવા કોઈ વડિલનો આશીર્વાદ લઈને જ નવા કામની શરૂઆત કરવી.

ડિસેમ્બર – તમને સફળતા જરૂરથી મળશે પણ યોગ્ય સમયે. કોર્ટ કેસમાં રાહત મળશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા વધશે. કોઈને આપેલ વચનને જરૂરથી નિભાવવું.

મકર મકર (ખ, જ) ડિસેમ્બર ૨૧ થી ૧૯ જાન્યુઆરી

જાન્યુઆરી – વર્ષની શરૂઆત સારી રહેશે. ઉધારથી છુટકારો મળશે. કદાચ જુનો કેસ ચાલતો હોય તો જરાક મુશ્કેલી નડી શકે તેમ છે. મન ચંચળ થઈ રહ્યું છે તેની ઉપર કાબુ રાખો. સંતાન તરફથી શુભ સમાચાર મળશે. સાસરા પક્ષ તરફથી પણ સુખદ સમાચાર મળશે. નોકરી બદલવાના યોગ છે.

ફેબ્રુઆરી – શારીરિક કષ્ટ થઈ શકે છે. સ્ત્રીઓ અને વડિલોએ પોતાની તબિયતની ખાસ કાળજી રાખવાની જરૂરત છે. પત્નીનો સાથ અને સહકાર મળશે. મહીનાની અંતે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. વેપારી વર્ગને વધુ લાભ થવાની શક્યતા છે.

માર્ચ – સામાન્ય મહીનો. સત્પુરૂષોના સંગથી લાભ થશે. રોકાયેલ નાણું પરત મળશે. વિદ્યાર્થી વર્ગને લાભ થશે. શત્રુ તમારી ઉપર હાવી શઈ શકે છે, એટલે સાવચેતી રાખવી. નકામા વાદ-વિવાદથી દૂર રહેવું.

એપ્રિલ – આ સમય તમારી અનુકૂળ નથી. બનતા કામો બગડી શકે છે. તમને એવું લાગશે કે બધા તમારી વિરુદ્ધ છે. મિત્રોનું વલણ પણ તમને પરેશાન કરી શકે છે. ધાર્યા પ્રમાણે પરીણામ ન આવવાથી વિદ્યાર્થી વર્ગ પણ હતાશ થઈ શકે છે.

મે – મહીનાની શરૂઆત સારી નહીં રહે. સાથીદારો સાથે મતભેદ થઈ શકે છે. ખોટી તાણથી મગજ શાંત રાખવું. જો કે મહીનાના પછીના ૧૫ દિવસો લાભ આપનારા સાબિત થશે. ઘર માટે મોટી ખરીદી પણ કરી શકશો. શત્રુ ઈચ્છશે તો પણ તમારૂં અહિત નહીં કરી શકે.

જૂન – ધન લાભ થવાના યોગ છે. સાસરા પક્ષથી મદદ મળશે. મિત્રો સાથે શહેરથી બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનશે. તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ હવે મળશે, પણ ઉતાવળ ન કરવી નહિંતર બનેલી બાજી બગડી પણ શકે છે અને પછી પસ્તાવવું પડી શકે છે.

જુલાઈ - જરાક સમજી વિચારીને જ કોઈ કામમાં હાથ નાંખવો. નવા કામની શરૂઆત કર્યા પહેલા તેને દરેક રીતે ચકાસી લેવાની જરૂરત છે. કોર્ટ-કચેરીથી દૂર રહેવું લાભદાયી નીવડશે. કોઈને ઉધાર આપવાનું ટાળો, કારણ કે એમાં પૈસા ડુબી પણ શકે છે.

ઑગસ્ટ – આ સમય તમારા જીવનમાં યાદગાર રહેશે. કારણ કે સમય થોડો આકરો છે અને ત્યારે જ તમને ખબર પડશે કે કોણ તમારૂં પોતાનું છે. માનસિક તાણ તો રહેશે પણ ઈશ્વર ભજન કરવાથી શાંતિ મળશે. મહીનાના છેલ્લા અઠવાડિયામાં સુધારો થવાની શક્યતા છે. ધીરજ જાળવી રાખો એજ તમને સ્થિર રાખશે.

સપ્ટેમ્બર – સમય હવે બદલાવવા લાગ્યો છે, ૫ણ યાદ રાખો કે પ્રગતિના ઝાડ ઉપર ફળ મહેનતના પાણીથી જ લાગે છે. મિત્રો તમારા માટે તડકામાં છાયાનું કામ કરશે. નવું વાહન તમારા જીવનની ખુશીઓમાં ઉમેરો કરશે.

ઑક્ટોબર – આ મહીને તમને ખૂબ જ સારા પરિણામો મળશે. તમે ખુશીથી નાચી ઉઠશો. તમારા કામના વખાણ ચારેકોર થશે. વિદેશથી પણ શુભ સમાચાર મળશે. વિરોધી તમારી ઉપર હાવી થવાની કોશિશ કરશે પણ તેમને સફળતા નહીં મળે.

નવેમ્બર – જો તમે પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખશો તો બધું જ ઠીક થઈ જશે. તમારા શત્રુ તમારા આજ ક્રોધનો લાભ ઉઠાવવાની તકમાં છે. લક્ષ્ય નક્કી કરીને એને મેળવવા માટેની તૈયારીમાં લાગી જાવ. સફળતા જરૂર મળશે.

ડિસેમ્બર – આ મહીનાના ગ્રહ તમારી અનુકૂળ છે. બગડેલા કામ પણ બની જશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે. સમયનો સદુપયોગ કરો અને મન લગાડીને પરીક્ષાની તૈયારી કરો. વિદ્યાર્થી વર્ગને જરૂર સફળતા મળશે.

કુંભ કુંભ (ગ, સ, શ,ષ) ૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી

જાન્યુઆરી – આ વર્ષની શરૂઆત તમારા માટે થોડી નિરાશાજનક રહેવાની છે. શત્રુ પક્ષ તરફથી તમારી વિરુદ્ધમાં ષડયંત્ર રચાઈ રહ્યું છે, એટલે સમજી વિચારીને પગલું ભરવું. બૉસ સાથે મતભેદ થઈ શકે છે. સંતાન તરફથી પણ કષ્ટ મળવાના યોગ છે. માતા-પિતાની તબિયત પણ નરમગરમ રહી શકે છે.

ફેબ્રુઆરી – આવકમાં ઉતરચઢ રહેશે. કોઈનો દંભી વ્યવહાર તમને નિરાશ કરી શકે છે. પોતાની મિલકત સાચવીને રાખવી, એના ખોવાઈ જવાનો કે ચોરી થવાનો ભય છે. ભાગ્ય તમારી સાથે નથી, એટલે આકરી મહેનત કરવી પડશે.

માર્ચ – આ મહીનાની ૧૫ તારીખ પહેલા કોઈ નવા કામની શરૂઆત ન કરવી. મહીનાના બીજા પખવાડિયામાં તમારી પરિસ્થિતિ બદલાશે. વિદેશથી શુભ સમાચાર મળી શકે તેમ છે. રોકાયેલું નાણું પણ પરત મળશે. કોર્ટ-કચેરીના કેસ થોડા હેરાન કરી શકે છે. નકારાત્મક લોકોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.

એપ્રિલ – કોઈ તમારો વિશ્વાસ મેળવીને તમે દગો આપવાની તૈયારી કરી રહ્યું છે. આ મહીને તમારા માટે આવકના નવા સ્રોતો ખુલશે. નોકરીમાં પણ બઢતી મળવાના યોગ છે. કૌટુંબિક સાથ અને સહકાર આપને મળશે.

મે – સમય અનુકૂળ છે એનો લાભ ઉઠાવો. સફળતા મેળવવા માટે નવી વિચારધારા અપનાવવાની જરૂરત છે. સંતાન તરફથી કષ્ટ થઈ શકે છે. જીવનસાથી સાથે વાદ-વિવાદ થવાના લીધે થોડો તાણનો અનુભવ થઈ શકે છે. ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધો કેળવવાથી લાભ થઈ શકશે. નોકરી કરનાર લોકો માટે સમય અનુકૂળ છે. તબિયતની ખાસ કાળજી રાખવી.

જૂન – દેવયોગથી બનતા કામો પણ બગડશે. સાહિત્યમાં રસ ધરાવનાર લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે. એમને મહેનતનું ફળ મળતું રહેશે. નવી નોકરી મળવાની પણ અવસર છે. ભણતર માટે વિદેશ જવાના પણ યોગ છે.

જુલાઈ – આ મહીનો સામાન્ય છે. કોઈ પણ કાગળ ઉપર સહી કરતા પહેલા બધું ચકાસી લેવું. આળસનો ત્યાગ કરો. વડિલોના આશીર્વાદ લો. મિત્રોની મદદથી ઘણા કામ પાર પડશે.

ઑગસ્ટ – ઉધાર ન લેવું અને ન દેવું. તમે માનસિક રીતે પોતાને ખૂબ જ મજબૂત અનુભવશો. આવકના નવા માર્ગો પણ ખુલશે. તબિયતના કાળજી રાખવા માટે બહાર ખાવાનું ટાળો. સૂર્યોપાસનાથી લાભ થશે.

સપ્ટેમ્બર – આ મહીનો તમારા જીવનની નવી દિશા નક્કી કરશે. સમજી-વિચારીને નિર્ણય લેવામાં જ બધાનું હિત છે. નવો ધંધો શરૂ કરતા પહેલા મિત્રોની મદદ લેવાથી લાભ થશે. સ્ત્રીઓ માટે આ સમય વિશેષ રૂપે સારો છે. સંતાન સુખ મળવાના પણ યોગ છે.

ઑક્ટોબર – ભૌતિક સુખમાં વધારો થશે. આવકના નવા સ્રોતો ખુલશે. નોકરી અથવા ધંધાના લીધે બહારગામ જવાના યોગ છે. ભૂતકાળની બધી જ મુશ્કેલિઓ દૂર થશે. નવા સંપર્કોથી લાભ થશે.

નવેમ્બર – વાહન ચલાવતી વખતે ખાસ તકેદારી રાખવાની જરૂરત છે. સ્પીડમાં વાહન ચલાવીને બહાદુરી દેખાડવાની જરૂરત નથી. નાણાંકીય રોકાણ માટે ઉત્તમ સમય છે. સોનું ખરીદવાથી ભવિષ્યમાં લાભ થશે. પોતાની નવી યોજનાઓ ઉપર અમલ કરવાનો સમય આવી ગયો છે.

ડિસેમ્બર – નાની-મોટી મુશ્કેલિઓને નજર અંદાજ કરશો તો સમય તમારી સાથે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારૂં માન-સન્માન થશે. 15 તારીખ પછી કૌટુંબિક વાદ-વિવાદ થઈ શકે છે. બીજાના પક્ષને સરખી રીતે સાંભળીને જ કોઈ નિર્ણય લેવો.

મીન મીન (દ,ચ,ઝ,થ) 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

જાન્યુઆરી – આ મહીનાની શરૂઆતમાં તમારે અમુક મુશ્કેલિઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણ કરવાના બદલામાં તમને યોગ્ય વળતર નહીં મળે જેથી તમે નિરાશ થશો. જીવનસાથી સાથે પણ વાદ-વિવાદ થઈ શકે છે. ગુસ્સા ઉપર કાબુ રાખવો નહિંતર પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. બહારનું ખાવાનું ટાળવું.

ફેબ્રુઆરી – લગ્ન યોગ્ય છોકરા-છોકરીના લગ્ન નક્કી થઈ શકે છે. વડિલોનું માર્ગદર્શન લઈને જ આગળ વાત વધારવી નહિંતર તેઓ નારાજ થઈ શકે છે. તમે પોતાની વાતની રજુઆત શાંતિથી કરશો તો તેઓ તમારી વાત સાંભળશે અને સમજી શકશે. તંદુરસ્તી સારી રહેશે. નવીન કોઈપણ શરૂઆત કરતાં પહેલા તેના બધા પાસાઓ સરખી રીતે ચકાસી લેવા.

માર્ચ – તમારો બૉસ સાથે વાદ-વિવાદ થઈ શકે છે અને તેમાં પણ તમારો દંભી સ્વભાવ પરિસ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. આવકમાં વધારો થશે. તમારા સાથીદારો પણ તમને મુશ્કેલીમાં ધકેલી શકે છે.

એપ્રિલ – આ મહીનો તમને મિશ્રિત ફળ આપનારૂં રહેશે. બીજા કોઈ કરતાં તમારો ગુસ્સો જ તમને સૌથી વધુ નુકસાન પહોચાડશે. અન્ય લોકો પણ તમારા ગુસ્સાનો ઉપયોગ તમારી વિરૂદ્ધમાં જ કરશે. કોઈપણ કામમાં શંકા હોય તો તે ન કરવું નહિંતર તેમાં પણ નુકસાન થઈ શકે છે.

મે – આ સમય તમારા માટે ખૂબ જ સારો છે. આ મહીને તમને સૌથી વધુ લાભ થશે. નવી જવાબદારિઓ પણ માથે આવી શકે છે. નોકરીમાં બઢતી મળવાના પણ યોગ છે. આવકના સાધનો વધશે. તમે સામાજિક કામોમાં પણ ભાગ લેશો.

જૂન – આ મહીને પ્રવાસ કરી શકશો અને એ તમારા માટે જરૂરી પણ છે કારણ કે રોજીંદા કામના થાકથી તમારે થોડો સમય દૂર રહેવાની જરૂર છે, જેથી તમને આરામ મળી શકે અને વાતાવરણ પણ બદલાય. રોકાયેલું નાણું પરત મળશે. નવા પ્રોજેક્ટો હાથ ધરશો તો તેમાં સફળતા મળશે. નવા કામની શરૂઆત કરતાં પહેલા બધા પાસાં ચકાસી લેવા.

જુલાઈ – આ મહીને કામનો ભાર રહેશે પણ તેના લીધે તબિયત તરફ બેદરકાર ન રહેવું, તેની પણ કાળજી રાખવી. કૌટુંબિક કોઈ સારા સમાચાર મળી શકે છે. કળા અને સાહિત્યમાં તમારી રૂચિ વધશે. રોકાણ કરવા માટે સમય ખૂબ જ સારો છે.

ઑગસ્ટ – આ મહીને તમારા કામો ગતિ પકડશે. મહીનાના છેલ્લા 15 દિવસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે પણ અણબનાવ થઈ શકે છે, પણ તમે ધીરજથી કામ લેશો તો બધું બરાબર થઈ જશે. બાળકો તરફથી પણ મુશ્કેલી નડી શકે છે.

સપ્ટેમ્બર – તમારા જીવનમાં ઉથલપાથલ થવાની છે, જેની નોંધ બધા લેશે. તમારી અણધારી પ્રગતિથી બધા અચંભિત થશે. નોકરીમાં તમને નવી જવાબદારિઓ સોંપવામાં આવશે. તમારી પ્રગતિથી કોઈ નાખુશ પણ થઈ શકે છે અને તમને નુકસાન પહોંચાડવાનું વિચારી શકે છે. પણ તમારે આકરી મહેનત કરીને પોતાની પ્રગતિનો માર્ગ સતત મોકળો કરતા રહેવાનો છે.

ઑક્ટોબર – તમારા દુશ્મનો તમે જે પણ કાંઈ કામ કરશો તેને ખરાબ કરવાની કોશિશ કરશે. ધંધાદારી લોકોને પણ લાભ થશે અને તેઓ પોતાના દેવામાંથી છુટી શકશે. કૌટુંબિક સાથ અને સહકાર સાથે ઉપરી અધિકારીઓનો સાથ પણ મળતો રહેશે. ખોટા ખર્ચા પણ કરવા પડી શકે છે.

નવેમ્બર – તમારા જીવનમાં અણધાર્યા ફેરફારો થઈ શકે છે. મહીનાના પહેલા 15 દિવસો સુધી ભાગ્ય તમારો સાથ આપશે. નવી તકો મળશે તેનો લાભ ઉઠાવો. તમારા જીવનસાથીનો પણ પૂર્ણ સહયોગ મળશે અને તે તમને ખુશ રાખશે.

ડિસેમ્બર – આવકના સાધનો વધશે. પ્રગિયોગી પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે. નવા પડકારો ઝીલવા માટે તમે તૈયાર રહેશો તો તમને ધારી સફળતા મળી શકશે. ચારેકોરથી શુભ સમાચારો મળશે. મિત્રોનો સાથ પણ મળશે.

Top

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

AstroSage TVSubscribe

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com

Reports

Live Astrologers